PCLV-C51 In Gujarati
Sunday, February 28, 2021
Add Comment
ઈસરોએ અવકાશમાં ઈ-ભગવદ ગીતા અને વડાપ્રધાનની તસવીર મોકલી
- ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા 19 ઉપગ્રહ
અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે.
- ભારતીય રોકેટ PSLV-C51ને આંધ્રપ્રદેશના
શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર(SDSC)માંથી
એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવ્યું છે.
- આ રોકેટથી 637 કિલોના બ્રાઝીલિયાઈ ઉપગ્રહ અમેઝોનિયા-1 સહિત 18 અન્ય સેટેલાઈટ્સ પણ અંતરિક્ષમાં મોકલાઈ રહ્યાં છે. તેમાંથી 13 અમેરિકાના છે. આ જ મિશનમાં ઈસરોએ અંતરિક્ષમાં ભગવદ ગીતા અને વડાપ્રધાન મોદીની તસવીર મોકલી છે.
- 2021માં ભારતનું આ પ્રથમ અંતરિક્ષ અભિયાન PSLV રોકેટ માટે ઘણુ લાંબુ હશે, કારણ કે તેને ઉડવાની સમય સીમા 1 કલાક 55 મિનિટ અને 7 સેકન્ડની હશે.
- રોકેટના લોન્ચિંગની સાથે જ ભારત તરફથી લોન્ચ કરવામાં આવેલા વિદેશી સેટેલાઈટની કુલ સંખ્યા 342 થઈ ગઈ છે.
અંતરિક્ષમાં ભગવદ ગીતા અને વડાપ્રધાન મોદી
- ઈસરોએ PSLV-C51 રોકેટથી
બ્રાઝીલના સેટેલાઈટ Amazonia-1 અને ત્રણ ભારતીય સેટેલાઈટ/
પેલોડ લોન્ચ કર્યા છે.
- આ ત્રણેય ભારતીય સેટેલાઈટ
ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. તેના નામ આનંદ, સતીશ ધવન
સેટેલાઈટ અને યુનિટી સેટ છે.
- સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. તેમાં ભગવદગીતા SD કાર્ડમાં તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ પણ સામેલ છે.
- સેટેલાઈટ દ્વારા અંદાજે 25 હજાર નામ
અંતરિક્ષમાં જશે, જેમાંથી 1000 નામ
ભારતની બહારના લોકોના છે તેમાં વડાપ્રધાન મોદીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની
પેનલ પર છે. આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ
અંતરિક્ષમાં જઈ રહ્યા છે.
18માંથી 3 સેટેલાઈટ્સ ભારતીય શૈક્ષણિક સંસ્થાનોના સંઘ યુનિટીસેટ્સના
- 18 અન્ય સેટેલાઈટ્સમાં ચાર ઈન સ્પેસ છે. તેમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાનોના સંઘ યુનિટીસેટ્સના છે, જેમાં શ્રીપેરંબદુરમાં સ્થિત જેપ્પિઆર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નાગપુરમાં સ્થિત જીએચ રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને કોઈમ્બતુરમાં સ્થિત શ્રીશક્તિ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતીશ ધવન સેટેલાઈટ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અને 14 એનએસઆઈએલના છે
- ઈસરોની વાણિજ્ય શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે પણ આ ખાસ દિવસ છે.
ઈસરોનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે.
- પીએસએલવી (પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ) સી51/અમેઝોનિયા-1 એનએસઆઈએલનું પહેલું સમર્પિત વાણિજ્ય મિશન છે જેનું પ્રક્ષેપણ અમેરિકાના સિએટલના ઉપગ્રહ રાઈડશેર અને મિશન મેનેજમેન્ટ પ્રદાતા સ્પેસસપ્લાઈટ ઈન્કના વાણિજ્ય મેનેજમેન્ટ હેઠળ થઈ રહ્યું છે.
અમેઝોનિયા-1 (Amazonia-1) બ્રાઝિલનો પહેલો ઉપગ્રહ
- 637 કિલોગ્રામ વજનનો અમેઝોનિયા-1 (Amazonia-1) બ્રાઝિલનો પહેલો ઉપગ્રહ છે જે ભારતથી લોન્ચ કરવામાં આવ્યો. તે રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (INPI) નો ઓપ્ટિકલ પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે.
- અમેઝોનિયા-1 ઉપગ્રહ અમેઝોન ક્ષેત્રમાં જંગલો કાપવા પર નિગરાણી અને બ્રાઝિલના ક્ષેત્રમાં વિવિધ કૃષિ વિશ્લેષણ માટે ઉપયોગકર્તાઓને દુરસ્થ સંવેદી આંકડા ઉપલબ્ધ કરાવશે તથા હાલના માળખાને વધુ મજબૂત બનાવશે.
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ
0 Komentar
Post a Comment