Brahmo Samaj (બ્રહ્મો સમાજ)
બ્રહ્મો સમાજ
સ્થાપના- 1828 (કલકત્તા)
સ્થાપક – રાજા રામ મોહન રાય
- 1815માં આત્મીયસભાની સ્થાપના કરવામાં આવી જે આગળ જતા બ્રહ્મસભામા પરિણામી જેની પાછળથી બ્રહ્મોસમાજ તરીકે ઓળખવામાં આવી.
- આ હિન્દુ- ધર્મ સંબંધિત પ્રથમ ધર્મ સુધારણા આંદોલન હતુ.
ઉદ્દેશ- સતી પ્રથા, બહુવિવાહ, જાતિવાદ,
અસપૃશ્યતાને સમાપ્ત કરવી તથા વિધવા વિવાહને પ્રોત્સાહન
- 1843માં દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મોસમાજમાં જોડાયા.
- રાજા રામ મોહન રાયના મૃત્યું પછી બ્રહ્મોસમાજનું ભેદભાવના કારણે વિભાજન થયું.
આદિધર્મસમાજ – દેવેન્દ્રનાથ ટાગોર
ભારતીય બ્રહ્મો સમાજ – કેશવચન્દ્ર સેન
પત્રિકા- રાજા રામમોહન રાય દ્વારા સંવાદ કૌમુદી, મિરાતુલ અખબાર
રાજા રામમોહન રાય
જન્મસ્થળ – રાધાનગર, જિ. હુગલી, બંગાળ
વર્ષ – 22 મે 1774 – 1833
સંગઠન – આત્મીય સભા (1815) - બ્રહ્મ
સભા – બ્રહ્મોસમાજ (1828) – કોલકાતા
પત્રિકા- સંવાદ કૌમુદી ( બંગાળી) , મિરાત-ઉલ-અખભાર ( ફારસી)
- બ્રાહ્મણ કુટુંબમા જન્મ થયો
- કોલકાતા 1825મં વેદાંત કોલેજની સ્થાપના કરી
- કોલકાતાની હિન્દુ કોલેજની સ્થાપનામાં પણ સહયોગ છે.
- ઈસાઈ ધર્મ પર એક પુસ્તકની રચના કરી જેનુ નામ પ્રિસેપ્ટ ઓફ જીજસ હતુ.
- વિધવા-વિવાહને સમર્થન આપ્યુ અને સતી પ્રથા, બહુપત્નિ પ્રથા, બાળ વિવાહ વગેરેનો વિરોધ કર્યો
- સતીપ્રથાની ઝુંબેશના પરિણામે કવિલિયમ બેન્ટિકે સતીપ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો (1829) .
- મુઘલ રાજા બહાદુર શાહે રાજાની પદવી આપી
- ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ મુકામે મૃત્યું થયુ.
દેવેન્દ્રનાથ ટાગોર
- રાજા રામ મોહન રાયના અવસાન બાદ બ્રહ્મોસમાજમાં જોડાયા.
પત્રિકા/સામયિક- તત્વબોધિની
- તેમણે સભાના સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર દાખલ કર્યો.
- કેશવચન્દ્ર સેન સાથે મતભેદ થતા તેમણે “આદિધર્મ સમાજ”ની સ્થાપ્ના કરી .
કેશવચન્દ્ર સેન
જન્મસ્થળ – કલકત્તા
વર્ષ- 1838-1884
સંગઠન- ભારતીય બ્રહ્મોસમાજ (1856)
- દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તેમને બ્રહ્મો સમાજના આચાર્ય બનાવવામાં આવ્યા હતા.
- પરંતુ આગળ જતા બન્ને વચ્ચે મતભેદ થતા બ્રહ્મોસમાજનું વિભાજન થયું તેમણે ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કરી.
- કેશવચંદ્ર સેનના માર્ગદર્શન હેઠળ જ મહાદેવ ગોવિંદ રાનાડે, ડો.
આત્મારામ પાંડુરંગ અને ચંદ્રવરકર દ્વારા પ્રાર્થના સમાજની સ્થાપના કરવામાં આવી.
0 Komentar
Post a Comment