15 APRIL 2021 CURRENT AFFAIRS
15 APRIL 2021 CURRENT AFFAIRS
આહાર ક્રાંતિ મિશન
- કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધન ‘આહાર ક્રાંતિ’ મિશનની શરૂઆત કરશે.
- પોષણયુક્ત સંતુલિત આહારની આવશ્યકતા અને ઉપલબ્ધ સ્થાનિક ફળો અને શાકભાજીના મહત્વ વિશે જાગૃત્તિ લાવવા શરૂ કરાયું છે.
- આ અભિયાનની શરૂઆત વિજય ભારતી (વિભા) અને ગ્લોબલ ઇન્ડિયન સાયન્ટિસ્ટ્સ એન્ડ ટેક્નોક્રેટ્સ ફોરમ (GIST) દ્વારા ‘ઉત્તમ આહાર-ઉત્તમ વિચાર’ના લક્ષ્ય સાથે કરવામાં આવી છે.
- ભારતમાં કુપોષણ, ભૂખમરા અને રોગોની સમસ્યાનું સમાધાન લાવવા માટે આહાર ક્રાંતિ મિશન લાવવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રએ 2021ને ‘ફળો અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે જાહેર કર્યું છે.
ઇલેકટ્રોનિક માર્કેટ પ્લેસ ઈ-સાંતા
- કેંદ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જ્ળ ખેડૂતો (જળ કૃષકો) માટે ઇલેકટ્રોનિક માર્કેટપ્લેસ પ્લેટ્ફોર્મ ‘ઇ-સાંતા’ શરૂ કર્યું.
- આ પ્લેટફોર્મ જળ ખેડુતોને ખરીદદારો સાથે જોડવામાં મદદરૂપ થશે. આનથી વચેટીયાઓની ભુમિકા દુર થશે.
- ઇ-સાંતા એટલે ઇલેકટ્રોનિક સોલ્યુશન ફોર ઑગમેંટિંગ એનએસીએસએ ફાર્મર્સ ટ્રેડ ઇન એક્વાકલ્ચર
- આ નેશનલ સેંટર ફોર સસ્ટેનેબલ અક્વાકલ્ચર (NACSA) ની એક પહેલ છે.
NACSA – સ્થાપના -2007, મુખ્યમથક – કાકીનાડા, આંધ્રપ્રદેશ
તે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) હેઠળ નોંધાયેલ સોસાયટી છે.
હોકી ખિલાડી બલવીર સિંહ જૂનિયરનું તાજેતરમાં નિધન થયું. 1958મા એશિયન ગેમ્સમાં રજત પદક મેળવનાઋ ટિમના તેઓ સભ્ય હતા. 1962માં તો સેનામાં જોડાયા હતા.
સવિલ કરશે લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્ની યજમાની
- કોવિડ-19 રોગચાળાના કારણે એક વર્ચુઅલ સમારોહમાં સ્પેનનો સવિલ શહેર 22માં લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડનું આયોજન કરશે.
- આ એવોર્ડના વિજેતાઓની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમીનાં 69 સભ્યો ધરાવતા જૂરી દ્વારા કરવામાં આવશે.
- છેલ્લી વખત 2007મા આ એવોર્ડ સમારોહ બાર્સેલોનામાં યોજાયું હતુ.
પહેલી દ્વિ-વાર્ષિક ભારતીય વાયુસેના, IAF કમાન્ડર્સ કોન્ફરન્સ 2021નું ઉદ્ઘાટન રક્ષામંત્રી રાજનાથસિંહે એરફોર્સ હેડક્વાર્ટર, નવી દિલ્હી ખાતે કર્યું. (એર ચીફ માર્શલ – રાકેશ કુમાર સિંહ ભદોરિયા)
ઇજિપ્તમાં શોધવામાં આવ્યું લક્સરનું સોનાનું શહેર
- ઇજિપ્તનાં પુરાતત્ત્વવિદોએ લક્સરના ખોવાયેલ સોનાના શહેરને શોધી કાઢ્યું છે.
- 3400 વર્ષ જૂનું આ રાજવી શહેર અમેનહોટપ III (Amenhotep III) દ્વારા બાંધવામાં આવ્યું હતું, જેને તેના વિધર્મી પુત્ર અખેનાતન (Akhenaten) દ્વારા ત્યજી દેવામાં આવ્યો હતો.
- ઇજિપ્તના પુરાતત્વવિદ બેટ્સી બ્રાયને (Betsy Bryan) આ શોધને ‘તુતનખામુનની કબર પછી બીજી સૌથી મહત્તવપૂર્ણ શોધ’ ગણાવી છે.
IAS અધિકારી સિદ્ધાર્થ સિંહ લોંગ્જામ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) ના ડાયરેક્ટર જનરલનો પદ સંભાળશે. તેઓ હાલમાં રમત મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેઓ નવીન અગ્રવાલનું સ્થાન લેશે. (NADAનુ મુખ્યમથક – નવી દિલ્હી, સ્થાપના- 24 નવેમ્બર 2005)
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,
0 Komentar
Post a Comment