Search Now

6 February 2021 Gujarati Current Affairs

6 ફેબ્રુઆરી 2021 કરંટ અફેર્સ 



ક્રિસ્ટોફર પ્લમરનું  91 વર્ષની ઉંમરે નિધન 

  • ઓસ્કાર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું  91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેઓ કેનેડાના હતા.
  • 50 વર્ષથી લાંબી ફિલ્મી યાત્રા નક્કી કરનાર ક્રિસ્ટોરફર પ્લમરે અનેક યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
  • એક ઓસ્કાર એવોર્ડ, બે ટોની એવોર્ડ અને બે એમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂકેલા ક્રિસ્ટોફર પ્લમરના ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક માટે ખુબ જ વખાણ થયા હતા. 
  • ફિલ્મી દુનિયામમાં બેસ્ટ મ્યૂઝિકલ ફિલ્મ ગણાતી આ ફિલ્મમાં ક્રિસ્ટોફરે Captain von Trappની ભૂમિકા ભજવી હતી. 
  • તે ઉપરાંત વર્ષ 2012માં ફિલ્મ Beginners માટે એક્ટરને 82 વર્ષની ઉંમરમાં સપોર્ટિંગ એક્ટરમાં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.. 
  • તે સમયે તેઓ એકેડમી એવોર્ડ મેળવનાર સૌથી વધારે ઉંમરવાળા અભિનેતા બન્યા હતા


પેપાલ (PayPal) 1 એપ્રિલથી ભારતમાં સ્થાનિક પેમેન્ટ સર્વિસ બંધ કરશે

  •  કેલિફોર્નિયા સ્થિત વૈશ્વિક ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ પેપાલે જાહેરાત કરી છે કે કંપનીએ 1 એપ્રિલ, 2021 થી ભારતમાં તેની સ્થાનિક ચુકવણી સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.  
  • કંપની પોતાનું ધ્યાન ક્રોસ બોર્ડર પેમેન્ટ બિઝનેસમાં કેન્દ્રિત કરવા માંગે છે તેથી આ નિર્ણય લેવાયો છે. 
  • જો કે, વૈશ્વિક ગ્રાહકો પેપાલનો ઉપયોગ કરીને ભારતીય વેપારીઓને ચૂકવણી કરી શકશે.  
  • પેપાલ એ મુસાફરી અને ટિકિટિંગ સર્વિસ MakeMyTrip, ઓનલાઇન મૂવી બુકિંગ એપ્લિકેશન BookMyShow અને ફૂડ ડિલીવરી એપ્લિકેશન Swiggy જેવી કેટલીક ભારતીય ઓનલાઇન એપ્લિકેશનો પર ચુકવણીનો વિકલ્પ હતો.

પેપાલની સ્થાપના: ડિસેમ્બર 1998, પાલો અલ્ટો, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ.
પેપાલ સીઈઓ: ડેન શુલમેન.

પ્રધાનમંત્રીએ 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કર્યુ 

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કર્યું. 
  • તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કર્યું.
  • આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ તથા ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશો અને ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. 
  • આ કાર્યક્રમમાં  ગુજરાતના કાયદા મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.
  • ગુજરાત હાઇકોર્ટની કામગીરીની પ્રશંશા કરતા વડાપ્રધાન મોદીએ (PM Modi)  કહ્યું કે, કોરોના લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ શરૂઆત કરી હતી અને બાદમાં તેનું યૂ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરનારી દેશની પ્રથમ હાઇકોર્ટ બની હતી. વડાપ્રધાન મોદીએ (PM Modi)  કહ્યું કે, ગુજરાતમાં ઇવનિંગ કોર્ટની પણ શરૂઆત કરી હતી. આટલું જ નહીં, કોવિડ મહામારીના સમયમાં ઈ-લોક અદાલત યોજી ન્યુ નોર્મલનો ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  • ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીમાં ઈ-મેઈલ માય કેસ સ્ટેટ્સ, ઈ-ફાઈલિંગ જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ 



ગ્રાહક કલ્યાણ નિધિ (Consumer Welfare Fund)

  • તાજેતરમાં, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગ્રાહક કલ્યાણ નિધિ (Consumer Welfare Fund- CWF) વિશે સંસદને માહિતી આપી છે.
ગ્રાહક કલ્યાણ ભંડોળ
  • તેની સ્થાપના સેન્ટ્રલ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (CGST) એક્ટ, 2017 હેઠળ કરવામાં આવી હતી. વર્ષ1992 ના ગ્રાહક કલ્યાણ ભંડોળના નિયમોને CGST નિયમો, 2017 હેઠળ શામેલ કરવામાં આવ્યા છે.
  • આ ભંડોળ મહેસૂલ વિભાગ (નાણાં મંત્રાલય) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે અને ગ્રાહક બાબતોના વિભાગ (ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય) દ્વારા ચલાવવામાં આવે છે.
ઉદ્દેશ્ય: ગ્રાહકોના કલ્યાણને પ્રોત્સાહન આપવુ અને તેમનું રક્ષણ કરવુ. આના કેટલાક ઉદાહરણો છે:
  1. સંશોધન અને તાલીમ પ્રોત્સાહન આપવા માટે નામાંકિત સંસ્થાઓ / યુનિવર્સિટીઓમાં ઉપભોક્તા કાયદા સાથે સંબંધિત બેંચ / શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપવા.
  2. ઉપભોક્તા સાક્ષરતા અને જાગૃતિ ફેલાવવાના પ્રોજેક્ટ્સ.

અન્ય સંબંધિત પહેલ:
  • અખિલ ભારતીય ગ્રાહક જાગૃતિ અભિયાન 'જાગો ગ્રહક જાગો' પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, આઉટડોર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.
  • વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ / રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસનું આયોજન.
  • ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 લાગુ કરવામાં આવ્યો છે.
  • નવા કાયદામાં ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શનને આવરી લેવામાં આવે છે અને કાર્યવાહીની સરળતા માટે વિડિઓ-કોન્ફરન્સિંગ દ્વારા ફરિયાદોની ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ અને / અથવા તપાસની મંજૂરી આપવામાં આવે છે અને અસુવિધા ઘટાડે છે.
  • સરકારે ગ્રાહકોની ફરિયાદોને પહોંચી વળવા રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (NCH) ની સ્થાપના કરી છે.
  • ઉત્પાદકો તેમજ ગ્રાહકોમાં માનકતા, પ્રમાણપત્ર અને ગુણવત્તા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના નેટવર્ક દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
એરો ઈંડીયા 2021 (Aero India 2021)
  • તાજેતરમાં એરો ઇન્ડિયા શોની 13 મી આવૃત્તિની શરૂઆત યેલહંકા એરફોર્સ સ્ટેશન (કર્ણાટક), બેંગ્લોરથી થઈ.
એરો ઈંડીયા
  • એરો ઇન્ડિયા દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય લશ્કરી અને નાગરિક એર શો છે.
  • તે એક પ્રમુખ આયોજન છે જે આંતરરાષ્ટ્રીય અને ભારતીય લશ્કરી અને નાગરિક વિમાન ઉત્પાદકો, તેમના સંબંધિત ઉદ્યોગો, સરકારી મહાનુભાવો અને વ્યવસાયિક મુલાકાતીઓને આકર્ષિત કરે છે.
  • સિટિ સેંટરથી 30 કિ.મી. દૂર બેંગ્લોરમાં યેલહંકા એર બેસ ફેબ્રુઆરીમાં એર શોનું હોસ્ટિંગ કરી રહ્યુ છે. તેની શરૂઆત બેંગ્લોરમાં 1996 માં થઈ હતી.
એરો ભારત 2021:
  • આ પ્રકારનો પહેલો 'હાઇબ્રિડ' એર શો છે, એટલે કે લોકો પણ ડિજિટલી ભાગ લઈ શકે છે.
  • એરો ભારત 2021 નો કેંદ્રિય પ્રદેશ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) છે.
  • તેનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
  • ટોચની ઉડ્ડયન કંપનીઓ એરો ઇન્ડિયા 2021 માં ભાગ લઈ રહી છે, જેમાં ભારત તેની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું છે.
  • આ શોમાં વૈશ્વિક ઉડ્ડયન જાયન્ટ્સ જેવા કે બોઇંગ (યુએસએ), લોકહિડ માર્ટિન (યુએસએ), ડસોલ્ટ (ફ્રાન્સ) અને એરબસ (યુરોપ) તેમજ બીલ્સ (ફ્રાન્સ) ની સાથે ટોચની સંરક્ષણ કંપનીઓ BAE સિસ્ટમસ (યુકે) અને મિસાઇલ્સ નિર્માતા MBDA (યુરોપ) ની ભાગીદારી જોવા મળશે.
  • ભારત આ મુખ્ય ઉડ્ડયન જાયન્ટ્સ પાસેથી ઉત્પાદનો ખરીદી રહ્યું છે જેવા કે બોઇંગ પી 8-આઇ, ડેસોલ્ટથી રાફેલ જેટ અને અન્ય વિમાન વગેરે .
  • એરો ઇન્ડિયા શો દરમિયાન સરકારે રાજ્ય સંચાલિત એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી 83 તેજસ લાઇટ લડાકુ વિમાન ખરીદવા માટે ઓપચારિક રૂપે 48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
તેજસ: તે 'મલ્ટિરોલ ટેક્ટિકલ ફાઇટર એરક્રાફ્ટ' (Multirole Tactical Fighter Aircraft) છે જે HAL દ્વારા નાના વજનવાળા સિંગલ એન્જિનથી બનાવવામાં આવ્યું છે.
મહત્વ:
  • ભારત સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એક અનોખી તક આપે છે.
  • સ્વયં-નિર્ભર ભારત અભિયાન અંતર્ગત મોટા અને જટિલ સંરક્ષણ પ્લેટફોર્મનું ઘરેલું ઉત્પાદન દેશની સંરક્ષણ નીતિનું કેન્દ્ર બન્યું છે.
  • એરો ઇન્ડિયા 2021 રોકાણને વેગ આપશે, મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો વિસ્તાર કરશે, સાહસોને ટેકો આપશે, ટેકનોલોજીનું સ્તર વધારશે અને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.



આજના કરંટ અફેરની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ










0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel