Search Now

Budget Facts In Gujarati


  • અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખીયે છીએ. બજેટ શબ્દ મધ્યયુગના બાઉજેટ શબ્દ પરથી  ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે “ચામડાનો થેલો”. આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાની થેલી કે બેગ કે પછી બ્રિફકેસ એવો થાય છે.
  • બંધારણમાં બજેટ શ્બ્દનો ઉલ્લેખ નથી પણ તેનો વાર્ષિક નાણાકીય પત્રક તરીકે ઉલ્લેખ છે.
  • ભારતમાં સામાન્ય અંદાજપત્ર સૌપ્રથમ ઈસ્ટ-ઈન્‍ડિયા કંપનીમાંથી બ્રિટિશ તાજમાં વહીવટી સ્થાનાંતરિત થયાના બે વર્ષ પછી 7મી એપ્રિલ 1860ના રોજ જેમ્સ વિલ્સને રજૂ કર્યુ હતુ.
  • 2001 પહેલા અંદાજપત્ર સાંજે 5:00 કલાકે રજુ કરવાની પરંપરા હતી. જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી. બ્રિટિશ સમય ભારતના સમય કરતાં 5:30 કલાક પાછળ હોય છે.
  • આઝાદ ભારતનું પ્રથમ સામાન્ય અંદાજપત્ર આઝાદી પછી 26મી નવેમ્બર 1947ના રોજ નાણામંત્રી શ્રી આર કે ષણમુખમ ચેટ્ટીએ રજુ કર્યુ હતુ.
  • પ્રજાસત્તાક ભારતનું અંદાજપત્ર 28મી ફેબ્રુઆરી 1950ના રોજ જોન મથાઇએ રજુ કર્યુ હતું.
  • બજેટને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. 1. ડેફીસીટ બજેટ 2. સરપ્લસ બજેટ 3. બેલેન્‍સડ બજેટ
  • દેશમાં સૌથી વધુ એટલે કે 10 અંદાજપત્ર માન. મોરારજી દેસાઇ દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલ.
  • ભારત સરકારશ્રીનું અંદાજપત્ર બંધારણની કલમ 112થી કલ્મ 117 મુજબ રજુ કરી પસાર કરવામાં આવે છે.
  • ગુજરાત બજેટ ૨૦૨૧-૨૨ PDF 
  • ભારત સરકારમાં અગાઉ સામાન્ય અંદાજપત્ર અને રેલ્વે અંદાજપત્ર અલગ રજૂ થતાં હતાં તે હવે સને 2016થી એક જ સામાન્ય અંદાજપત્રમાં રેલ્વે અંદાજોની જોગવાઇ થાય છે.
  • ગુજરાત રાજ્યનું પ્રથમ અંદાજપત્ર એટલે કે સને 1960-61નું અંદાજપત્ર તારીખ 22-09-1960 ના રોજ વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવ્યુ હતુ. જેની રકમ રૂ. 114,92,86,000/- હતી.
  • સને 1960-61 થી સને 2020-21 સુધીમાં કુલ 76 અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવેલ છે. સને 2021-22ના વર્ષનું 77મું અંદાજપત્ર રજુ થશે.
  • કુલ 76 અંદાજપત્ર રજુ થયેલા તેમાં 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે રજુ કરવામાં આવેલ.
  • કુલ 76 અંદાજપત્ર રજુ થયેલ તે પૈકી ત્રણ અંદાજપત્ર રાષ્ટ્રપતિ શાસનના કારણે લોકસભામાં રજુ થયેલ.
  • કુલ 76 અંદાજપત્ર રજુ થયેલ તે પૈકી સૌથી વધુ એટલે કે 18 વખત માન. વજુભાઈ વાળા  નાણામંત્રીશ્રી તરીકે રજુ કરેલ.
  • માન. નીતિનભાઈ પટેલ નાણામંત્રીશ્રી તરીકે અત્યાર સુધીમા 8 અંદાજપત્ર રજુ કરેલ છે અને નવમી વખત સને 2021-22 ના વર્ષનું અંદાજપત્ર રજુ કરશે.
  • અંદાજપત્રમાં 1. વાર્ષિક નાણાકિય પત્રક 2. આવકનું અંદાજપત્ર તેમજ 27 વિભાગોનાં વિગતવાર મળી કુલ 29 પ્રકાશનો રજુ કરવાના થાય છે.
  • અંદાજપત્ર સિવાય અન્ય પ્રકાશનો અને કામગીરી અંદાજપત્ર સહિત કુલ 64 અંદાજપત્ર પ્રકાશનો વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવે છે.
  • અંદાજપત્ર રજુ કરવા માટે માન. નાણામંત્રીશ્રી અંદાજપત્ર પ્રવચન આપે છે.
  • ભારતના બંધારણની કલમ 202 થી 207 ની જોગ્વાઈ મુજબ અંદાજપત્ર રજુ કરી પસાર કરવામાં આવે છે.
  • અંદાજપત્ર રજુ થયા બાદ સામન્ય ચર્ચા 4 દિવસ અને વિભાગવાર માંગણીની ચર્ચા 12 બેઠકમાં કરવામાં આવે છે.
  • અંદાજપત્રની માંગણીવાર ચર્ચા પુરી થયા બાદ તેનુ વિધયેક ગૃહમાં રજુ કરી પસાર થયા બાદ તે વિધેયકને નામદાર રાજ્યપાલશ્રી ની અનુમતિ મેળવ્યા બાદ તેના એક્ટ થયા પછી અંદાજપત્રમાં જોગવાઈ કરેલ ગ્રાંટ વાપરી શકાય છે.  
  •  

દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati, 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel