Advocate General
Sunday, July 26, 2020
Add Comment
રાજ્યના એડવોકેટ જનરલ
- રાજ્યના એડવોકેટ જનરલ "મહાધિવક્તા" તરીકે પણ ઓળખાય છે.
- મહાધિવક્તા રાજ્યનો "સર્વોચ્ચ કાયદા અધિકારી" છે.
આ અનુચ્છેદમાં એડવોકેટ જનરલ વિશે માહિતી આપવામાં આવી છે.
અનુચ્છેદ 165 (1) - તેમની નિમણુંક રાજ્યપાલ કરે છે.
લાયકાત- હાઈકોર્ટના ન્યાયાધીશ બને તેટલી લાયકાત ધરાવતો વ્યક્તિ એડવોકેટ જનરલ બની શકે છે.
અનુચ્છેદ 165 (2)- આ અનુચ્છેદમાં તે કયા કાર્યો કરશે તેની માહિતી આપવામાં આવી છે.
1) રાજ્યપાલ દ્વારા તેમને સોંપાયેલ કાયદા સંબંધિત બાબતોમાં રાજ્ય સરકારને સલાહ આપવી.
2) બંધારણ દ્વારા / કોઇ કાયદા દ્વારા / રાજ્યપાલ દ્વારા તેમને સોંપાયેલા કાર્યો અને ફરજોનું વહન કરવું.
અનુચ્છેદ 177
આ અનુચ્છેદ હેઠળ રાજ્યના એડવોકેટ જનરલ રાજ્યના બંને ગૃહોમાં હાજર રહી શકે, બોલી શકે અને તેમની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. તેઓ રાજ્યની જે સમિતિમાં સભ્ય હોય તે સમિતિની કામગીરીમાંં પણ ભાગ લઈ શકે છે પરંતુ આ બધામાં તેઓ મતદાનનો અધિકાર ધરાવતા નથી.
- તેઓ રાજ્યની કારોબારીનો એક ભાગ છે.
- રાજ્યની કારોબારીમાં- રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ, એડવોકેટ જનરલ .
આ અનુચ્છેદના અનુચ્છેદ 194 (4) હેઠલ તેમને રાજ્યના ધારાસભ્યોને મળતા તમામ વિશેષ અધિકારો ધરાવે છે.
અન્ય માહિતી
- તેઓ પોતાનુ રાજીનામુ રાજ્યપાલને સોંપી શકે છે.
- તેમની વહિવટી ફરજોના પાલન માટે તેમને રાજ્યના વિસ્તારમાં આવેલ તમામ અદાલતોમાં પ્રેક્ષક બનવાનો અધિકાર છે.
- હાલમા ગુજરાતના એડવોકેટ જનરલ- કમલ ત્રિવેદી
- હાલમા ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ- પ્રકાશ જાની
0 Komentar
Post a Comment