Commissioner for Linguistic Minorities
Sunday, July 26, 2020
Add Comment
ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ / ખાસ અધિકારી
બંધારણના આરંંભે બંંધારણમાં ભાષાકીય લઘુમતી માટે ખાસ અધિકારીના પદની જોગવાઈ ન હતી.
પરંતુ વર્ષ 1956માં 7 માં બંધારણીય સુધારા દ્વારા બંધારણના ભાગ -17 માં અનુચ્છેદ 350- B ઉમેરી તેની જોગવાઈ કરવામાં આવી.
અનુચ્છેદ 350 (B) - આ એક માત્ર અનુચ્છેદ ભાષાકીય લઘુમતીઓ માટેના ખાસ અધિકારી માટે છે.
અનુચ્છેદ 350 (B) (1) - તેની નિમણૂક રાષ્ટૃપતિ દ્વારા કરવામા આવે છે.
અનુચ્છેદ 350 (B) (2) - તેને કયા કાર્યો કરવાના છે તેની મહિતી આપે છે.
1. ભાષાકીય લહુમતીઓ માટે રાખેલી સલામતીઓ સંબંધી તમામ બાબતોની તપાસ કરવી.
2. રાષ્ટૃપતિ આદેશ કરે તેવા સમયાંતરે તે બાબતો ઉપર રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવી.
રાષ્ટ્રપતિએ આવા તમામ રિપોર્ટ સંસદ સમક્ષ મૂકવાના રહેશે , તેમજ સંંબંધિત રાજ્યોની સરકારોને મોકલવાના રહેશે.
1957 માં આ હોદ્દાની રચના કરાઈ તેને ભાષાકીય લઘુમતીઓ માટે આયુક્ત ( Commissioner for Linguistic Minorities) નામ અપાયુ છે.
જુલાઇ 1957 માં નવી દિલ્હીમાં તેની મુખ્ય ઓફીસ હતી. ત્યારબાદ અલ્હાબાદ (ઉત્તર પ્રદેશ) ખસેડવામાં આવી અને 2015 માં ફરીથી દિલ્હી ખસેડવામાં આવી.
તેની ક્ષેત્રીય ઓફિસ 3 છે.
- બેલગામ (કર્ણાટક)
- ચેન્નઈ (તમિલનાડુ)
- કલકતા (પશ્ચિમ બંગાળ)
0 Komentar
Post a Comment