આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ
પ્રધાનમંત્રી આવકવેરા અપીલ ટ્રિબ્યુનલની કટક બેંચના ઓફિસ તથા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે
🔶પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ કટક ખાતે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (આઇટીએટી) ના અત્યાધુનિક ઓફિસ તથા રહેણાંક સંકુલનું ઉદ્ઘાટન કરશે.
🔶આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી, ઓડિસાના મુખ્યમંત્રી, મુખ્ય ન્યાયાધીશ અને ઓરિસ્સા હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે.
🔶આ પ્રસંગે, આઇટીએટી પર ઇ-કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
🔘ઇન્કમટેક્સ અપીલ ટ્રિબ્યુનલ
🔶ઇન્કમટેક્સ અપીલ ટ્રિબ્યુનલ, જેને આઇટીએટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સીધા કરના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વૈધાનિક સંસ્થા છે અને હકીકતના તારણો પર તેના આદેશને અંતિમ તરીકે સ્વીકારવામાં આવે છે.
🔶જેની અધ્યક્ષતા હાલમાં ઝારખંડની હાઇકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી પી.પી. ભટ્ટ કરી રહ્યા છે.
🔶આઇટીએટી એ 25મી જાન્યુઆરી, 1941ના રોજ બનાવવામાં આવેલું પ્રથમ ટ્રિબ્યુનલ હતું અને તેને 'મધર ટ્રિબ્યુનલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
🔶વર્ષ 1941માં ત્રણ દિલ્હી, બોમ્બે અને કલકત્તા ખાતે બેંચથી શરૂ કરેલું જે હવે 63 બેંચ અને ભારતના ત્રીસ શહેરોમાં ફેલાયેલી બે સર્કિટ બેંચમાં પહોંચી ગઈ છે.
🔶આઇટીએટીની કટક બેંચ 23 મે, 1970માં તેની રચના થઈ ત્યારથી કાર્યરત છે. કટક બેંચનો અધિકારક્ષેત્ર આખા ઓડિશા સુધી વિસ્તરિત છે. તે 50 વર્ષથી વધુ સમયથી ભાડાના મકાનમાં કાર્યરત હતી. આઇટીએટી, કટકનું નવું બનેલુ ઓફિસ તથા રહેણાંક સંકુલ વર્ષ 2015માં ઓડિશા રાજ્ય સરકારે વિના મૂલ્યે ફાળવેલ 1.60 એકર જમીન પર ફેલાયેલ છે. ઓફિસ સંકુલના કુલ 1938 ચો.મીટર બિલ્ટ-અપ ક્ષેત્રમાં 3થી વધુ માળ, સાથે વિશાળ કોર્ટ રૂમ, અતિ આધુનિક રેકોર્ડ રૂમ, બેંચના સભ્યો માટે સુસજ્જ ચેમ્બર, પુસ્તકાલય, સજ્જ આધુનિક કોન્ફરન્સ હોલ, મુકદ્દમા માટે પૂરતી જગ્યા અને વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે બાર રૂમ વગેરેનો સમાવેશ થાય છે.
દરરોજ કરંટ અફેર મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત કરતા રહેજો
અમારી એપ્લિકેશન Download કરવા અહીં ક્લિક કરો
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair
0 Komentar
Post a Comment