QUESTION HOURS AND ZERO HOURS IN GUJARATI
QUESTION HOURS AND ZERO HOURS
તાજેતરમાં લોકસભા અને રાજ્યસભાના સચિવોએ સૂચન કર્યું છે કે કોવીડ -19 રોગચાળાને કારણે સંસદના ચોમાસા સત્ર દરમિયાન કોઈ ‘પ્રશ્નકાળ’ નહી હોય અને બંને ગૃહોમાં 'શૂન્યકાળ' ના સમયમાં ઘટાડો કરવામાં આવશે.
આ સૂચનાઓ 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.
વિપક્ષના સાંસદોએ આ પગલાની ટીકા કરતા કહ્યું છે કે તેઓ સરકાર પર સવાલ કરવાનો અધિકાર ગુમાવશે.
પ્રથમ વખત પ્રશ્નકાળ રાષ્ટ્રીય કટોકટી(૧૯૭૫) ના સમય દરમિયાન સ્થગિત કરવામા આવ્યો હતો.
આ ઉપરાંત સંસદના ૨ નિશ્ચિત દિવસોએ પ્રશ્ન પૂછવામાં આવતા નથી.
૧) રાષ્ટ્રપતિ જ્યારે નવી લોકસભાના પ્રથમ સત્રને સંબોધે ત્યારે
૨) નાણા મંત્રી લોકસભામા બજેટ રજૂ કરે ત્યારે
પ્રશ્નકાળ
- સંસદીય કાર્યવાહીના નિયમોમાં પ્રશ્નકાળનો ઉલ્લેખ નથી.
- સંસદીય કાર્યવાહીનો પ્રથમ એક કલાક પ્રશ્નકાળ માટે સુનિશ્ચિત થયેલ છે. આ સમયગાળા દરમિયાન સંસદ સભ્યો દ્વારા મંત્રીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે. મંત્રીઓ સામાન્ય રીતે આ પ્રશ્નોના જવાબ આપે છે.
- 1991 થી પ્રશ્નકાળના પ્રસારણ સાથે, પ્રશ્નકાળ સંસદીય કામગીરીનું સૌથી મહત્વપૂર્ણ સાધન બની ગયું છે.
- પ્રશ્ન પૂછવા માટે ગૃહના સભ્યોએ જે તે ગૃહના સેક્રેટરી જનરલને નોટિસ આપવી પડે છે.
- શનીવારના દિવસે પ્રશ્નકાળ હોતો નથી.
- પ્રશ્નકાળમાં પૂછાતા પ્રશ્નો નીચેની કેટેગરીમાં આવે છે:
તારાંકિત પ્રશ્નો:
મંત્રી દ્વારા આવા પ્રશ્નોના મૌખિક જવાબ આપવામાં આવે છે અને આ પ્રશ્નો પર પૂરક પ્રશ્નોની મંજૂરી છે.
અતારાંકિત પ્રશ્નો:
આવા પ્રશ્નોના જવાબ મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવે છે અને આ પ્રશ્નો પર પૂરક પ્રશ્નો પૂછવાની કોઈ તક નથી.
તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો માટે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 21 દિવસની નોટિસ આપવી પડે.
ટૂંકી નોટિસના પ્રશ્નો:
આવા પ્રશ્નો ઓછામાં ઓછા 10 દિવસની પૂર્વ સૂચના આપીને પૂછવામાં આવે છે, અને પ્રધાનો દ્વારા મૌખિક રીતે પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. આ પ્રશ્નો પર પૂરક પ્રશ્નોની મંજૂરી છે.
શૂન્યકાળ:
- પ્રશ્નકાળની જેમ સંસદીય કાર્યવાહીના નિયમોમાં 'શૂન્યકાળ’ નો ઉલ્લેખ નથી.
- તે સંસદીય કામગીરીનું એક અનૌપચારિક સાધન છે, સંસદનાં સભ્યો પૂર્વ સૂચના વિના કોઈપણ બાબતને ઉઠાવી શકે છે.
- પ્રશ્નકાળ પછી શૂન્યકાળ એટલે કે બપોરે 12 થી બપોરે 1 વાગ્યા સુધી હોય છે.
- સંસદીય પ્રક્રિયામાં આ 'નવીનતા' એ ભારતીય શોધ છે અને તે ભારતમાં 1962 થી અસ્તિત્વમાં છે.
પ્રશ્નકાળ અને શૂન્યકાળ નું મહત્વ:
- છેલ્લા ઘણા વર્ષોમાં સાંસદોએ સરકારી વ્યવસાય પર પ્રકાશ પાડવા માટે આ સંસદીય સાધનોનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.
- સાંસદો દ્વારા આ સાધનોનો ઉપયોગ કરીને સરકારની અનેક આર્થિક ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે.
- પ્રશ્નકાળ દરમિયાન પૂછાતા પ્રશ્નોએ આંકડાની ઉપલબ્ધતા અને જાહેર ક્ષેત્રમાં સરકારની કામગીરી વિશેની માહિતીની ખાતરી આપી છે.
- સંસદીય માર્ગદર્શિકામાં આ સંસદીય પ્રક્રિયાના સાધનોનો ઉલ્લેખ ન હોવા છતાં, તેમને નાગરિકો, મીડિયા, સાંસદો અને પ્રિઝાઇડિંગ અધિકારીઓનો બહોળો ટેકો છે.
સરકાર સંસદને જવાબદાર છે, તેથી સરકારની જવાબદારી સુનિશ્ચિત કરવા સંસદીય કાર્યવાહી સ્થગિત કે બંધ ન કરવી જોઇએ કારણ કે તે બંધારણની ભાવના વિરુદ્ધ હશે.
0 Komentar
Post a Comment