મનુષ્યનું પાચનતંત્ર
મનુષ્યનું પાચનતંત્ર
મો (મુખ) –
- અહીથી પાચનની શરૂઆત થાય છે.
- મુખની અંદર આવેલા દાંત ખોરાકને નાના-નાના ટુકડામાં વિભાજીત કરે છે.
- દાંત કેલ્શિયમ ફોસ્ફેટના (ca3(PO4)2) બનેલા હોય છે.
- દાંત ઉપર સખત અને ચમકદાર ઇનેમલ હોય જે દાંતનું રક્ષણ કરે છે.
- દુધિયા દાંતની સંખ્યા 20 હોય છે.
લાળગ્રંથી-
- આની ત્રણ જોડ મુખમાં હોય છે.
- લાળમાં ટાયલીન (અમાઇલેજ) અને માલ્ટેજ ઉત્સેચક (એન્જાઈમ) આવેલા હોય છે. જે મુખમા સ્ટાર્ચનું પાચન કરે છે. જેથી પાચનની શરૂઆત મુખથી થાય છે.
- ટાયલીન ( અમાઈલેજ) – સ્ટાર્ચને માલ્ટોજમાં ફેરવે છે.
- માલ્ટેજ- માલ્ટેજ માલ્ટોજને
ગ્લુકોજ (C6H12O6)
માં પરિવર્તિત કરે છે.
અન્નનળી – અન્નનળી
ખોરાકને જઠર સુધી પહોંચાડે છે.
જઠર –
- જઠરમાં ખોરાક વલોવાય છે.
- જઠરમાં HCL (મંદ હાઈડ્રોક્લોરિક એસિડ) ઉત્પન્ન થાય
છે.
- જઠર એસીડીક માધ્યમમાં કાર્ય કરે છે.
- HCL ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાને મારે છે અને ખોરાકને બેક્ટેરિયા મુક્ત કરે છે.
- મનુષ્યને ઉલ્ટી ખાટા સ્વાદની
થાય છે કારણ કે HCL એસિડ છે અને
એસિડ સ્વાદે ખાટા હોય છે.
- એસીડીટી વધુ પડતું ખાવાથી, ઓછુ ખાવાથી કે ઉજાગરા કરવાથી થાય છે. જો તે
લાંબા સમય સુધી રહે તો હાર્ટ અટેક આવી શકે છે.
- જઠરમાંથી ત્રણ એન્જાઈમ નીકળે છે. 1. પેપ્સીન 2. રેનીન 3. મ્યુસીન
પેપ્સીન – પેપ્સીન પ્રોટીનનું પેપ્ટૉન્સમાં રૂપાંતર કરે છે. જેથી
અહીં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે અને પ્રોટીનનું અર્ધપાચન થાય છે.
રેનીન – રેનીન કેસીનનું પાચન કરે છે.
- કેસીન પ્રોટિન દુધમાં હોય છે.
મ્યુસીન – મ્યુસીન જઠરની એસિડિકતા ઘટાડીને ચિકાસ ઉત્પન્ન કરે છે.
- વધુ પડતી એસીડિકતાના કારણે જઠરની દીવાલમાં કાણા પડે છે જેને અલ્સર રોગ કહે છે.
- પ્રોટીનનું બંધારણીય એકમ એમિનો એસિડ છે.
- ગ્લુકોઝનો એકમ કાર્બોહાઇડ્રેડ છે.
નાનું આંતરડું
- નાનું આંતરડું 3 ભાગમાં વહેચાયેલુ છે.
- 1. પકવાશય 2. મધ્યાંત 3. શેશાન્ત
- નાના આંતરડાની લંબાઈ 21 ફૂટ (6-7 મીટર) હોય છે.
- નાના આંતરડાના અગ્ર ભાગને પકવાશય કહે છે.
- અહી પાચનની લાંબી અને સારી ક્રિયા થાય છે.
- જેવો ખોરાક જઠરમાંથી પકવાશયમાં આવે છે તે જ સમયે પિત્તાશયમાંથી પિતરસ (બાઈલ જ્યુસ) તથા સ્વાદુપિંડમાંથી (પેનક્રિયાસ) નીકળતા ઉત્સેચકો ટ્રીપ્સીન અને લાયપેજ તેમાં ભળે છે.
- પિત્તરસ ક્ષારિય હોય છે જેથી ખોરાકને ક્ષારિય બનાવે છે.
- નાનું આંતરડુ બેજીક ( ક્ષારિય) માધ્યમમાં કાર્ય કરે છે.
સ્વાદુપિંડના
ઉત્સેચક
ટ્રીપ્સન - ટ્રીપ્સીન પેપ્ટોન્સનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે.
લાયપેજ – લાયપેજ ચરબીનું ફેટી એસિડ/ગ્લેસિરોલમાં રૂપાંતર કરે છે.
- નાના આંતરડામાંથી ઇરેપ્સીન, માલ્ટેજ, લેક્ટેજ,
લાયપેજ, સુક્રેજ નામનાં ઉત્સેચક પાચનની
ક્રિયામાં સહાયક છે.
- નાના આંતરડાની દીવાળ ઉપર રસાંકુર આવેલા હોય છે જે રક્તવાહીનીઓ સાથે જોડાયેલા હોય છે.
- અહિથી ખોરાકના ઘટક તત્વો ખોરાકમાં ભળે છે.
મોટું આંતરડું –
- મોટા આંતરડાની લંબાઇ 6 થી 7 ફૂટ ( 2-3 મીટર) હોય છે.
- મોટા આંતરડાની દિવાલ પાણીનો
શોષણ કરે છે. ઘન કચરો મળાશયમાં સંગ્રહ થાય છે, મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળે છે.
- પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે છે.
- મોટો આંતરડા દ્વારા પાણીનું શોષણ કરવામાં આવે છે.
યકૃત (લીવર)
- યકૃત સૌથી મોટી ગ્રંથિ છે.
- તેમાથી હિપેરિન નામનું દ્રવ્ય નીકળે છે જે શરીરમાં લોહીને જામવા દેતો નથી.
- પાચનમાર્ગના ડોક્ટરને ગેસ્ટ્રોએંડોલોજિસ્ટ કહે છે.
- પાચનમાર્ગની તપાસ માટે એન્ડોસ્કોપી પદ્ધતિ મદદરૂપ થાય છે. આ પદ્ધતિમાં દર્દીને બેરિયમ સલ્ફેટનું દ્રાવણ પીવડાવવામાં આવે છે.
- કોલોનોનું કેંસર એટલે આંતરડાનું કેન્સર.
- નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણના સ્થાને એપેન્ડીક્ષ /આત્રપૂચ્છ આવેલ છે જે શરીરનું અવિશિષ્ટ અંગ કે વધારાનું અંગ છે.
0 Komentar
Post a Comment