Search Now

Maurya Empire In Gujarati

મૌર્ય યુગ ( ઇ.સ.પૂર્વે 322 થી ઇ.સ.પૂર્વે 185 )

મૌર્યકાલીન ઇતિહાસ જાણવાના સાધનો –

  • કૌટિલ્યનું અર્થશાસ્ત્ર – અર્થશાસ્ત્ર એ મૌર્યકાલીન રાજ્યનું સ્વરૂપતેના સિદ્ધાંતોરાજાના કર્તવ્ય વગેરે પર પ્રકાશ પાડે છે. ચાણક્ય ચંદ્રગુપ્ત અને બિંદુસારના માર્ગદર્શક રહ્યા છે. તેમણે રાજ્યના સપ્તાંગસિદ્ધાંતની રચના કરી હતી. અર્થશાસ્ત્રમાં સમ્રાટ અશોકનાં સમયના અધિકારીઓનો પણ ઉલ્લેખ છે. કૌટિલ્યના અન્ય નામ ચાણક્ય અને વિષ્ણુગુપ્ત હતા.
  • ઈન્‍ડિકા – મૌર્યના નગર વહીવટીતંત્રની મહત્વપુર્ણ માહિતી આપવામા આવી છે. ભારતીય વર્ણવ્યવસ્થા વિશે પણ તેણે કેટલીક શોધો કરી છે. આ ગ્રંથ ગ્રીક રાજદૂત મેગેસ્થનીજે લખ્યુ છે.
  • શ્રિલંકાના દીપવંશ અને મહાવંશો જેવ બૌદ્ધગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ સાંપડે છે.
  • વિશાખદત્ત નાટયકારે રચેલ નાટક મુદ્રારાક્ષસ માં તેના વિશે જાણવા મળે છે.
  • સૌથી મહત્વ અશોકના 44 જેટલા અભિલેખો છે. આ અભિલેખોની ભાષા મોટા ભાગે પાલિ છે.

મૌર્યયુગના ઉદયપૂર્વેની રાજકીય પરિસ્થિતિ –

  • ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમા જ ભારત ઉપર પશ્ચિમી ક્ષેત્રો પર ઇરાનીઓ દ્વારા આક્રમણ થયેલુ. જેનો રાજા ડેરિયસ પ્રથમ (દારા) હતો. આ શાસકોએ ઉત્તર પશ્ચિમી ક્ષેત્રોમાં ખરોષ્ઠિ લિપિનું પ્રચલન કર્યુ.
  • ઈ.સ.પૂર્વે 326માં મેસેડોનિયાના શાસક સિકંદરે ભારત પર આક્રમણ કર્યુ. જેમા ઝેલમ નદીના કિનારે કૈકય વંશના શાસક પૌરસ અને સિકંદર વચ્ચે યુદ્ધ થયુજેમાં પૌરસનો પરાજય થયો. સિકંદર સાથે નિર્યાકસઆનેસિક્રિટસ તથા એરિસ્ટૉબુલસ જેવા વિદ્વાનો ભારત આવેલા.
  • સિકંદરના આક્રમણની સૌથી મોટી અસર એ થઈ કે કૌટિલ્ય અને ચન્‍દ્રગુપ્ત મૌર્યને પંજાબમાં થોડી ઘણી સફળતા મળી અને તેમની શક્તિમાં વધારો થયો. તેમણે એક સેના ઉભી કરી (ઇ.સ.પૂર્વે 321) નંદ વંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ચન્‍દ્રગુપ્તે ધનાનંદની સેના પ્રાપ્ત થવાથી મૌર્ય સત્તા ઝડપથી વિસ્તાર પામી.  

 

મૌર્યકાલીન રાજવ્યવસ્થા –

ચંદ્રગુપ્ત મૌર્ય – ઇ.સ.પૂર્વે 321 થી 295

  • અન્ય નામ – સેડ્રોકોટસ
  • ઇ.સ. પૂર્વે 305માં સેલ્યુકેસ નિકેટર (ગ્રીક શાસક)ને હરાવી તેની પુત્રી હેલેના સાથે લગ્ન કર્યા અને વિસ્તાર મધ્ય એશિયા સુધી પહોચ્યુ.
  • સેલ્યુકસનો ગ્રીક રાજદૂત મેગેસ્થનીજ ચન્‍દ્રગુપ્તના દરબારમા આવ્યો
  • તેના સુબા પુષ્પગુપ્તે ગુજરાતમાં સુદર્શન તળાવ બંધાવ્યુ.
  • કૌટિલ્ય તેના દરબારમાં હતા.
  • ઈ.સ.પૂર્વે 295મા ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દિક્ષ લઈબિંદુસારને રાજ્ય સોંપી દક્ષિણ ભારત (ચન્‍દ્ર ટેકરીશ્રવણ બેલગોડા) સંથારો કરી લિધો.

બિંદુસાર – ઈ.સ.પૂર્વે 297 થી 273

  • તે અમિત્રઘાતભદ્રસારવારિસારસિંહસેન નામથી પ્રસિદ્ધ હતો.
  • આના સમયમાં પાંચ પ્રાંતની પાંચ રાજધાની પ્રવર્તતી હતી.
  • તેનો મોટો પુત્ર તક્ષશીલા તથા અશોક ઉજ્જૈન પ્રાંતનો વડો હતો.
  • આના સમયમા તક્ષશીલામાં બળવો થયો હતો.
  • સિરીયાના સમ્રાટ એટિયોક્સ-નો રાજદૂત ડાયમેક્સ તેના દરબારમાં આવેલો.
  • ઈજિપ્તના રાજા ટોલેમી-II નો રાજદૂત ડાયનોસિયસ પણ આવેલો.
  • આજીવક સંપ્રદાયને માનતો હતોપિંગલવત્સ તેના દરબારમાં હતો.

અશોક – ઈ.સ.પૂર્વે 273 થી 232

  • તેના અભિલેખોમાં તેનુ નામ અશોક વર્ધનપ્રિયદર્શી (પ્રિયદસ્સી) તથા દેવનાપ્રિય (દેવોનો પ્રિય) મળે છે.
  • ભારતમાં સર્વપ્રથમ વાંચી શકાય એવા અભિલેખો અશોકના જ છે. જેણે દેશમા જુદા-જુદા સ્થળોએ અભિલેખો કોતરાવી જનતા સાથે સંવાદ સ્થાપવાનો પ્રયત્ન કર્યો.
  • સ્ત્તા પર આવવા માટે તેણે તેના ભાઇઓ વિરુદ્ધ યુદ્ધ કરવુ પડ્યુ હતુ જેમા રાધાગુપ્ત નામના મંત્રીએ તેની મદદ કરી હતી.
  • ઇ.સ.પૂર્વે 261માં કલિંગ યુદ્ધ કર્યુ જેમા થયેલી હિંસાથી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને શાંતિનો માર્ગ સ્વિકાર્યો.
  • અશોકે ઉપગુપ્ત (નિગ્રોધ) પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લિધી હતી. 
  • અશોકે બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ બૌદ્ધધર્મના સિધ્ધાંતોના ફેલાવા માટે ધમ્મનિતીની શરૂઆત કરી. જે યુદ્ધના સ્થાને શાંતિ તથા હિંસાના સ્થાને અહિંસા પર કેન્‍દ્રિત હતી. આ માટે તેણે મનુષ્ય સહિત પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ લગાવ્યો.
  • અશોકે ધમ્મનિતીના ફેલાવા માટે ધમ્મમહામાત્રની નિમણૂક કરી.
  • તેના પુત્ર મહેન્‍દ્ર અને પુત્રી સંઘમિત્રાને ધમ્મના ફેલાવા માટે શ્રીલંકા (તામ્રપર્ણિ) મોકલ્યા.
  • અશોકે અભિલેખો અને સ્થંભો સ્થાપવાની સાથે સાંચી સારનાથ જેવા સ્થળોએ સ્તૂપ પશાબંધાવ્યા. સાંચીનો સ્તૂપ અશોક પહેલા જ અસ્તિત્વમાં હતો તેણે ફક્ત વિસ્તાર જ કરેલો.
  • તેના ગિરનારના સુબા તુષાસ્ફે સુદર્શન તળવમાંથી નહેરો કઢાવી હતી.

આ રાજાના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય બે ભાગમા વેંહચાઈ ગયુ. પૂર્વ વિસ્તાર પર દશરથ તથા પશ્ચિમ વિસ્તારમાં સાંપ્રતિએ સત્તા સંભાળી.

બૃહદથ –

  • આ મૌર્યવંશનો છેલ્લો રાજા હતો.
  • ઇ.સ.પૂર્વે 185માં તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે તેની હત્યા કરી અને શુંગવંશની સ્થાપના થઈ.

 

વહીવટી એકમ

હેડ

ચક્ર

રાષ્ટ્રપાલ- કુમાર

અહર/વિષ

પ્રદેશિકા (વહીવટ)

રાજુકા (રેવન્યુ)

સંગ્રાહન (દસગામ)

ગોપ

ગ્રામ

ગ્રામિકા

 

રાજધાની-નામ

સ્થાન

પાટલીપુત્ર-પ્રાચી

પૂર્વ અને મધ્ય

તક્ષશીલા – ઉત્તરપથ

ઉત્તર પશ્ચિમ

તોસાલી- કલિંગ

પૂર્વભારત

સુવર્ણગીરી – દક્ષિણાપથ

દક્ષિણ

ઉજ્જૈન – અવંતિરાષ્ટ્ર

પશ્ચિમ

 

 

 

 

મૌર્યકાલીન વહીવટીતંત્ર

  • ચાણક્ય લિખિત અર્થશાસ્ત્રી મૌર્ય વહીવટી તંત્ર પર પ્રકાશ પાડે છે.
  • ચાણક્યએ રાજ્યના સાત અંગ બતાવ્યા છે જેમાં 1. રાજા 2. અમાત્ય 3. જનપદ 4. દુર્ગ 5. કોશ 6. સેના 7. મિત્ર
  • વહીવટતંત્રના મૂળમાં મુખ્ય રાજા હોય છે અને તેને મદદ કરવા મંત્રી પરિષદ હતી. તેના સભ્યો આ મુજબ છે. 1. યુવરાજ 2. પુરોહિત 3સેનાપતિ અને બીજા મંત્રી
  • મૌર્યના વહીવટીતંત્રમાં 27 જેટલા વિભિન્ન ખાતાઓ અને તેના મંત્રીઓ કે અધ્યક્ષની સૂચિ મળે છે.

  1. સીતાધ્યક્ષ – કૃષિવિભાગના મંત્રી
  2. સમાહર્તા- મેહસૂલમંત્રી (તે કલેક્ટર જેવી પોસ્ટ ધરાવતો હતો. મહેસુલ ઉઘરાવવું અને કાયદો અને ન્યાયનું પાલન કરાવવું.)
  3. સન્નિધાતા- કોષાધ્યક્ષ / ખજાંચી
  4. લોહાધ્યક્ષ – લોખંડ પર નજર રાખતો હતો.
  5. ધમ્મમહામાત્ર- ધમ્મનિતીના ફેલાવા માટે
  6. પન્યાધ્યક્ષ- વેપાર અને વાણિજ્યના વડા

ન્યાય વ્યવસ્થા –

  • રાજા સર્વોચ્ચ ન્યાયાધિશ હતો.
  • દીવાની અને ફોજદારી બંને પ્રકારની અદાલતો જોવા મળે છે.
  • ધર્મસ્થિય (દીવની) અને કંટકશોધન (ફોજદારી) નામની બે કોર્ટ ચાલતી હતી.
  • વ્યવહારિકા- ધર્મસ્થિયના મુખ્ય ન્યાયાધિશ
  • પ્રદેશ્ટા – કંટકશોધન મુખ્ય ન્યાયાધિશ

રાજધાનીનુ વહીવટ -

  • મેગેસ્થનીજે જણાવ્યુ છે કે પાંચ – પાંચ સભ્યોની 6 સમિતિઓ પાટલીપુત્રનું વહીવટતંત્ર સંભાળતી હતી.
  1. પ્રથમ બોર્ડ- માલિકો સામે કારીગરો અને મજૂરોના હિતોની જાણવળી
  2. બીજુ બોર્ડ – પરદેશીઓની નોંધણીતેમના વસવાટની વ્યવ્સ્થા અને દેખરેખ
  3. ત્રીજુ બોર્ડ – જન્મ મરણની નોધ
  4. ચોથુ બોર્ડ – વેપાર-રોજગારનું વિનિમય અને તોલમાપના ચોક્કસ સાધનો નક્કી કરવા
  5. પાંચમુ બોર્ડ – માલની ભેળસેળ ના થાય અને વસ્તુઓ વાજબી ભાવે વેચાય
  6. છઠ્ઠુ બોર્ડ- વેચાણવેરો

સૈન્ય-

  • મૌર્ય સામ્રાજ્યનું મહત્વનું લક્ષણ તેમની સૈન્યનું ધ્યાન રાખવાનું હતુ. તેની સેના વિશાળ હતી.
  • તેના સમયમાં બે પ્રકારના ગુપ્તચર હતાં. 1. સંસ્થાન (સ્થાયી) 2. સંચારી ( રઝળતા)
  • તેમના સમયમાં 6 પ્રકારના દળ હતા. 1. પાયદળ 2. અશ્વદળ 3. હાથી 4. રથ 5. નૌસેના 6. પરિવહન 

મૌર્યકાલીન અર્થવ્યવસ્થા –

  • અર્થવ્ય્વસ્થાનો મુખ્ય આધાર ખેતી હતો.
  • તે ખેતી ઉપર ¼ થી 1/6 વચ્ચે કર ઉઘરાવતા.
  • તેમણે પાણીની વ્યવસ્થા પણ કરી હતી. ( સુદર્શન તળાવ) જેથી તેઓ પાણીવેરો પણ મેળવતા હતા.
  • મુખ્ય બંદરો – ભરૂચ (ગુજરાત) અને તામ્રલિપ્તિ (પશ્ચિમ બંગાળ)
  • લોખંડના વેપાર પર એકાધિકાર રાખ્યો હતો કારણ કે લોખંડ એ ખેતીવેપાર અને સેના માટે સૌથી મહત્વપૂર્ણ ધાતુ હતી.
  • લોહાધ્યક્ષ – નામનો ઉચ્ચ અધિકારી તેના પર નજર રાખતો હતો.
  • પંચ-માર્ક વાળા ચાંદીના સિક્કા ચલણમાં હતા.
  • ચન્‍દ્રગુપ્ત મોર્યએ તામ્રલિપ્તિ થઈને તક્ષશીલા અને તક્ષશીલાથી મધ્યએશિયા તરફ જતો એક વિશિષ્ટ માર્ગ બનાવ્યો હતોજે પાછળથી શેરશાહે અને 19મી સદીમા ડેલહાઉસીએ ફરીથી નિર્મિત કરાવ્યો હતો જે આગળ જતા ગ્રાન્‍ડ ટંક રોડ તરીકે ઓળખાયો.
  • જે તે વસ્તુઓ જે તે પ્રાંતમા વેચવા માટે જકાત વેરો લેવામા આવતો.

 

મૌર્યકાલીન સમાજ –

  • મૌર્યકાલીન સમાજમા વર્ણવ્ય્વસ્થા મજ્બૂત હતી.
  • વેપાર વાણિજ્યના કારણે વૈશ્યો અને શુદ્રોના સામાજિક સ્તરમા સુધારો થયો હતો. શુદ્રો એ કૃષિ સાથે સંકળાયેલ હતા.
  • મેગેસ્થનીજે સમાજને7 ભાગમાં વહેચ્યુ હતુ. 1. તત્વજ્ઞાની 2. ખેડૂત 3. સૈનિક 4. ગોવાળિયાઓ 5. કલાકારો 6. ન્યાયાધિશ 7. પરિષદો
  • સ્ત્રીઓને ખૂબ જ આઝાદી મળી હતીઅર્થશાસ્ત્ર મુજબ સ્ત્રીઓને તલાક અને ફરીથી લગ્ન કરવાની પરવાનગી હતીતે રાજાની રક્ષકજાસૂસ અને અન્ય કામ કરી શકતી હતી.

 

મૌર્યકાલીન શિલ્પ –

  • પ્રાચીન ભારતીય શિલ્પ અને કલાના ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન છે.
  • ચન્‍દ્રગુપ્ત મૌર્ય એક વિશાળ મહેલમાં રહેતો હતો તે કાષ્ઠનો હોવથી તેના અવશેષો મળતા નથી.
  • કાળા પથ્થરની મૂર્તિઓ બનાવવી – રામપૂર્વા સિંહ , લોરિયાનંદગઢ સિંહસારનાથ અશોક સ્તંભ તેના ઉદાહરણ છે.
  • સારનાથના અશોક સ્તંભમાં ચાર સિંહોવાળી આકૃતિ છે જે આપણુ રાષ્ટ્રચિહ્ન છે. ( 26 જાન્યુઆરી 1950)
  • આ બધા એક જ પથ્થરમાંથી બનાવેલા સ્થંભ છે જે ઉત્તરપ્રદેશના મિરઝાપુર પાસે ચુનારા ગામમાથી મળી આવેલ રેતીમાથી બનાવવામા આવતા.
  • સાધુઓને રહેવા માટે પથ્થર કોતરીને ગુફા બનાવવામાં આવતી. મહત્વની ગુફા બરબરા (બિહારના ગયા પાસે) છે. લોમેશ ઋષિની ગુફા સર્વશ્રેષ્ઠ છે.
  • આ સમયમાં પથ્થર અને માટીની મુર્તિઓ પણ મળી આવી છે જેના પર પોલિશ કરવામાં આવતી. આવી મુર્તિઓ દિદારગંજમાથી મળી આવેલ યક્ષ અને યક્ષિણિઓની મૂર્તિઓ મહત્વપૂર્ણ છે.

મૌર્યસામ્રાજ્યના પતનના કારણો –

  • વધુ પડતુ મધ્યવર્તી વહીવટીતંત્ર
  • અશોકની શાંતિની નિતી
  • બ્રાહમણોની પ્રતિક્રિયા
  • મૌર્ય અર્થવ્યવસ્થાનો દબાણ
  • પાછળના રાજા અસક્ષમ
  • મૌર્ય સામ્રાજ્યના ભાગલા ( પુર્વ – દશરથ , પશ્ચિમ- સાંપ્રતિ)
  • ઉત્તર- પશ્ચિમ સીમાની ઉપેક્ષા     

નોધ- ફાહીયાને મોર્યકાલીન સ્થાપત્ય જોઈને કહ્યુ કે આ સ્થળો ખુબ જ સુંદર અને અદ્‍ભૂત છેએવુ લાગે છે કે આ કોઈ માણસે નહી ભગવાને બનાવ્યા છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel