Search Now

Vedic Period In Gujarati

વૈદિક યુગ ( ઇ.સ. પૂર્વે 1500 થી 1000)

                         

  • ભારતમાં હડપ્પીય નગરની સભ્યતા ઈ.સ. પૂર્વે 1750ની આસપાસ પતનની તરફ જઈ રહી હતી ત્યારે આ સભ્યતા ગ્રામીણ સભ્યતામાં રૂપાંતરિત થઈ હતી.
  • ઈ.સ.પૂર્વે 1500 ની આસપાસ ભારતમાં ઇન્‍ડો આર્ય કે આર્ય તરીકે ઓળખાતાં સમૂહનો ભારતમાં પ્રવેશ થયો.

ઋગવેદ અને વૈદિક સાહિત્ય

  • વેદ શબ્દ વિદ્દ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. – જેનો અર્થ “જાણવું” થાય છે.
  • વૈદિક સાહિત્યમાં બે પ્રકારનાં ગ્રંથોનો સમાવેશ થાય છે : મંત્ર અને બ્રાહમણ
  • વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત ઋગવેદ છે તેમાં કુલ 10 પ્રકરણો (મંડલો) છે. તેમા 1028 સૂક્તો આવેલા છે. પદ્યમાં રચાયેલ આ ગ્રંથમાં વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિનું ચિત્રણ થયેલું છે. તેની રચના ઇ.સ.પૂર્વે 1200ની આસપાસ થઈ હતી.

આર્યો કોણ હતા?

  • 19મી સદીમાં આર્યોનો એક વંશ અથવા જાતિ તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ 20મી સદિના ઉતરાર્ધમાં અનેક સંશોધનોએ સાબિત કર્યુ કે આર્ય એ કોઈ જાતિ વિષયક શબ્દ નથી તે એક ભાષિક પદ છે. એટલે કેએવો લોકસમૂહ કે જે ઇન્‍ડો- યુરોપિયન ભાષા બોલતો હોય તેમાંથી લેટીન અને ગ્રીક ભાષાનો જન્મ થયો. આ બધી ભાષાઓમાં ઘણું સામ્ય જોવા મળે છે એટલે તેનો ધ્વનિ અને અર્થ લગભગ સમાન છે.

આર્યોએ સ્થળાંતર કેમ કર્યુ?

  • આર્ય ઈ.સ. પૂર્વે 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપીઝના મેદાનમાં વસતા હતા.
  • પશુપાલન સાથે સંકળાયેલ આ પ્રજા ઘાસચારાની તંગીને કારણે સ્થળાંતરિત થઈ અને મધ્યએશિયામાં આવ્યા.
  • ઈ.સ.પૂર્વે 1500ની આસપાસ હિન્‍દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગોથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો.
  • ઘોડા અને ગાય તેમનાં સાંસ્કૃતિક અંગો હતા.
  • માટીના વાસણો તેમની આગવી ઓળખ હતી તેથી મધ્યએશિયાથી દક્ષિણ એશિયા તરફ સ્થળાંતર કર્યુ.

આર્યોનું મૂળ સ્થાન

 

ક્રમ

વ્યક્તિ

સ્થળ

1

એસ.ડી.કલ્લા

જમ્મુ કાશમીર

2

દયાનંદ સરસ્વતિ

તિબેટ

3

બાળગંગાધર તિલક

ઉત્તર ધ્રુવ/ આર્કટિક

4

મેક્સમૂલર

મધ્ય એશિયા (બેક્ટ્રીયા)

5

સર વિલિયમ જોન્‍સ

યુરોપ

6

અવિનાસ ચંદ્ર વ્યાસ

સપ્તસિંધુ પ્રદેશ/ ભારત

 

  • ભારતમાં આવી ભારતનાં અન્ય લોકો સાથે તેમના સંપર્ક થયાં પરિણામે આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભારતની મુખ્ય ભાષા બની. જેનુ સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ વૈદિક સાહિત્ય છે.
  • ઋગવેદમાં દર્શાવવામાં આવેલ વૈદિક આર્ય સપ્તસિંધુ નામનાં પ્રદેશમાં રહેતા હતાં. (સિંધુબિયાસજેલમરાવીચિનાબસતલુજઅને સરસ્વતી)
  • અફઘાનિસ્તાનની કુંભા નદીથી પણ પરિચિત હતા.
  • નાના-મોટાં યુદ્ધો કર્યા. યુદ્ધોનું મુખ્ય કારણ ગાય હતુ અને ગાયની પ્રાપ્તિ માટેના સંગ્રામોનો ઉલ્લેખ મળે છે. આ સંબધમાં ઋગવેદના સાતમાં મંડળમાં દાસરાજ યુદ્ધનું વર્ણન થયું છે.
  • આ યુદ્ધ પરુસણી (રાવી) નદીના કિનારે થયુજેમાં દસ રાજાઓના (જનોના) સંઘને ભરત જનના સુદાસે પરાજિત કરેલાં.
  • .સ.પૂર્વે 1000ની આસપાસ ઉત્તરપ્રદેશ અને બિહારની આસપાસ પહોચ્યાં.

વેદકાલીન રીત-રિવાજો

  • પિતૃપ્રધાન સમાજરચના ધરાવતી આ સંસ્કૃતિનું મૂળભૂત એકમ પરિવાર હતો. આ પરિવાર વિશાળ જનસમૂહનો ભાગ હતો જેને વીશ અથવા વંશ કહેવામાં આવતો.
  • જન સૌથી મોટો સામાજિક એકમ હતો ઋગવૈદિક જીવનમાં આવા અનેક જનોનો અસ્તિત્વનો ઉલ્લેખ મળે છે. જેમાં પંચજન સૌથી પ્રસિદ્ધ હતા. (યદુઅનુદ્‍હ્યુપુરુ અને તુર્વસુ). આ સિવાય ભરતજન પણ વિશેષ હતું. આગળ જતા પુરુ અને ભરતજન એક થયાં જે ‘કુરુ’ તરીકે ઓળખાયાં.
  • વર્ણવ્યવ્સ્થા કે જાતિવ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી. સમાજ સમતાદર્શી હતો. વ્યવસાય જન્મ આધારિત ન હતો. પરિવારમાં રહેતા સદસ્યો જુદો-જુદો વ્યવસાય કરી શકતા હતા.
  • મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સ્ન્માન જનક હતું. એક પત્નીવ્રતનો ધર્મ હતો. તેમને રાજકીય કાર્યોમાં ભાગ લેવાનોવિદ્યાભ્યાસ કરવાનો અને સ્વતંત્રતાપૂર્વક પોતાનો મત આપવાનો હક હતો.
  • અપાલાઘોષાલોપામુદ્રાગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગવેદની ઋચાઓ રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

વેદકાલીન રાજવ્યવસ્થા

  • કબીલાઈ પ્રકારની રાજવ્યવસ્થા જોવા મળે છે.
  • ગણ અને વિદથ જેવી પ્રારંભિક રાજવ્યવસ્થા વૈદિક યુગમાં જોવા મળે છે. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી.
  • સભામાં (રાજ્યસભા હાલની) વડિલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતાં.
  • સમિતિમાં (લોકસભા હાલની) સમગ્ર લોકસમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. તેમાં ખાસ કરીને રાજાની ચુંટણી કરવામાં આવતી હતી. સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજનયુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણીન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા- વિચારણા થતી.
  • રાજાનું પદ વંશપરંપરાગત ન હતુ. સમિતિમાં તેની ચુંટણી થતી રાજાને “રાજન્‍ય” કહેવામાં આવતો.
  • પુરોહિતનું સ્થાન રાજાને સલાહ સૂચન આપવાનું હતુ.
  • રાજાને રોજબરોજનાં કામો કરવા માટે સેનાની (સેનાપતિ) , કુલય (કુટુંબનો વડો) અને ગ્રામણી (ગામનો મુખી) જેવા આગેવાનો રહેતા. ( ઋગવેદ)
  • રથ બનાવનારનું સામાજિક સ્થાન બહું મહત્વપૂર્ણ હતુ કારણ કે યુદ્ધ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતુ અને તેમાં રથનો ઉપયોગ થતો.
  • લોકો રાજાને કર સ્વરૂપે ભેટ-સોગાદો આપતાજેને ઋગવેદમાં “બલિ” કહેવામાં આવ્યો છે. તે સ્વૈચ્છિક ફાળા જેવું છે.

વેદકાલીન યુગની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ

  • ઋગવેદમાં વૈદિકયુગના ધાર્મિક જીવન પર ખાસ ચર્ચા  કરવામાં આવે છે. સમાજનું સ્વરૂપ જનજાતિય અને પિતૃપ્રધાન હતુ. તેને કારણે ઋગવેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ મળતો નથી. તેને બદલે પ્રકૃતિ કે પ્ર્કૃતિ સાથે સંકળાયેલા દેવતાઓ જોવા મળે છે.
  • આ દેવતાઓ ઈન્‍દ્રવરુણમિત્રઅગ્નિવિદ્યુતનાસત્યપુશનયમ અને સોમનો સમાવેશ થાય છેતો ઉષા અને અદિતિ જેવી દેવીઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
  • ઇન્‍દ્ર તેમનાં મુખ્ય દેવતા હતા જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં 250 વખત થયો છે. તે વરસાદ અને યુદ્ધના દેવતા હતા. ઇન્‍દ્રને પુરંદર (કિલ્લા તોડનારો) કહેવામાં આવ્યો છે.
  • પવન ઇન્‍દ્રની સાથે સંકળાયેલ દેવ હતા.
  • તેમના અન્ય મહત્વપૂર્ણ દેવ અગ્નિ હતા. અગ્નિને તેઓ ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા એટલા માટે યજ્ઞ તેમની સાથે સંકળાયેલું ખાસ સાંસ્કૃતિ લક્ષણ હતું. તેઓ એમ માનતા કે યજ્ઞ કરવાથી ઇન્‍દ્ર ખુશ થાય છે અને વરસાદ વરસાવે છે. ઇન્‍દ્ર સુધી પહોંચવાનું માધ્યમ અગ્નિ છે.
  • વરુણને બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવતા હતા તેઓ ઋત તરીકે ઓળખાતા.
  • પુશન નામના દેવતા પશુપાલકોનાં આરધ્ય દેવ હતા.
  • સોમ રસ પાન કરવું આ સંસ્કૃતિનું લક્ષણ હતું.
  • યજ્ઞમાં બલિપૂજાવિધિ અને યજ્ઞોનું કાર્ય બ્રાહમણો કરતા હતા. મોટા ભાગે તેપ પ્રજોત્પતિપશુધનમાં વૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે યજ્ઞ કરાવતા.
  • દાન- દક્ષિણામાં ભેટ સોગાતો આપતા.
  • વૈદિક યુગ દરમિયાન મુર્તિપૂજા અને મંદિરોનો અભાવ જણાય છે.

વેદકાલીન અર્થવ્યવસ્થા

  • ઋગવેદકાલીન આર્ય પશુપાલક હતા. દુધમાંસ અને ચામડું મેળવવા તેઓ ગાયભેંસઘેટાં-બકરા અને ઘોડા પાળતા.
  • ગાય અને ઘોડા તેમના સૌથી મહત્વપૂર્ણ પશુઓ હતા.
  • ગો શબ્દમાંથી અનેક શબ્દનો ઉદ્‍ભવ થયો છે.
    • ગોમત-ધનવાન વ્યક્તિ
    • દુહિતા-પુત્રી
    • યુદ્ધ- ગવેષણા- ગાયોની શોધ કરવી
    • ગાયને તમામ ઈચ્છાઓ પુરી કરનારી કામદા કહેવામાં આવતી.
  • તેમનાં ભોજન સંદર્ભે મળેલા અવશેષો દર્શાવે છે કે તેઓ જવનો ખોરાકમાં ઉપયોગ કરતાં હતા અને તેની ખેતીથી જાણીતા હતાં.
  • શિકારસુથારીકામવણાટકામ અને ધાતુઓને ગાળવાનું કામ જેવા કાર્યોથી તે જાણીતા હતા.
  • વસ્તુઓની અદલા-બદલી કરી એટલે વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ તેમણે ઉભું કર્યુ હતુ.
  • ગાય વસ્તુ વિનિમયમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હતી.
  • રાજન્યબ્રાહ્મણ પુરોહિતોને ગાય અને ઘોડાની ભેટ આપતા તેવો ઉલ્લેખ મળે છે.  

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel