પ્રધાનમંત્રીએ વિવિધ સેવાઓ શરૂ કરી
This is immy's Academy. Where Knowledge Is Free.
Hello & Welcome to Immy’s Academy
Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now.
🔶શ્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર શ્રદ્ધાસુમન અર્પણ કરશે, એકતા માટેની પ્રતિજ્ઞા લેવડાવશે અને આ પ્રસંગે એકતા દિવસની પરેડના સાક્ષી બનશે.
🔶પ્રધાનમંત્રી કેવડિયામાંથી વીડિયો કોન્ફન્સ મારફતે મસૂરી સ્થિત લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી અકાદમી (એલબીએસએનએએ)ના પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કરશે. આ વર્ષ 2019માં પહેલીવાર શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન કોર્સ આરંભનો ભાગ છે.
🔶કેવડિયાના સંકલિત વિકાસના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી અને 31મી ઓક્ટોબર, 2020ના રોજ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
🔶એમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા ક્રૂઝ સર્વિસને લીલી ઝંડી આપવી, એકતા મોલનું ઉદ્ઘાટન તથા ત્યાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન સામેલ છે. શ્રી નરેન્દ્ર મોદી યુનિટી ગ્લો ગાર્ડનમાં સંયુક્ત રાષ્ટ્રની તમામ ભાષાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટનું પણ લોકાર્પણ કરશે તથા કેવડિયા એપ લોંચ કરશે.
🔶પ્રધાનમંત્રી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને જોડતી સીપ્લેન સેવાનો પણ પ્રારંભ કરાવશે
🔘એકતા ક્રુઝ સર્વિસ
🔶એકતા ક્રૂઝ સર્વિસ દ્વારા કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીના 6 કિલોમીટરના અંતરમાં ફેરી બોટ સર્વિસ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના શ્રેષ્ઠ અને રોમાંચક નજારાને જોઈ શકે છે.
🔶આ 40 મિનિટની સફર એક બોટમાં થઈ શકશે, જેમાં એકસાથે 200 પેસેન્જર સવાર થઈ શકે છે.
🔶ન્યૂ ગોરા બ્રિજ ફેરી સર્વિસની કામગીરી માટે ખાસ બનાવવામાં આવ્યો છે.
🔶બોટિંગ ચેનલનું નિર્માણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓને બોટિંગ સેવા પ્રદાન કરવા થયું છે.
🔘એકતા મોલ
🔶આ મોલમાં ભારતની વિવિધતામાં એકતાનું દર્શન કરાવતી હસ્તકળા અને પરંપરાગત ચીજવસ્તુઓની વિવિધ રેન્જ પ્રદર્શિત થશે.
🔶આ મોલ 35000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.
🔶તેમાં 20 એમ્પોરિયા સામલે છે, જે ભારતના દરેક રાજ્યનું ચોક્કસ રીતે પ્રતિનિધિત્વ કરે છે જેનું નિર્માણ ફક્ત 110 દિવસમાં થયું છે.
🔶એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલ છે.
🔘ન્યૂટ્રિશન પાર્ક
🔶આ બાળકો માટે વિશ્વનો સૌપ્રથમ ટેકનોલોજી સંચાલિત ન્યૂટ્રિશન પાર્ક છે, જે 35000 ચોરસ ફૂટમાં પથરાયેલો છે.
🔶એક ન્યૂટ્રિ ટ્રેન પાર્કમાં ફરશે અને વિવિધ રોમાંચક થીમ આધારિત સ્ટેશન પર ઊભી રહેશે.
🔶આ સ્ટેશનના નામ ‘ફલ્શાકા ગ્રિહામ’, ‘પાયોનગરી’, ‘અન્નપૂર્ણા’, ‘પોષણ પુરાણ’ અને ‘સ્વસ્થ ભારતમ’ છે. આ મિરર મેઝ, 5ડી વર્ચ્યુઅલ રિયાલિટી થિયેટર અને ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ્સ જેવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પોષણ સંબંધમાં જાગૃતિ લાવશે.
🔘આરંભ
🔶આરંભ એક પહેલ છે, જેનો આશય અખિલ ભારતીય સેવા, ગ્રૂપ-એ કેન્દ્ર સરકારની સેવા અને વિદેશી સેવાના તાલીમી અધિકારીઓને એક સરખા ફાઉન્ડેશન કોર્સ (સીએફસી) માટે એકમંચ પર લાવવાનો છે.
🔶સીએફસી પાછળનો આશય સનદી અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆતથી જ વિભાગો અને સેવાઓની અગાઉથી ચાલી આવતી પરંપરાઓને તોડવાનો અને નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા નવો ચીલો ચાતરવાનો છે.
🔶આરંભનો ઉદ્દેશ સનદી અધિકારીઓને તમામ વિભાગો અને ક્ષેત્રોમાં પરિવર્તન માટે નેતૃત્વ લેવા અને શ્રેષ્ઠ કામ કરવા સક્ષમ બનાવવાનો છે.
🔶“આરંભ”ની શરૂઆત વર્ષ 2019માં 94મા ફાઉન્ડેશન કોર્સના ભાગરૂપે થઈ હતી, જેમાં 20 સેવાઓના તાલીમી અધિકારીઓ (ઓટી) ગુજરાતના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટમાં એક અઠવાડિયા લાંબા કાર્યક્રમમાં સહભાગી થાય છે.
🔶આ કાર્યક્રમના અંતે આદરણીય પ્રધાનમંત્રી સમક્ષ રજૂઆત થાય છે, પછી તેઓ તાલીમી અધિકારીઓને સંબોધિત કરે છે.
જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)
🔶વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે.જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે.
🔶આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે.
🔶જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
🔘યુનિટી ગ્લો ગાર્ડન
🔶પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન છે. જે આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે.
🔶3.61 એકરમાં પથરાયેલ આ વિશાળ ગાર્ડનમાં 2.41 લાખ LED લાઈટ, 31 ઝગમગતાં પ્રાણીઓ જેવા કે હરણ, અશ્વો, જિરાફ, ફ્લેમિંગો, હંસ, સસલાઓ વગેરે, 125 ઝળહળતા ફૂલો, 35 વૃક્ષો, 51 ઈન્ટરેક્ટિવ લાઈટીંગ એલીમેન્ટ્સ અને 4 ત્રિપરિમાણીય ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે.
🔘કેકટ્સ ગાર્ડન
🔶સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં પથરાયેલ ગાર્ડનમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અષ્ટકોણીય ડોમ આવેલ છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.
🔶જેમાં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
🔘એક્તા નર્સરી
🔶જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે.એકતા નર્સરી ‘‘એકતા હેન્ડીકાફ્રટ’’ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે.
🔶આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદીનું પ્રવાસીઓને ખાસ આકર્ષણ છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના ‘‘સેલ્ફ-હેલ્પ ગૃપ’’ થકી 311 કુટુંબોને આર્થિક લાભ મળે છે.
🔘ખલવાણી ઈકો-ટુરિઝમ
🔶પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ સ્થળ છે.
🔶ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે.
🔶આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે.જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે.
🔶અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગૃપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે.
🔶એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. 4.5 કિ.મી. લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.
🔘આરોગ્ય વન
🔶માનવિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે.આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે.
🔶આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં, આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.
🔘ગરૂડેશ્વર વિયર
સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચે વાસમાં આવે છે.ગરૂડેશ્વર વિયરની લંબાઈ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ- 1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો.જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
🔘નવો ગોરા બ્રીજ
ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વીયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્ય ભાગની લંબાઈ 920 મીટર છે અને એપ્રોચીઝની લંબાઈ 1.6 કિ.મી. છે.આ બ્રીજમાં વાહનોની સરળતાથી અવરજવર માટે ચાર લેન કરવામાં આવેલ છે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી 6.30 કિ.મી. નીચે વાસમાં છે.આ બ્રીજ કેવડિયાથી રાજપીપળા રસ્તાને જોડે છે.
દરરોજ કરંટ અફેર મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત કરતા રહેજો
0 Komentar
Post a Comment