4 February 2021 Gujarati Current Affairs
4 ફેબ્રુઆરી 2021 કરંટ અફેર્સ
વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)
- દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે
- વિશ્વ કેન્સર દિવસ Union for International Cancer Control- (UICC)ની એક પહેલ છે.
- 4 ફેબ્રુઆરી, 2000 ના રોજ પેરિસમાં World Summit Against Cancer for the New Millennium મા વર્લ્ડ કેન્સર ડેની શરૂઆત થઈ હતી.
- પેરિસ ચાર્ટરનો હેતુ સંશોધનને પ્રોત્સાહન આપવું, કેન્સરને અટકાવવુ, દર્દીની સંભાળ સેવાઓ સુધારવી, જાગૃતિ લાવવી, કેન્સર નિવારણ માટે વૈશ્વિક સમુદાયને એકત્રિત કરવા અને વિશ્વ કેન્સર દિવસ અપનાવવાનો છે.
- 21 મો વર્લ્ડ કેન્સર ડે વર્ષ 2021 માં ઉજવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે તેની થીમ 'આઈ એમ આઈ વિલ' છે.
- વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય આ રોગ સામેની કાર્યવાહી અંગે વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓને જાગૃત કરીને કેન્સરથી થતાં મૃત્યુને ઘટાડવાનો છે.
- 2 ફેબ્રુઆરી 2021 ના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે ચેન્નાઈમાં 'સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ' (CWCM) નામનું ભારતનું પ્રથમ વેટલેન્ડ્સના રક્ષણ માટે સમર્પિત કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે.
- આ વિશિષ્ટ સંસ્થા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળના નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ (NCSCM) નો ભાગ છે.
- આ સમર્પિત કેન્દ્ર (CWCM) વેટલેન્ડ્સને લગતી ચોક્કસ સંશોધન જરૂરિયાતો અને તેનાથી સંબંધિત જ્ઞાન અને માહિતીના અભાવને ધ્યાનમાં લેશે, અને વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંચાલન માટે એક સંકલિત અભિગમ અપનાવવામાં મદદ કરશે.
- સેન્ટર ફોર વેટલેન્ડ કન્સર્વેઝન એન્ડ મેનેજમેન્ટ રાષ્ટ્રીય અને રાજ્ય સરકારોને દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે નીતિ અને નિયમનકારી માળખા, સંચાલન યોજનાઓ અને લક્ષ્યાંકિત સંશોધન ડિઝાઇન અને અમલમાં મદદ કરશે.
- તે વેટલેન્ડ સંશોધનકારો, નીતિ નિર્માતાઓ, સંચાલકો અને વપરાશકર્તાઓ માટે જ્ઞાન કેન્દ્ર તરીકે કાર્ય કરશે.
- વેટલેન્ડ્સ એવા ક્ષેત્ર છે જ્યાં પુષ્કળ ભેજ હોય છે અને તેના ઘણા ફાયદા છે.
- વેટલેન્ડ્સ પાણીને પ્રદૂષણ મુક્ત બનાવે છે. વેટલેન્ડ એ એક એવું ક્ષેત્ર છે જે આખા વર્ષ દરમિયાન આંશિક અથવા સંપૂર્ણપણે પાણીથી ભરેલું હોય છે.
- દેશમાં એવા 42 સ્થળો છે જેને 'વેટલેન્ડઝ ઓફ ઈન્ટરનેશનલ ઇમ્પોર્ટટન્સ' અથવા રામસાર સાઇટ્સ તરીકે નામિત કરવામાં આવ્યા છે.
- ભારતીય મૂળના ભવ્યા લાલની યુએસ સ્પેસ એજન્સી નાસાના કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- આ સંદર્ભમાં પ્રકાશિત સત્તાવાર માહિતી મુજબ, ભવ્યા લાલને એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો બહોળો અનુભવ છે.
- અવકાશ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેઓ આંતરરાષ્ટ્રીય એરોનોટિકલ એકેડેમીના સભ્ય પણ ચૂંટાયા છે.
- નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભવ્યાલાલે વર્ષ 2005 થી 2020 સુધીમાં સંરક્ષણ વિશ્લેષણ સંસ્થા (IDA) ના વિજ્ઞાન અને ટેક્નોલોજી નીતિ સંસ્થા (STPI) માં સંશોધન સભ્ય તરીકે કામ કર્યું છે.
- તેમણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માંથી પરમાણુ ઇજનેરીમાં માસ્ટર ડિગ્રી ઉપરાંત ટેક્નોલોજી અને નીતિમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
- નાસા એ યુનાઇટેડ સ્ટેટ્સની સંઘીય સરકારની વહીવટી શાખાની સ્વતંત્ર એજન્સી છે જે નાગરિક અંતરિક્ષ કાર્યક્રમ તેમજ એરોનોટિક્સ અને અવકાશ સંશોધન માટે જવાબદાર છે.
- તેની સ્થાપના વર્ષ 1958 માં થઈ હતી. નાસાનું મુખ્ય મથક વોશિંગ્ટન, ડીસી (યુએસ) માં સ્થિત છે.
- નાસાએ 1961 ની શરૂઆતમાં જ મનુષ્યને અવકાશમાં લઈ જવાનો પ્રયાસ શરૂ કર્યો. આઠ વર્ષ પછી, 20 જુલાઈ, 1969 ના રોજ, નીલ આર્મસ્ટ્રોંગ એપોલો 11 મિશન હેઠળ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માણસ બન્યો.
આદિ મહોત્સવ
- ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ 01 ફેબ્રુઆરી 2021 ના રોજ નવી દિલ્હીના દિલ્હી હાટમાં રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ 'આદિ મહોત્સવ'નું ઉદઘાટન કર્યું હતું.
- આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ ભારતીય જનજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ એસોસિએશન (ટ્રાઇફેડ) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- 2021 ના 1-5 ફેબ્રુઆરી દરમિયાન આદિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
- 'આદિ મહોત્સવ' એ આદિજાતિની સંસ્કૃતિ, હસ્તકલા, ખોરાક અને વાણિજ્યની ભાવનાનો ઉજવણી છે, જે વર્ષ 2017 માં શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે સફળતાપૂર્વક તેનું આયોજન કરવામાં આવે છે.
- આ મહોત્સવ દેશભરમાં એક સ્થળે આદિવાસીઓની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની અને સામાન્ય લોકોને ઓળખવાની તક પૂરી પાડે છે.
- આ મહોત્સવ દરમિયાન, આદિજાતિ કળા અને હસ્તકલા, દવા અને સારવાર, ખોરાક અને લોક કળા પ્રદર્શિત અને વેચવામાં આવશે.
- દેશના 20 થી વધુ રાજ્યોના 1000 જેટલા આદિજાતિ કારીગરો અને કલાકારો ભાગ લેશે અને તેમની સમૃદ્ધ પરંપરાગત સંસ્કૃતિની ઝલક આપશે.
- દેશની કુલ વસતીમાં કુલ 8 ટકાથી વધુ જનજાતિઓ અસ્તિત્વમાં છે, તેમ છતાં તેઓ સમાજના વંચિત વર્ગમાં સમાવિષ્ટ છે. કુદરતી સાદગીથી પ્રેરિત, તેની રચનાઓમાં અનંત અપીલ છે.
વઘઈ-બીલીમોરા હેરિટેજ લાઇન
- તાજેતરમાં પશ્ચિમ રેલ્વેએ ગુજરાતમાં વઘઇ-બીલીમોરા વચ્ચે 107 વર્ષ જુની નેરો ગેજ હેરિટેજ ટ્રેન સહિત ત્રણ ટ્રેનોની સેવાઓ કાયમી ધોરણે સ્થગિત / રદ કરવાનો નિર્ણય લીધો છે.
- અન્ય બે નેરો ગેજ ટ્રેનો મિયાગામ-ચોરંડા-માલસર અને ચોરંડા જંકશન-મોતી કરાલ વચ્ચે દોડે છે.
- રેલ્વે પરિવહનમાંનો ટ્રેક ગેજ રેલ્વે ટ્રેક વચ્ચેનું અંતર દર્શાવે છે.
પૃષ્ઠભૂમિ:
- આ અગાઉ કેંદ્ર રેલ્વે મંત્રાલયે પશ્ચિમ રેલ્વેને એક પત્ર જારી કર્યો હતો, જેમાં 11 "બિન-લાભકારી શાખા લાઇન" અને પશ્ચિમ રેલ્વેના નેરો ગેજ વિભાગને (ગુજરાતની ત્રણ નેરો ગેજ લાઇનો સહિત) સ્થાયી રૂપથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
વઘઈ-બીલીમોરા રેલ વિશે:
- આ ટ્રેન વર્ષ 1913 માં શરૂ થઈ હતી અને તે ગાયકવાડ વંશનું પ્રતીક હતું, જેણે વડોદરા રજવાડા પર શાસન કર્યું હતું.
- આ ટ્રેન દ્વારા આંતરિક વિસ્તારોના આદિવાસી લોકો નિયમિત મુસાફરી કરતા હતા. આ ટ્રેન કુલ 63 કિલોમીટરના અંતરને આવરે છે.
- ગાયકવાડ શાસકોના આગ્રહથી બ્રિટિશરોએ આ વિસ્તારમાં રેલ્વે પાટા નાખ્યાં હતાં અને સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની માલિકીની 'ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે' (GBSR) દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.
- ગાયકવાડ વંશનો શાસન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતના મહેસાણા અને દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા સુધી વિસ્તરિત હતો.
- ગાયકવાડ રાજવંશના સ્થાપક દામાજી પ્રથમ હતા જે વર્ષ 1740 માં સત્તા પર આવ્યા હતા. છેલ્લે ગાયકવાડ શાસક સયાજીરાવ ત્રીજા હતા જેનું વર્ષ 1939 માં અવસાન થયું હતું.
- શરૂઆતમાં આ ટ્રેન લગભગ 24 વર્ષ સ્ટીમ એન્જિન દ્વારા ચલાવવામાં આવતી હતી, જેને વર્ષ 1937 માં ડીઝલ એન્જિન દ્વારા બદલી કરવામાં આવ્યું હતું.
- 1994 માં, મૂળ સ્ટીમ એન્જિન મુંબઈના ચર્ચ ગેટ હેરિટેજ ગેલેરીમાં પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું.
- આ રેલ્વે સેવા 1951 માં બોમ્બે, બરોડા અને મધ્ય ભારત રેલ્વે અને સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર સ્ટેટ રેલ્વેના જોડાણ પછી પશ્ચિમ રેલ્વેના અસ્તિત્વમાં આવ્યાના ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી.
- 63-કિલોમીટર વઘઇ-બીલીમોરા માર્ગ અને 19-કિ.મી. ચોરંડા-મોતી કરાલ માર્ગ એ પાંચ માર્ગોમાં સામેલ છે, જેને ભારતીય રેલ્વે દ્વારા 2018 માં "ઔદ્યોગિક વારસા" તરીકે સંરક્ષિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આજના કરંટ અફેરની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ
0 Komentar
Post a Comment