સરસ્વતી સન્માન 2020
Thursday, April 1, 2021
Add Comment
સરસ્વતી સન્માન 2020
- પ્રખ્યાત મરાઠી સાહિત્યકાર ડો. શરણ કુમાર લિંબાલેને વર્ષ 2018માં પ્રકાશિત થયેલ તેમની નવલકથા “સનાતન” માટે દેશનો સર્વોચ્ચ સાહિત્યિક એવોર્ડ “સરસ્વતી સન્માન” એનાયત કરવામાં આવ્યો છે.
- 64 વર્ષના શરણ લિંબાલે આ એવોર્ડ મેળવનાર દેશના પ્રથમ દલિત લેખક છે.
- શરણ કુમાર લિંબાલે નાશિકની યશવંતરાવ ચૌહાણ મુક્ત વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ વડા રહી ચૂક્યા છે અને તેમણે કુલ 40 પુસ્તકો લખ્યા છે.
- ડો. લિંબાલેની મરાઠી નવલકથા “સનાતન” એ એક ઐતિહાસિક નવલકથા છે, જે સનાતન, મુગલ, અને બ્રિટિશ શાસકોના
સમયના સામાજિક વિકાસ પર પ્રકાશ પાડે છે અને એ તથ્યને રેખાંકિત કરે છે કે આ સમય દરમિયાન
દલિતો અને આદિવાસીઓ પર કઈ રીતે અત્યાચાર કરવામાં આવતું.
- ડો. લિંબાલેને તેમની આત્મકથા “અકર્માશી” માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ વિશે –
- આ એવોર્ડ કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા વર્ષ 1991થી આપવામાં આવે છે.
- આ એવોર્ડ છેલ્લા દસ વર્ષમાં કોઈ પણ ભારતીય ભાષામાં પ્રકાશિત થયેલ ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓને આપવામાં આવે છે.
- વિજેતાઓને 10 લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.
આ ફાઉન્ડેશન દ્વારા હિન્દી લેખકો માટે વ્યાસ સન્માન તથા રાજસ્થાનના લેખકો માટે બિહારી સન્માનની શરૂઆત પણ કરવામાં આવી છે.
સરસ્વતી સન્માનના
વિજેતાઓ –
- સૌપ્રથમ વિજેતા- શ્રી હરિવંશરાય
બચ્ચન (1991) – આત્મકથા- ક્યા ભૂલુ, ક્યાં યાદ કરું
- પ્રથમ ગુજરાતી વિજેતા- મનુભાઇ પંચોળી (1997) – કુરુક્ષેત્ર કૃતિ માટે
- બીજા ગુજરાતી વિજેતા- સિતાંશુ યશચંદ્ર મહેતા (2017) વખાર કાવ્યસંગ્રહ માટે
- વર્ષ 2019ના વિજેતા- વાસુદેવ મોહે – ચેક્બૂક કૃતિ માટે (સિંધિ)
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,
0 Komentar
Post a Comment