Election Commission Of India
Sunday, February 21, 2021
Add Comment
ચુંટણીપંચ / Election Commission
બંધારણના ભાગ 15માં ચુંટણીપંચ વિશે માહિતી આપવામા આવી છે.
અનુચ્છેદ 324
- અનુચ્છેદ 324(1)
આ અનુચ્છેદ હેઠળ ભારતમા ‘ ચુંટણી પંચની’ રચના થઈ છે.આ અનુચ્છેદ અંતર્ગત ચુંટણીપંચ સંસદના બન્ને ગૃહો અને વિધાનમંડળના બન્ને ગૃહોની ચુંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરે છે અને આ ચુંટણીનું સંચાલન કરે છે.આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિના હોદ્દાની ચુંટણીઓનુ સંચાલન, દોરવણી અને નિયંત્રણ આ ચુંટણીપંચ જ કરે છે.
- અનુચ્છેદ 324(2)
ચુંટણીપંચ મુખ્ય ચુંટણી કમીશ્નર અને રાષ્ટ્રપતિ વખતોવખત નક્કી કરે તેટલા બીજા ચુંટણી કમિશ્નરોનું બનેલુ રહેશે. આ તમામની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામા આવે છે.
- અનુચ્છેદ 324(3)
ભારતના મુખ્ય ચુંટણી કમિશ્નર એ ચુંટણીપંચના અધ્યક્ષ રહેશે.
- અનુચ્છેદ 324(4)
રાષ્ટ્રપતિ ચુંટણીપંચ સાથે વિચારણા કરી ચુંટણીના સમયે પ્રાદેશિક ચુંટણી કમિશ્નરની નિમણૂક કરી શકે છે
- અનુચ્છેદ 324(5)
સંસદે કરેલા કોઇ કાયદાની જોગવાઇઓને અધિન રહીને, ચુંટણી કમિશ્નરોની સેવાની અને હોદ્દાની મુદ્દત, રાષ્ટ્રપતિ નક્કી કરે તેવા રહેશે.મુખ્ય ચુંટણી કમિશ્નરને એ જ કારણોસર અને એ જ પદ્ધતિથી હોદ્દા પરથી હટાવી શકાય જે સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ માટે સ્થાપિત છે.
મુખ્ય ચુંટણી કમિશ્નરને ગેરલાભ થાય તેવો ફેરફાર તેની સેવાની શરતોમાં ના કરી શકાય.
બીજા ચુંટણી કમિશ્નર અથવા કોઇ પ્રાદેશિક કમિશ્નરને મુખ્ય ચુંટણી કમિશ્નરની ભલામણ સિવાય રાષ્ટ્રપતિ હટાવી શકે નહી.
- અનુચ્છેદ 324 (6)
રાષ્ટ્રપતિ / રાજ્યપાલ ચુંટણી આયોગને સોંપાયેલ કાર્યો માટે જરૂરી સ્ટાફની વ્યવસ્થા કરશે.
અન્ય માહિતી-
- 25 જાન્યુઆરી 1950 ના રોજ ચુંટણીપંચની સ્થાપના થઈ ત્યારથી 15 ઓક્ટોબર 1989 સુધી તે એક જ સભ્યનુ બનેલુ હતુ.
- 16 ઓક્ટોબર 1989 ના રોજ રાષ્ટ્રપતિએ બે અન્ય ચુંટણી કમિશ્નરની ચુંટણીપંચમા નિમણૂક કરી પરંતુ આ બે કમિશ્નરના હોદ્દાને જાન્યુઆરી 1990 મા નાબૂદ કરાયા.
- ફરીવાર ઓક્ટોબર 1993મા રાષ્ટ્રપતિએ બે ચુંટણી કમિશ્નરની નિમણૂક કરી ત્યારથી ચુંટણીપંચ એક મુખ્ય ચુંટણી કમિશ્નર અને બે અન્ય ચુંટણી કમિશનરો આમ ત્રણ સભ્યોનો બનેલું છે.
૧ ડિસેમ્બર ૨૦૨૪ સ્થિતિએ ચુંટણીપંચ –મુખ્યચુંટણી કમિશ્નર – શ્રી રાજીવ કુમારઅન્ય બે ચુંટણી કમિશ્નર – 1) શ્રી જ્ઞાનેશ કુમાર 2) શ્રી સુખબીર્સિંઘ સંધુ
- મુખ્ય અને અન્ય ચુંટણી કમિશ્નરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
- આ ત્રણેયના પગાર અને અન્ય ભથ્થા સરખા હોય છે. તેમનો પગાર સુપ્રિમ કોર્ટના જજ જેટલા હોય છે.
- કાર્યકાળ અને પગાર ભથ્થાની જોગવાઈ The Election Commission (Conditions of Service of Election Commissioners and Transaction of Business) Act, 1991માં આપેલ છે.
ચુંટણીપંચના મુખ્ય કાર્યો અને સત્તાઓ
- મતદારયાદીઓ તૈયાર કરવી અને સમયે-સમયે તેમનું પુનરાવર્તન કરવું તથા લાયક મતાદાતાઓની નોંધણી કરવી.
- ચુંટણીપંચ સંસદ દ્વારા ડિલિમેટેશન એક્ટ પસાર કર્યા પચી ચુંટણી ક્ષેત્રની સીમાઓમા પરિવર્તન કરી શકે છે.
- ચુંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર કરવો.
- રાજકીય પક્ષોને ઓળખ આપવી અને તેમને ચુંટણી ચિહ્ન/નિશાન ફાળવવા.
- ચુંટણીની આચારસંહિતા તૈયાર કરવી.
- સંસદ સભ્યોની ગેરલાયકાત સંબંધી બાબતોમાં રાષ્ટ્રપતિને સલાહ આપવી.
- ચુંટણિઓ માટે રાજકીય પક્ષોની નોંધણી કરવી અને ચુંટણીમા તેમના પ્રદર્શન આધારિત તેમને રાષ્ટ્રિય અથવા રાજ્ય સ્તરના રાજકીય પક્ષ તરીકેનો દરજ્જો આપવો.
આ ચુંટણીપંચ એક સ્થાયી, સ્વતંત્ર અને બંધારણીય એકમ છે.પ્રથમ મુખ્ય ચુંટણી કમિશ્નર – સુકુમાર સેનસૌથી વધુ સમય સુધી મુખ્ય ચુંટણી કમિશ્નર – કે.વી.સુન્દરમ ( 1958-1967)પ્રથમ મહિલા મુખ્ય ચુંટણી કમિશ્નર- વી એસ.રમાદેવી.
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ
0 Komentar
Post a Comment