જો બિડેન વિશે જાણો.
This is immy's Academy. Where Knowledge Is Free.
Hello & Welcome to Immy’s Academy
Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now.
🔶વ્હાઇટ હાઉસનું નેતૃત્વ ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનનાં હાથમાં જશે તે હવે નક્કી છે.
🔶બિડેને પેન્સિલવેનિયાના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને પેન્સિલવેનિયા પોતાના નામે કરી લીધું છે. આ સાથે જ, તેમને જરૂરી 270 ઇલેક્ટોરલ વોટ મળી ગયા છે.

🔘જો બિડેન –
🔶જો બિડેનનું પૂરું નામ જોસેફ રોબનેટ બિડેન જુનિયર છે. તેમનો જન્મ 20 નવેમ્બર, 1942 ના રોજ પેન્સિલ્વેનિયા રાજ્યના સ્ક્રૈંટનમાં થયો હતો.
🔶તેના પિતા કેથોલિક આઇરિશ મૂળના હતા. જેમનું નામ જોસેફ રોબનેટ બિડેન હતું, જ્યારે માતાનું નામ કેથરિન યુજીન ફિનનેગન હતું.
🔶જો બિડેનનાં કુલ ત્રણ ભાઈઓ અને એક બહેન છે. જેમાં તે સૌથી મોટા છે. બિડેનના પિતાની આર્થિક સ્થિતિ પહેલા સારી નહોતી. બાદમાં, જ્યારે તેમના પિતા કાર સેલ્સમેન બન્યા, ત્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ બદલાઈ ગઈ.
🔘શિક્ષણ –
🔶જો બિડેને પોતાનું શિક્ષણ ક્લેમોન્ટમાં આર્ચર એકેડેમીમાં મેળવ્યું. ત્યાની ફૂટબોલ ટીમમાં પણ ખૂબ સક્રિય રહ્યા હતાં. આર્થિક રીતે ગરીબ હોવા છતાં પણ તે જન્મજાત નેતા હતા. તેથી તે અભ્યાસ દરમિયાન પણ જુનિયર અને સિનિયર ક્લાસેજમાં ક્લાસ પ્રેસિડેન્ટ રહ્યા. બિડેને તેમનું ઉચ્ચ શિક્ષણ ડેલાવેયર યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે. તેમણે આ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયા હતાં.

🔘 રાજકીય સફર
🔶જો બિડેન 1972 માં પ્રથમ ડેમોક્રેટિક પાર્ટી વતી ડેલાવેયરથી સૌ પ્રથમ વખત સેનેટર તરીકે ચૂંટાયા હતા. અહીંથી જ તેમની રાજકીય કારકીર્દિની શરૂઆત થઈ. આ ચૂંટણીમાં તેમણે રિપબ્લિકન પાર્ટીનાં દિગ્ગજ નેતા જેમ્સ કાલેબ બોગ્સને પરાજિત કર્યા. તે સમયે બોગ્સને પડકારવા માટે ડેમોક્રેટિક પાર્ટીને કોઈ ઉમેદવાર મળી રહ્યો ન હતો. તેથી, પાર્ટીએ યુવા શિખાઉ રાજકારણી જો બીડેનને ટિકિટ આપી.

🔘લગ્ન જીવન-
🔶બિડેને બે લગ્ન કર્યા છે. તેમણે પ્રથમ 27 ઓગસ્ટ, 1966 ના રોજ સિલિયાકસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની નેલિયા હન્ટરની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમારોહ ન્યૂ યોર્કના સ્નાઇટલ્સમાં આવેલા કેથેલિક ચર્ચમાં યોજાયા હતા. આ લગ્નથી જો બિડેનને ત્રણ બાળકો થયા. ડિસેમ્બર 18, 1972 માં, બિડેનની પત્ની અને તેમની સાથેની પુત્રીનું ડેલાવેયરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. બિડેને તેની પ્રથમ પત્નીના મૃત્યુ પછી 1977માં જીલ ટ્રેસી બાદ જૈકબ્સ સાથે લગ્ન કર્યા હતા.

🔘અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા
🔶અમેરિકાની સેનેટનાં પ્રતિનિધિ તરીકે 35 વર્ષ વિતાવ્યા પછી, જો બિડેનની ગણતરી ડેમોક્રેટિક પાર્ટીના સૌથી સફળ અને શક્તિશાળી નેતાઓમાં થવા લાગી. 2008ની રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે તેમણે ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો હતો. જો કે, બાદમાં તેંમણે પોતાનું નામ પ્રાયમરીમાંથી પાછું ખેંચી લીધું અને ફરીથી સેનેટરમાં ચૂંટાયા. જ્યારે પક્ષે આ ચૂંટણીમાં બરાક ઓબામાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેઓએ તેમના રનિંગ મેટ અને ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જો બિડેનને પસંદ કર્યા હતા.
🔶2012 માં, પાર્ટીએ ફરીથી ઓબામા અને બિડેનની જોડીને મેદાનમાં ઉતાર્યા. જેમાં તે ફરીથી જીત્યા અને તે ફરીથી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા.
દરરોજ કરંટ અફેર મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત કરતા રહેજો
અમારી એપ્લિકેશન Download કરવા અહીં ક્લિક કરો

0 Komentar
Post a Comment