Search Now

4 OCTOBER 2020 CURRENT AFFAIR




This is immy's Academy.  Where Knowledge Is Free. 

Hello & Welcome to Immy’s Academy

Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now. 

ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે શરૂ થશે રોપેક્ષ સેવા

🔶ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રોપેક્ષ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેના સ્ટ્રકચરનો તખ્તો ડીજી સી કનેક્ટ કંપની તૈયાર કર્યો છે. 

🔶ડીજી સી કનેક્ટ કંપની ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ચલાવતી હતી.

🔶ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં 3 ટ્રીપનું આયોજન કરવામાં આવશે. 


ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો પાસા હેઠળ થયેલી અટકાયત સીધી કોર્ટમાં પડકારી શકાય

🔶ગુજરાત હાઇકોર્ટે એક માર્ગદર્શક ચુકાદામાં કહ્યું છે કે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ) એક્ટ હેઠળની અટકાયતને સીધી હાઇકોર્ટમાં પડકારી શકાય છે.

🔶સરકારના પાસા એડવાઇઝરી બોર્ડના અભિપ્રાય બાદ જ આ અટકાયતને કોર્ટમાં પડકારમાં આવે તેવું નિયંત્રણ લાદી ન શકાય.

🔶ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો.

🔘હાઇકોર્ટની ટિપ્પણી-

🔶આપણાં બંધારણમાં વ્યક્તિગત સ્વાતંત્ર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે અને આપણા બંધારણે જે મૂળભૂત અધિકારોની ખાતરી આપી છે તેમાં સૌથી વધુ મૂલ્ય વ્યક્તિગત સ્વાતંત્ર્યની છે. આ આ સ્વાતંત્ર્યમાં કોઇ હસ્તક્ષેર કરે તો અસરગ્રસ્ત પક્ષને ન્યાયિક સત્તા સામે અપીલ કરવાનો અધિકાર છે. સમાજના હિતોના રક્ષણ માટે આપણા બંધારણમાં આ જોગવાઇઓ કરવામાં આવી છે.

🔶તંત્રએ આ બાબતો ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની હોય છે, વ્યક્તિગત સ્વાતંત્ર્યના મુદ્દાને સત્તાતંત્ર હળવાશથી ન લે.

🔶પાસાનો આ કાયદો એ વ્યક્તિગત સ્વતંત્રતા પર અંકુશ મૂકતી બાબત છે. તેથી આ બાબતનું પુન:મૂલ્યાંકન ચુસ્ત રીતે થવું જોઇએ. વ્યક્તિએ પાસા બોર્ડ સમક્ષ રજૂઆત કરી હોય કે ન કરી હોય તેમજ બોર્ડે અભિપ્રાય આપ્યો કે ન આપ્યો, અટકાયતને પડકારનો હક એ સ્વતંત્ર છે. આ હક પર એડવાઇઝરી બોર્ડના નિયમોનો અંકુશ રાખી શકાય નહીં.

🔘પ્રિવેન્ટિવ ડિટેન્શનને પડકારતી અરજી હેબિયસ ગણવા તજવીજ

🔶કોઈપણ કાયદા હેઠળ થયેલી અટકાયતની બાબતને હેબિયસ કોર્પસ ગણવા માટે હાઈકોર્ટ વિચારે. આ માટે, હાઈકોર્ટના રુલ્સ-૧૯૯૩માં સુધારો કરવા અંગે વિચારણા કરવામાં આવે.

🔶આ બાબતને અનુલક્ષીને હાઈકોર્ટની રજીસ્ટ્રી એક સબમિશન તૈયાર કરે અને ચીફ જસ્ટિસ અથવા તો વહીવટી શાખ સમક્ષ રજૂ કરે. જેમાં, હાઈકોર્ટના આ ચુકાદાને જોડવામાં આવે. અનેક કાયદા હેઠળ થતી અટકાયતમાં આરોપીને અમુક સમય સુધી કોર્ટમાં સમક્ષ રજૂઆત ન કરવા દેવાની બાબતને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાય છે, ત્યારે આવી અટકાયતને બાબતને હેબિયસ કોર્પસ ગણવી જોઈએ.

🔶હેબિયસ કોર્પસની અરજીની સુનાવણી હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ નહીં પરંતુ ખંડપીઠ સમક્ષ થવી જોઈએ અને તે મજુબ હાઈકોર્ટના નિયમોમાં પણ ફેરફારો કરવા જોઈએ તેવો અભિપ્રાય ચીફ જસ્ટિસની ખંડપીઠે વ્યક્ત કર્યો છે. અને આ અંગે વહીવટી પાંખ જરૂરી પ્રક્રિયા હાથ ધરે તેવી ભલામણ કરી છે.

ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા હવે ગુજરાતી ભાષામાં મળશે


🔶ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

🔶ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકોની સરળતા અને લાભ માટે હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરને ગુજરાતી ભાષામાં હાઇ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશાનિર્દેશ આપ્યા છે.

🔶ગાંધીજ્યંતીના દિવસે આ સુવિધા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

🔶ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે, જ્યારે હાઈ કોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ

🔶તાજેતરમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં તેની તમામ કામગીરી બંધ કરી દીધી છે.
🔶વિદેશી નાણાં કાયદા અંગેના નિયમો તોડવાના આરોપમાં ભારત સરકારે તાજેતરમાં 10 સપ્ટેમ્બરે તેના બેંક ખાતાઓ ફ્રિજ કર્યા હતા.
🔶સંગઠને 100 થી વધુ કર્મચારીઓને કાઢી મુક્યા છે અને ભારતમાં તેની માનવ અધિકાર અભિયાન અને સંશોધન કામગીરી બંધ કરી દીધી છે.
🔶સરકારે વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ (એફસીઆરએ) 2010 હેઠળ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
🔘 એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ:-
🔶 સ્થાપના – વર્ષ 1961
🔶મુખ્ય મથક – લંડન, યુનાઇટેડ કિંગડમ
🔶જનરલ સેક્રેટરી – કુમિ નાયડુ

પરમાણુ મિસાઈલ ‘શોર્ય’નું પરીક્ષણ

🔶ભારતે પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઈલ શોર્યનું સફળ પરીક્ષણ કર્યું હતું.

🔶આ મિસાઈલની વિશિષ્ટતા એ છે કે તેની અસાધારણ ઝડપને કારણે એ સેટેલાઈટ ઇમેજિંગમાં પણ પકડાઈ શકે એમ નથી.

🔶મૂળભૂત રીતે તો મિસાઈલનું નામ કે-15 છે, પણ જમીન પરથી પ્રહાર કરી શકતા વર્ઝનને શૌર્ય નામ અપાયું છે.

🔶મિસાઈલની રેન્જ 700થી 1000 કિલોમીટર સુધીની છે અને 200થી 1000 કિલોગ્રામ સુધીનો દારૂગોળો લઈ જઈ શકે છે. 

🔶આ મિસાઈલ કલાકના 9 હજાર કિલોમીટર કરતા વધારે ઝડપે પ્રહાર કરી શકે છે. એ ઝડપે તેને રોકવી, ટ્રેક કરવી કે તેના રસ્તામાં કોઈ વિઘ્ન ઉભું કરવું લગભગ અસંભવ છે.

🔶સરફેસ ટુ સરફેસ એટલે કે સપાટી પરથી સપાટી પર પ્રહાર કરી શકતી મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના કાંઠે આવેલા કલામ ટાપુ ખાતે કરવામાં આવ્યું હતું.

🔶10 મિટરની લંબાઈ ધરાવતી આ મિસાઈલનો વ્યાસ 74 સેન્ટિમિટર છે, જ્યારે વજન સવા છ ટન જેટલું છે. 

🔶જગતના સર્વોત્તમ દસ મિસાઈલમાં તેનો સમાવેશ થાય છે.  આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા જ તૈયાર કરાઈ છે.

🔶જમીન સમુદ્રમાંથી અને જમીન પર ટ્રક જેવા મૂવેબલ લોન્ચિંગ પ્લેટફોર્મ પરથી લોન્ચ થઈ શકે છે.


કોલકાતામાં ભારતીય કોસ્ટગાર્ડનો જહાજ વેસેલ કનકલતા બરુઆ કાર્યરત થયું 

🔶ભારતીય કોસ્ટગાર્ડના જહાજ કનકલતા બરુઆને કોલકાતામાં તૈનાત કરવામાં આવ્યો છે.

🔶ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) લિમિટેડ દ્વારા નિર્મિત ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) શ્રેણીમાં તે પાંચમો અને અંતિમ જહાજ છે.

🔶ભારતીય તટ રક્ષક જહાજ વેસેલ કનકલતા બરુઆનું નામ એક યુવાન સ્વાતંત્ર્ય સેનાનીના નામ પર રાખવામાં આવ્યું હતું, જેમને ભારત છોડો આંદોલન દરમિયાન આસામમાં ગોળી વાગી હતી.

🔶FVP એ ઇન્સોર પેટ્રોલિંગ વહાણોનું એક સુધારાયેલ સંસ્કરણ છે જે રડારના સંશોધિત સંસ્કરણ સાથે છે, જે 34 નોટ્સ ઝડપ સુધી ચાલી શકે છે.

🔶GRSE દ્વારા આ કુલ 5 વહાણો ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા છે.

🔘કનકલતા ઉપરાંત અન્ય 4 નીચે મુજબ છે:-

🔶અન્ય ચાર ICGS પ્રિયદર્શિની (ઇન્દિરા ગાંધીના નામ પરથી)ICGS એની બેસન્ટICGS કમલા દેવી (કમલા દેવી ચટ્ટોપાધ્યાયના નામ પરથી) અને ICGS અમૃતા કૌર છે.

🔶આ જહાજો પેટ્રોલિંગ, દરિયાઇ દેખરેખ, એન્ટી-સ્મગલિંગ, એન્ટી-પોચીંગ ઓપરેશન અને મત્સ્યઉદ્યોગ સુરક્ષા અને બચાવ અને શોધ કામગીરી માટે પણ યોગ્ય છે.


દરરોજ કરંટ અફેર મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત કરતા રહેજો 

અમારી એપ્લિકેશન Download કરવા અહીં ક્લિક કરો 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel