Search Now

BIMSTEC

BIMSTEC


  • પુરુ નામ- Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation
  • તે એક પ્રાદેશિક બહુપક્ષિય સંસ્થા છે અને તેના સભ્યો બંગાળની ખાડીના દરિયાકાંઠા અને નજીકના વિસ્તારોમા સ્થિત છે જે પ્રાદેશિક એકતાનું પ્રતિક છે.
  • તેના 7 સભ્યોમાંથી 5 સભ્યો દક્ષિણ એશિયાના છે, જેમાં બાંગ્લાદેશ, ભુટાન, ભારત, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે જ્યારે અન્ય 2 દેશ મ્યાનમાર અને થાઈલેન્‍ડ દક્ષિણ-પૂર્વ અશિયામાં સ્થિત છે.
  • બિમ્સ્ટેક માત્ર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ અશિયા વચ્ચે જોડણ જ નહી કરે પરંતુ હિમાલય અને બંગાળની ખાડીની ઇકોલોજીને પણ જોડે છે.
  • તેનો મુખ્ય ઉદ્દેશ ઝડપી આર્થિક વિકાસ માટે વાતાવરણ બનાવવુ, સામાજિક પ્રગતિને વેગ આપવો અને આ ક્ષેત્રમાં સામાન્ય હિતની બાબતોમાં સહકારને પ્રોત્સાહન આપવાનું છે.


BIMSTECનું ગઠન

  • આ પેટા પ્રાદેશિક સંગઠન બેંગકોક ઘોષણા દ્વારા 1997માં અસ્તિત્વમાં આવ્યો.
  • પ્રારંભમાં આ સંગઠનની શરૂઆત 4 સભ્ય દેશો દ્વાર થઈ હતી જેથી તેનુ નામ – ‘BIST-EC’ (બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા અને થાઈલેન્‍ડ- આર્થિક સહકાર ) હતુ.
  • વર્ષ 1997મા મ્યાનમાર શામેલ થયા પછી તેનુ નામ ‘BIMST-EC’ રાખવામાં આવ્યુ. 
  • વર્ષ 2004માં નેપાળ અને ભુતાન જોડાતા તેનુ નામ Bay of Bengal Initiative for Multi – Sectoral Technical and Economic Cooperation કરવામાં આવ્યું.

ઉદ્દેશ

  • ક્ષેત્રમાં ઝડપી આર્થિક વિકાસ માટે વાતાવરણ બનાવવું.
  • સહકાર અને સમાનતાની ભાવના વિકસાવવી.
  • સભ્ય દેશોના સમાન હિતના ક્ષેત્રમાં સક્રિય સહયોગ અને પરસ્પર સહાયને પ્રોત્સાહન આપવું.
  • શિક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરે ક્ષેત્રે પુર્ણ સહયોગ કરવું.

 

બિમસ્ટેકના સિદ્ધાંત

  • સમાન સંપ્રભુતા
  • પ્રાદેશિક અખંડિતતા
  • રાજકીય સ્વતંત્રતા
  • આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરવુ
  • શાંતિપુર્ણ સહ-અસ્તિત્વ
  • પરસ્પર લાભ
  • સભ્ય દેશો વચ્ચેનાં દ્વિપક્ષિય, પ્રાદેશિક અને બહુપક્ષિય સહકારને બદલવાને બદલે અન્ય વિકલ્પો પ્રદાન કરવા.

ક્ષમતાઓ

  • આ સંસ્થા દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે એક સેતુની જેમ કાર્ય કરે છે અને આ દેશો વચ્ચેના મજબુત પારસ્પરિક સંબંધોને રજુ કરે છે.
  • સાર્ક અને આશિયાન સભ્યો વચ્ચે આંતર-પ્રાદેશિક સહયોગ પુરો પાડે છે.
  • સંગઠનાન સભ્ય દેશોની વસ્તી લગભગ 1.5 અબજ છે જે વૈશ્વિક વસ્તીના લગભગ 22% છે.
  • બિમસ્ટેક દેશો 2018ના ડેટા અનુસાર 3.5 ટ્રિલિયન  જીડીપીના સંયુક્ત અર્થતંત્ર સાથે  છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ 6.5%નો વૃદ્ધિ દર જાળવી રહ્યા છે.
  • દુનિયાના કુલ વેપારનો એક ચતુર્થાંસ ભાગ દર વર્ષે બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.

 

મહત્ત્વપુર્ણ કનેક્ટિવીટી પ્રોજેક્ટ

  • કલાદાન મલ્ટીમોડેલ પ્રોજેક્ટ – આ પ્રોજેક્ટ ભારત અને મ્યાનમારને જોડે છે.
  • એશિયન ત્રિપક્ષિય હાઇવે- મ્યાનમાર થઈને ભારત અને થાઈલેન્‍ડ્ને જોડે છે.
  • બાંગ્લાદેશ-ભુતાન-ભારત-નેપાળ (BBIN) મોટર વાહન કરાર- મુસાફરો અને માલસામાનના પરિવહનના સરળ પ્રવાહ માટે.

 

સહયોગના ક્ષેત્ર

  • વેપાર અને રોકાણ
  • ટેક્નોલોજી
  • ઉર્જા
  • પરિવહન અને સંદેશા વ્યવહારા
  • પ્રવાસન
  • મતસ્ય પાલન
  • કૃષિ
  • સાંસ્કૃતિક સહયોગ
  • પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન
  • જાહેર આરોગ્ય
  • ગરીબી ઉન્મૂલન
  • જળવાયુ પરિવર્તન
  • આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય અપરાધો સામે રક્ષણ

 

 

સંસ્થાકીય સિસ્ટમ

  • બિમસ્ટેક સમિટ – આ બિમસ્ટેકની સર્વોચ્ચ નીતિ નિર્માણ સંસ્થા છે અને તેમાં સભ્ય દેશોના રાજ્ય/સરકારના પ્રમુખ શામેલ હોય છે.
  • મંત્રીસ્તરીય બેઠક – બિમસ્ટેકનુ આ બીજુ ટોચનું નીતિ નિર્માણ મંચ છે જેમા સભ્ય દેશોના વિદેશ મંત્રિઓ સામેલ હોય છે.
  • વરિષ્ઠ અધિકારીઓની બેઠક – સભ્ય દેશોના વિદેશ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.
  • બિમસ્ટેક વર્કિંગ ગૃપ – ઢાંકાના બિમસ્ટેક સચિવાલયમાં દર મહિને બિમસ્ટેકના સભ્ય દેશોના રાજ્દૂતો અથવા તેમના પ્રતિનિધિઓ ભેગા થાય છે.
  • વ્યાપાર મંચ અને આર્થિક મંચ- ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારીની ખાતરી કરવા માટે આ બે મહત્વપૂર્ણ મંચ છે.

ભારત માટે બિમસ્ટેકનું મહત્વ –

  • આ ભારતને ત્રણ પ્રમુખ નીતિઓ સાથે આગળ વધવાની તક આપે છે.
  • નેબરહુડ ફર્સ્ટ – દેશની સરહદની નજીકના વિસ્તારોને પ્રાથમિકતા.
  • એક્ટ ઇસ્ટ – ભારતને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડે છે.
  • ભારતના પૂર્વોત્તર રાજ્યોનો આર્થિક વિકાસ- બાંગ્લાદેશ અને મ્યાનમારના માધ્યમથી પૂર્વોત્તર રાજ્યોને બંગાળની ખાડી સાથે જોડવા.
  • બંગાળની ખાડીની આસપાસના દેશોમાં ચીનના બેલ્ટ એંડ રોડ ઇનિશિએટિવના વિસ્તારવાદી પ્રભાવોનો સામનો કરવા માટે ભારતને તક પુરી પાડે છે.
  • ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદોના કારણે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રિય સહકાર સંગઠન (SAARC) મહત્વહીન થઈ ગયુ છે, તેથી બિમસ્ટેક ભારતને પાડોશી દેશો સાથે જોડાવા એક નવુ મંચ પુરુ પાડે છે.

 

 

 

દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati, 

 

 

   

 

 

 

 

 

 

 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel