Pallav Vansh
Wednesday, February 24, 2021
Add Comment
પ્લ્લવ રાજવંશ
- સાતવાહન સામ્રાજ્યના પતન પછી પલ્લવ વંશની સ્થાપના થઈ.
- સ્થાપક- બપ્પદેવ, જેમણે આંધ્રપ્રદેશ પર શાસન કર્યુ.
- વાસ્તવિક સ્થાપક- સિંહવિષ્ણુ
- સિંહવિષ્ણુએ ચૌલોને હરાવ્યા જેનુ વર્ણન વૈલુર પાલેયમ તામ્રપત્રમાં છે.
મહેન્દ્રવર્મન પ્રથમ –
- મહેન્દ્રવર્મન પ્રથમના સમયથી પલ્લવ અને ચાલુક્ય વચ્ચે સંઘર્ષ શરૂ થયો.
- તે મહાન નિર્માતા, કવિ અને સંગીતજ્ઞ પણ હતો.
- તેના સંગીત ગુરૂ “રૂદ્રાચાર્ય” હતા.
- તેમણે ભવન નિર્માણની “કન્દરા શૈલી” વિકસાવી.
- આ રાજા જૈન ધર્મનો અનુયાયી હતો પરંતુ સંત અય્યરના પ્રભાવમાં આવી શૈવધર્મ અપનાવે છે.
- મહેન્દ્રવર્મનનો પરાજય પુલકેશી બીજા સામે થયો.
નરસિંહવર્મન પ્રથમ-
- તે આ વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો.
- તેમની ઉપાધિઓ – વાતાપીકોંડ, મહામલ્લ
- તેણે 3 વાર પુલકેશી બીજાને હરાવ્યો તેનું વર્ણન કુર્રમ અભિલેખમાં છે.
- તેમણે વાતાપીમાં વિજયસ્તંભ બનાવ્યો.
- તેણે મહાબલીપુરમમાં એકાશ્મક રથોનું નિર્માણ કરાવ્યુ.
- તેના સેનાપતિનું નામ શિતોંડ હતુ.
- આના સમયમાં ચીની યાત્રિ હ્યુ-એન-ત્સંગ કાંચી ગયો.
પરમેશ્વરવર્મન પ્રથમ-
- તે શૈવધર્મનો અનુયાયી હતો.
- ચાલુક્ય નરેશ વિક્રમાદિત્યને તેણે પરાજય આપ્યો.
નરસિંહવર્મન દ્વિતિય –
- સંસ્કૃત વિદ્વાન દંડી તેના દરબારમાં હતા.
- તેણે કાંચીમાં કૈલાસનાથ મંદીર “રાજસિંહ શૈલીમાં’ બનાવ્યુ.
- આ ઉપરાંત મહાબલિપુરમ્ તટ પર મંદીર બનાવ્યો.
પરમેશ્વર વર્મન –
- તે વૈષ્ણવ પરંપરાનો અંતિમ શાસક હતો.
નંદીવર્મન દ્વિતિય
- તેણે કાંચીમાં મુક્તેશ્વર મંદિર અને બૈકુંઠ પેરુમલ મંદિર બનાવ્યા છે.
- શંકરાચાર્ય દંતીવર્મનના સમકાલીન હતા.
કમ્પ વર્મા –
- આ પલ્લવવંશનો અંતિમ શાસક હતો.
પલ્લવરાજા બ્રાહ્મણ ધર્મના અનુયાયી હતા.
મોટા ભાગના લેખો સંસ્કૃત ભાષામાં લખેલા છે.
રથમંદિરોને સપ્તપૈગોડ કહેવામાં આવે છે.
- મહેન્દ્ર શૈલી- પથ્થરો કોતરીને ગુફા મંદિરનું નિર્માણ કરવામાં
આવતુ જેને મંડપ કહે છે. દા.ત. મકકોડા મંદિર, અનંતેશ્વર મંદિર
- નરસિંહ મંદિર- આનો વિકાસ નરસિંહ વર્મન પ્રથમ/ મામલ્લનાં સમયમાં થયુ હતુ. રથ અથવા એકાશ્મ (એક સ્તંભી) મંદીરનું નિર્માણ થયુ.
- રાજસિંહ શૈલી- પથ્થરોની ઈંટોની મદદથી મંદિરનું નિર્માણ કરવામાં
આવ્યુ. મહાબલિપુરમ્. કૈલાશનાથ મંદિર, એરાતેશ્વર
- નંદિવર્મન શૈલી- નંદિવર્મન દ્વિતિયના સમયમાં વિકાસ થયું. જેમા
નાના-નાના મંદિરોનું નિર્માણ કરવામાં આવતુ.
0 Komentar
Post a Comment