24 July 2020 Current Affair
Friday, July 24, 2020
Add Comment
ચીને મંગળ પર પોતાનું પહેલું સ્વતંત્ર મિશન "Tianwen-1" લોન્ચ કર્યું
ચીને સ્વતંત્રરૂપે પોતાનું પહેલું મંગળ મિશન "Tianwen-1" સફળતાપૂર્વક લોન્ચ કર્યું.
5 ટનનું અવકાશયાન "Tianwen-1" ચીનના સૌથી મોટા લોન્ચ વેહિકલ માર્ચ -5 રોકેટ દ્વારા દક્ષિણ ચીનના હેનન પ્રાંતમાં વેનશાંગ સ્પેસ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરાયું હતું.
આ અગાઉ 2011 માં, ચીને રશિયન રોકેટ દ્વારા મંગળ પર ડેસ્ટિન ઓર્બિટર લોન્ચ કર્યું હતું, પરંતુ રોકેટમાં ખામીને લીધે આ મિશન નિષ્ફ્ળ ગયું હતું.
આદ્યશકિત પીઠ અંબાજી ધામ બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ
દેશ - દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષને આ સર્ટિફિકેટ અર્પણ કર્યું.
આ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી માન્ય રહેશે.
અંબાજી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી વિવિધ સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
GCMMF ના નવા ચેરમેન પદે શામળ પટેલ
એશિયાની સૌથી મોટી એવી અમૂલ સહિત રાજ્યની 18 ડેરીની દૂધનું પ્રોડક્ટનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આણંદ ખાતે યોજાઈ હતી.
જેમાં GCMMF ના નવા ચેરમેન પદે શામળ પટેલની વરણી થઈ છે.
જ્યારે વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની વરણી કરવામાં આવી છે.
બીજીતરફ રામસિંહ પરમારનું ચેરમેન પદે રિપીટ થવાનું સપનું અધુરુ રહી ગયું છે.
Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF)
મણિપુર વોટર પ્રોજેક્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે જલ જીવન મિશન અંતર્ગત ફન્ડ આપ્યું છે. આ પ્રોજેક્ટ પર 3,054.58 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા , મુખ્યમંત્રી એન બિરેન સિંહ પણ સામેલ થાય હતા .
ગ્રેટર ઈમ્ફાલ પ્લાનિંગ એરિયાના ઘરો , ગામો અને મણિપુરના 16 જિલ્લાઓના 1,731 ગોમાના 2,80,756 ઘરો સુધી નળ કનેક્શન પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને તેનો ખર્ચ ઉઠાવશે.
કેન્દ્રએ 1,185 ગામોના 1,42,749 ઘરો સુધી કનેક્શન પહોંચાડવા માટે ફન્ડ આપ્યું છે.
2024 સુધી હર ઘર જલ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રોજેક્ટ એક મહત્વનો પ્રોજેક્ટ છે.
ACSyS એપ્લિકેશન
ગાંધીનગર જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સના માલિકોને “ACSyS” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનો આદેશ જિલ્લા કલેકટરશ્રીએ કર્યો છે.
તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરીયા જેવી કોઇપણ તકલીફ માટે દવા લેવા આવતાં દર્દીઓની વિગતો ફરજિયાતપણે આ એપ્લિકેશનમાં આપવાની રહેશે.
“ACSyS” (Advanced Covied-19 Sydromic Surveillance(ACSyS) System)
આંગણવાડી - તેડાગર કાર્યકરની ઓનલાઇન નિમણુંક કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
મહિલા બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણુંક કરવા એક Online વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું.
આ પોર્ટલનું નામ ‘‘eHRMS Gujarat’’ છે.
આ પોર્ટલ માન.મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા તથા મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા લોન્ચ કરવામાં આવ્યું.
ભારતભરમાં ગુજરાત આવી માનદ સેવા ધારકો આંગણવાડી કાર્યકર, તેડાગરની Online વેબ પોર્ટલ દ્વારા ભરતી કરનાર એકમાત્ર અને પ્રથમ રાજ્ય બની રહેશે.
આ નિમણુંકની પ્રક્રિયામાં એપ્લાય ઓનલાઇ થવાનું દસ્તાવેજ જરૂરી આધાર પુરાવાઓ ઓનલાઇન સબમીટ કરવાના રહેશે. નિમણુંક પણ ઓનલાઇન અપાશે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન પારદર્શી રીતે હાથ ધરાશે.
દરેક ગ્રામ પંચાયતમાં કાર્યરત VCA વિલેજ કોમ્પ્યુટર, વ્યક્તિ બહેનોને Online અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા કરાવી આપશે. અરજી કરાશે અને દસ્તાવેજો પણ અપલોડ કરી આપશે.
આ Online અરજી કર્યા બાદ નિયમાનુસારની તપાસ કાર્યવાહી કરી મેરીટ લીસ્ટ બનાવશે આ મેરીટ લીસ્ટ મુજબ જે ઉમેદવારને પસંદગી થવા પાત્ર હોય તેને તેમના ઓરીજનલ દસ્તાવેજોની ચકાસણી કરાવાશે અને ત્યારબાદ નિમણુંક પત્ર અપાશે. આ નિમણુંક પત્ર પણ ઓનલાઇન જનરેટ થશે અને તે બહેનો સુધી પહોંચશે.
આ પ્રક્રિયામાં અપીલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અપીલ પણ Online કરાશે નિમણુંક પત્ર આપતાં પહેલાં ૧૦ દિવસનો સમય કોઇ અરજદાર બહેન ને તેને અન્યાય થયાનું કે કોઇ બાબત ચુકાઇ ગયાનું ધ્યાન પર આવશે તો તે અપીલ સમિતી સમક્ષ ઓનલાઇન અપીલ કરી શકશે અને ૧૦ દિવસમાં આ સમિતિ તે ફરીયાદી બહેનને અપીલનો જવાબ પણ ઓનલાઇન જ આપી દેવાશે.
કોઇ બહેનને ઇન્ટરવ્યુંમાં કે રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેશે નહી. રાજ્ય લેવલથી વર્ષમાં ત્રણથી ચાર વાર આ ભરતી પ્રક્રિયા કરાશે અને તેમાં આવનાર છ માસમાં સંભવીત ખાલી પડનાર જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ Online પ્રક્રિયાના કારણે ભરતી પ્રક્રિયા ઝડપી બનશે અને પારદર્શી બનશે.
ધૃવાસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતીય સેનાએ ધૃવાસ્ત્ર ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. આ મિસાઈલ DRDO દ્વારા બનાવવામાં આવી છે.
ઓરિસ્સાના બાલાસોરમાં 15 અને 16 જુલાઈએ તેને ટોપ અને ડાયરેક્ટ મોડમાં ફાયર કરવામાં આવી હતી.
ધૃવાસ્ત્ર સેનામાં પહેલેથી સામેલ નાગ મિસાઈલનું અપગ્રેડેડ વર્ઝન છે.
તે 7 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેલી દુશ્મનોની ટેન્કને નિશાન બનાવી શકે છે.
✍️ધૃવાસ્ત્રની વિશેષતા શું છે ?
લંબાઈ - 1.9 મીટર
વજન -45 કિગ્રા
ડાયામીટર - 0.16 મીટર
રેન્જ - 500 મીટર થી 7 કિમી
એસએસકેપી- 80%
0 Komentar
Post a Comment