World Cancer Day 2021
વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)
This is immy's Academy. Where Knowledge Is Free.Hello & Welcome to Immy’s Academy
Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now.
- દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે
- વિશ્વ કેન્સર દિવસ Union for International Cancer Control- (UICC)ની એક પહેલ છે.
- 4 ફેબ્રુઆરી, 2000 ના રોજ પેરિસમાં World Summit Against Cancer for the New Millennium મા વર્લ્ડ કેન્સર ડેની શરૂઆત થઈ હતી.
- પેરિસ ચાર્ટરનો હેતુ સંશોધનને પ્રોત્સાહન આપવું, કેન્સરને અટકાવવુ, દર્દીની સંભાળ સેવાઓ સુધારવી, જાગૃતિ લાવવી, કેન્સર નિવારણ માટે વૈશ્વિક સમુદાયને એકત્રિત કરવા અને વિશ્વ કેન્સર દિવસ અપનાવવાનો છે.
- 21 મો વર્લ્ડ કેન્સર ડે વર્ષ 2021 માં ઉજવવામાં આવી રહ્યો છે અને આ વર્ષે તેની થીમ 'આઈ એમ આઈ વિલ' છે.
- વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય આ રોગ સામેની કાર્યવાહી અંગે વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓને જાગૃત કરીને કેન્સરથી થતાં મૃત્યુને ઘટાડવાનો છે.
ભારતમાં કેન્સરનો ઈતિહાસ
આપણા દેશમાં કૅન્સર જેવી બીમારી અને તેના ઇલાજનો ઉલ્લેખ આયુર્વેદ અને પ્રાચીન પાંડુલિપિમાં મળે છે. જર્નલ ઑફ ગ્લોબલ ઑન્કોલૉજીના જણાવ્યા અનુસાર ભારતીય મધ્યકાલીન સાહિત્યમાં કૅન્સરનો ઉલ્લેખ ઓછો જોવા મળે છે. 17મી સદી પછી કૅન્સરના કિસ્સાની નોંધ થવા લાગી હતી. 1860થી 1910 દરમિયાન ભારતીય ડૉક્ટરોએ કૅન્સરની તપાસ અંગે ઘણાં સંશોધનો અને અહેવાલો પ્રગટ કર્યાં હતાં.
કેન્સરથી મોતના આંકડામાં વધારો
છેલ્લાં 10 વર્ષમાં કૅન્સરના કિસ્સામાં 28 ટકાનો વધારો થયો છે અને તેનાથી થતાં મોતની સંખ્યામાં 20 ટકા વધારો થયો છે. મેડિકલ જર્નલ ઑફ ઑન્કોલૉજીના 1990થી 2016 સુધી થયેલા અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દુનિયામાં મોતનું કારણ બનતી બીમારીમાં કૅન્સરનું સ્થાન બીજું છે. ડૉક્ટરો કહે છે કે કૅન્સર મોટી ઉંમરે થનારી બીમારી છે, પણ હવે ઓછી ઉંમરે પણ લોકોને કૅન્સર થવા લાગ્યું છે. હવે તો 20-25ની ઉંમરના યુવાનોને પણ કૅન્સર થયેલું જોવા મળી રહ્યું છે. કૅન્સર વિશેના એક સવાલના જવાબમાં 2018માં લોકસભામાં કેન્દ્રના આરોગ્યમંત્રી હર્ષવર્ધને માહિતી આપી હતી કે ભારતમાં 15.86 લાખ કૅન્સરના કેસ થયેલા છે.
કેન્સરનું કારણ
માનવ શરીર ઘણા કોષોથી બનેલું છે. આ કોષો શરીરની જરૂરિયાત પ્રમાણે ઉત્પન્ન થતા રહે છે. પરંતુ જો તે અનિયંત્રિત બને અથવા શરીરની માંગ અને જરૂરિયાતો અનુસાર બંધ થઈ જાય, તો પછી કોશિકાઓની આ અનિયંત્રિત વૃદ્ધિને કેન્સર કહેવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કૅન્સરને કારણે થતાં મોત પૈકી ત્રીજા ભાગના કિસ્સાઓમાં શરીરની લંબાઈ કરતાં ઓછું વજન, ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ, કસરતનો અભાવ અને તમાકુ તથા શરાબનું સેવન જવાબદાર હોય છે.
તમાકુ
40 ટકા કિસ્સામાં તમાકુના સેવનને લીધે કૅન્સર થયું હોય એવું જોવા મળે છે. તમાકુના સેવનને કારણે મોઢામાં, સ્વાદુપિંડમાં, ગળામાં, અંડાશયમાં, ફેફસાંમાં અને સ્તનમાં કૅન્સર થતું જોવા મળે છે. જનતા, સરકાર અને મીડિયા આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે તો કૅન્સરને નિયંત્રણમાં લાવી શકાય.
જીવનશૈલી
ભારતમાં કૅન્સરની વધી રહેલી બીમારી માટે ડૉક્ટર્સની જીવનશૈલીમાં ફેરફાર, લોકોમાં વધતી સ્થૂળતા, સરેરાશ આયુષ્યમાં વધારાને તથા નિદાનની સુવિધા વધી તેને ગણાવે છે. ભારતમાં સ્થૂળતા, ખાસ કરીને ફાંદને કારણે ગૉલ બ્લેડર, સ્તન અને કોલોનના કૅન્સર સૌથી વધુ થઈ રહ્યા છે.
પ્રદૂષણ
28 વર્ષની મહિલાનો કેસ આવ્યો હતો. તે સિગારેટ ના પીતાં હોવા છતાં ફેફસાનું ચોથા સ્ટેજનું કૅન્સર થયું હતું. મહિલાના ઘરમાં પણ કોઈ ધૂમ્રપાન નહોતું કરતું, ત્યારે દિલ્હીના પ્રદૂષણના કારણે આવું થયું હશે તેવી ધારણા જ કરવી રહી. ધૂમ્રપાન ઉપરાંત પ્રદૂષણને પણ ફેફસાંના કૅન્સર માટે જવાબદાર માને છે.
કુપોષણ
ભારતમાં કુપોષણ અને ચેપી રોગોની સમસ્યા મોટી હતી. તેના પર ઘણા અંશે કાબૂ મેળવી લેવાયો છે. સાથે જ કૅન્સરના નિદાનની અને સારવારની સુવિધા પણ વધી છે.
સ્ત્રીઓમાં કેન્સર
'ધ ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ સ્ટડી' (1990-2016) અનુસાર ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન-કૅન્સર જોવા મળે છે. અભ્યાસ અનુસાર સ્ત્રીઓમાં સ્તન-કૅન્સર પછી ગળાનું, પેટનું અને આંતરડાંના કૅન્સર સૌથી વધુ જોવા મળી રહ્યા છે.
ઈલાજ
ડોક્ટર કેન્સરના તબક્કા, રોગોનો ઇતિહાસ અને દર્દીના લક્ષણો પ્રમાણે સારવાર કરે છે. સામાન્ય રીતે તેની સારવાર શસ્ત્રક્રિયા, કીમોથેરાપી અને રેડિયેશન દ્વારા કરવામાં આવે છે.
આજના કરંટ અફેરની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ
0 Komentar
Post a Comment