Immy's Academy is a dedicated online platform for Gujarati learners, offering resources like daily and monthly current affairs, competitive exam materials (GPSC, GSSSB, etc.), and educational updates. It focuses on empowering students and job aspirants with study guides, past papers, and relevant news. Designed to support Gujarat-centric education, it emphasizes accessible and practical content for exam preparation.
Visit the website for more: www.immysacademy.online
નાસાએ કલ્પના ચાવલા કાર્ગો અવકાશયાન ISS પર મોકલ્યું.
નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ તેની અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાના નામ પરથી “SS Kalpana Chawla” નામનો નોર્થ્રોપ ગ્રુમૈન રિસપ્લાઈ સિગ્નસ અવકાશયાન અંતરિક્ષ માં લોન્ચ કર્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ (US) ના નાસાની વોલોપ્સ ફ્લાઇટ ફેસિલિટી ખાતે મીડ-એટલાન્ટિક રિજનલ સ્પેસપોર્ટ (MARS) થી એક એન્ટીરેસ રોકેટથી અવકાશયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ આવકાશયાન લગભગ 8,000 પાઉન્ડ વૈજ્ઞાનિક પરીક્ષણ, ટેકનોલોજી નિદર્શન, વ્યાપારી ઉત્પાદનો માટે અને અન્ય કાર્ગો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ને પહોંચાડવા માટે છે.
કલ્પના ચાવલા વિશે:
કલ્પના ચાવલા અવકાશમાં પહોંચનારી પહેલી ભારતીય મૂળની મહિલા હતી અને કોલમ્બિયા દુર્ઘટનામાં અવકાશયાનમાં મૃત્યુ પામેલા ક્રૂના સાત સભ્યોમાંથી એક હતી.
2003 માં પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરતી વખતે અવકાશયાન ક્રેશ થયું ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા.
નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનના સંચાલક: જિમ બ્રિડેન્સટાઈન.
NASA મુખ્ય મથક: વોશિંગ્ટન ડીસી, યુએસએ
વિષ્ણુ શિવરાજ પાંડિયન આંતરરાષ્ટ્રીય ઓનલાઇન શૂટિંગ ચેમ્પિયનશીપ જીત્યા
ભારતના વિષ્ણુ શિવરાજ પાંડિયનઆંતરરાષ્ટ્રીય ઓનલાઇન શૂટિંગ ચેમ્પિયનશીપની પાંચમી આવૃત્તિમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં વિજેતા થયા છે.
16 વર્ષિય વિષ્ણુએ 251.4 નો સ્કોર કરીને બે પોઇન્ટના સ્પષ્ટ અંતર સાથે ખિતાબ જીત્યો.
આમાં વિશ્વના 27માં નંબરના ખેલાડી ફ્રાન્સના એટીને જર્મન બીજા સ્થાને રહ્યા છે.
વિશ્વ અવકાશ સપ્તાહ (WSW): 4 થી 10 ઓક્ટોબર
WORLD SPACE WEEK
વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીના માનવ સ્થિતિની સુધારણા માટેના યોગદાનની ઉજવણી માટે દર વર્ષે 4 થી 10 ઓક્ટોબર સુધી વિશ્વ અવકાશ સપ્તાહ (WSW) ની ઉજવણી કરવામાં આવે છે.
2020 ની થીમ “સેટેલાઇટ ઈમ્પ્રુવ લાઈફ” છે.
વિશ્વ અવકાશ સપ્તાહ(world space week)નો ઇતિહાસ:
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 6 ડિસેમ્બર 1999 ના રોજ WSWની ઘોષણા કરવામાં આવી હતી.
આ તારીખોએ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ, સ્પુટનિક પ્રથમ, 4,ઓક્ટોબર, 1957 ના રોજ લોન્ચ થવા અને 10 ઓક્ટોબર 1967માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગ અંગેના રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો અંગે સંધિમાં પ્રવેશની ઘોષણા કરી હતી.
Right Livelihood Award 2020 ની જાહેરાત
Right Livelihood એવોર્ડ 2020: રાઇટ લાઈવલીહૂડ એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા રાઇટ લાઈવલીહૂડ એવોર્ડ 2020 ના ચાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે, જેને સ્ટોકહોમમાં વૈકલ્પિક નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે.
ચાર કાર્યકર્તાઓ
બેલારુસના એલેસ બાલીઆત્ઝકી,
ઇરાનની નસરીન સોતૌડેહ,
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના બ્રાયન સ્ટીવનસન
નિકારાગુઆના લોટ્ટી કનિંગહામવ્રેનને
સમાનતા, લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતામાં ફાળો આપવા બદલ 2020 પુરસ્કાર આપવામાં આવ્યો.
મહત્વપૂર્ણ મુદ્દો:
એલેસ બાલીઆત્ઝકી અને નસરીન સોતૌડેહને અનુક્રમે બેલારુસમાં લોકશાહીની સ્થાપના અને ઈરાનમાં માનવાધિકાર માટેના યોગદાન માટે પુરસ્કાર એનાયત કરાયા હતા.
યુ.એસ.નાગરિક અધિકારના વકીલ બ્રાયન સ્ટીવનસનને ગુનાહિત ન્યાય પ્રણાલીમાં સુધારા કરવા અને યુ.એસ.માં વંશીય સમાધાનને આગળ વધારવાના પ્રયત્નો બદલ આ એવોર્ડ મળ્યો હતો.સ્
વદેશી જમીન અને સમુદાયોના શોષણથી બચાવવા માટેના યોગદાન બદલ લોટી કનિંગહામ વ્રેનને એવોર્ડ મળ્યો હતો.
પુડુચેરી એરપોર્ટ AAIનું પ્રથમ 100% સોલર પાવર એરપોર્ટ બન્યું
પુડ્ડુચેરી એરપોર્ટ, એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)નું પહેલું વિમાનમથક બન્યું છે જે સંપૂર્ણ સોલર એનર્જીથી સંચાલિત હશે.
2 ઓક્ટોબર 2020 માં 500KWp જમીન પર સ્થાપિત સોલાર પાવર પ્લાન્ટ શરૂ થયો.
આ પ્લાન્ટની અંદાજીત કિંમત 2.8 કરોડ રૂપિયા છે.
સંપૂર્ણપણે વિદ્યુત-તટસ્થ હોવાને સાથે, પુડુચેરી એરપોર્ટ સોલર પાવર પ્લાન્ટ દ્વારા તેની સંપૂર્ણ વીજ જરૂરિયાત પૂરી કરી શકશે.
પુડુચેરી (UT) લેફ્ટનન્ટ ગવર્નર: ડો. કિરણ બેદી.
પુડુચેરીના મુખ્યમંત્રી: વી. નારાયણસામી
સિક્કિમની પ્રખ્યાત મરચું “ડલે ખુર્સાની” ને GI ટેગ મળ્યો
સિક્કિમની લાલ ચેરી મરચી જેને સ્થાનિક રીતે “ડલે ખુર્સાની” (Dalle Khursani ) તરીકે ઓળખવામાં આવે છે, તેને કેન્દ્રીય ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર દ્વારા ભૌગોલિક સંકેત (geographical indication Tag) પ્રાપ્ત થયું છે.
તે વિશ્વના તીખા મરચાંમાંથી એક માનવામાં આવે છે. Dalle Khursani હાલમાં સ્થાનિક બજારમાં આશરે 480 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
સિક્કિમ વતી ઉત્તર પૂર્વીય પ્રાદેશિક કૃષિ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (Neramac) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે “Dalle Khursani”ને ભારત સરકારની GI રજિસ્ટ્રીમાં શામેલ કરવામાં આવી છે.
સિક્કિમના મુખ્યમંત્રી: પી.એસ. ગોલે.
સિક્કિમના રાજ્યપાલ: ગંગા પ્રસાદ.
દુબઈમાં વિશ્વનો સૌથી મોટો ફુવારો બનશે
વિશ્વનો સૌથી મોટો ફુવારો બનાવીને દુબઈએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તૈયારી કરી લીધી છે.
બાવીસમી ઓક્ટોબરે આ ફુવારો બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.
દુબઇની લાઇફસ્ટાઇલ અને ડાઇનિંગ ડેસ્ટિનેશન પોઇન્ટે ખાતે આ ફુવારો બનાવવામાં આવશે જે 14,000 ચો. ફૂટ વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેનું સુપર શૂટર 105 મીટર ઊંચુ હશે અને તેમાં 3,000થી વધુ એલઇડી લાઇટ્સ હશે.
🔶પોઇન્ટે ખાતે આ ફુવારો તૈયાર થયા બાદ ત્યાં ગ્રાહકો, પર્યટકો, પાલ્મ જુમૈરાહના રહેવાસીઓ મોટા પ્રમાણમાં આવવાની આશા છે.
ગુજરાત ભ્રષ્ટાચારમાં સાતમાં ક્રમે
એન્ટી કરપ્શન બ્યૂરો (એ.સી.બી.)એ વર્ષ 2019માં ગુજરાત રાજ્ય સરકારના જુદા જુદા વિભાગમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દૂર ઉપોયગ બદલ વર્ષ 2019માં કુલ 255 કેસ નોંધ્યા છે.
રિપોર્ટ મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર મામલે ગુજરાત દેશમાં સાતમાં નંબરે છે. ગુજરાતના છેલ્લા બે વર્ષમાં જ લોકાયુક્ત-તકેદારી પંચ એ.સી.બી. સમક્ષ 588 ફરિયાદો નોંધાઈ છે.
ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મામલે મહારાષ્ટ્ર રાજ્ય દેશમા મોખરે છે.
રિપોર્ટ મુજબ નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભ્રષ્ટાચારની એકપણ ફરિયાદ નોંધાઈ નથી.
આ ઉપરાંત ત્રિપુરા, ગોવા અને અરૂણાચલ પ્રદેશમાં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું જાણવા મળ્યું છે.
2019માં ભ્રષ્ટાચારની સૌથી વધુ ફરિયાદ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્ર- 891 રાજસ્થાન- 424 તામિલનાડુ- 418 કર્ણાટક- 379 ઓડિશા- 353 મધ્યપ્રદેશ- 318 ગુજરાત- 255 તેલંગાણા- 177 પંજાબ- 169 ઉત્તર પ્રદેશ- 134
રૉજર પેનરોજ, રેનહાર્ડ ગેંજેલ અને એંડ્રિયા ગેજને ફિજિક્સનું નોબેલ એનાયત
તાજેતરમાં ફિજિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્રના નોબેલની જાહેરાત કરવામાં આવી.
આ વર્ષે ફિજિકિસનું નોબેલ રૉજર પેનરોજ, રેનહાર્ડ ગેંજેલ અને એંડ્રિયા ગેજને આપવામાં આવ્યું છે.
જે પુરસ્કાર રાશિ મળશે તેના બે અડધા અડધા ભાગ કરવામાં આવશે. જેમાંથી અડધો ભાગ રૉજર પેનરોજને મળશે જ્યારે બાકીના અડધો ભાગ રેનહાર્ડ ગેંજેલ અને એંડ્રિયા ગેજને પવામાં આવશે.
રૉજર પેનરોજને તેના બેલ્ક હોલ અંગેના સંશોધન માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે બ્લેક હોલ ફોર્મેશન વડે જનરલ થિયરી ઓફ રિલિટિવિટી અંગેનું અનુમાન લગાવી શકાય છે.
જયારે રેનહાર્ડ ગેંજેલ અને એંડ્રિયા ગેજને આપણી ગેલેક્સીના કેન્દ્રમાં રહેલા વિશાળ દ્રવ્યમાનના કોમ્પૈક્ટ ઓબજેક્ટની શોધ કરી હતી.
રેનહાર્ડ ગેંજેલ અને એંડ્રિયા ગેજને દુનિયાના સૌથી વિશાળ અને તાકાતવર દૂરબીનોનો ઉપયોગ કરીને આપણી આકાશગંગાના કેન્દ્રમાં રહેલા ગેસ અને ધૂળના વાદળોને પાર જોઇ શકવાની પદ્ધતિનો વિકાસ કર્યો છે. જેના કારણે બ્લેક હોલનું અત્યાર સુધીનું સૌથી ઠોસ પ્રમાણ પણ મળ્યું છે.
ગયા વર્ષે કેનેડાના કોસ્મૉલોજિસ્ટ જેમ્સ પીબલ્સને ફિજિક્સનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમણે બિગ બેન્ગની ઘટના બાદની થિયરી રજૂ કરી છે.
નોબેલ પુરસ્કાર: તે આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ (10 ડિસેમ્બર) પર દર વર્ષે આપવામાં આવે છે. નોબેલ પારિતોષિકો એ વિશ્વમાં બૌદ્ધિક સિદ્ધિ માટે આપવામાં આવતા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. તે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા મેડિસિન, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિના ક્ષેત્રોમાં એનાયત થાય છે. નોબેલ પુરષ્કાર સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા.(1913)
ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ લોકાર્પણ કર્યું છે.
આ કાર્યક્રમ આગામી 8 ઓક્ટોબરથી પ્રથમ તબક્કામાં રાજ્યના 2700 ગામડાઓને આવરી લેવામાં આવશે.
આ ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે.
જેમાં રાશન કાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ, વગેરે ગામમાં જ મળશે તેના માટે એફિડેવિટ પણ તલાટી જ કાઢી શકશે.
સરરકારે સેવા સેતુનો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારનો પ્રજાજનોને ડિજિટલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.
🔶પ્રથમ તબક્કામાં 167 તાલુકાના 2700 ગામડાનો સમાવેશ કરવામા આવશે.
ડિસેમ્બર મહિના સુધીમાં વધુ 8 હજાર ગ્રામપંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે.
અમારા કરંટ અફેર તમને કેવા લાગ્યા તે અમેને કમેંટ દ્વારા જણાવો.
દરરોજ કરંટ અફેર મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત કરતા રહેજો
0 Komentar
Post a Comment