જલિયાવાલા બાગ હત્યાકાંડ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
13 એપ્રિલ, 2021 ના રોજ, જલિયાંવાલા બાગ હત્યાકાંડની 102 મી વર્ષગાંઠની
ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી, ભારતીય નેતાઓને આશા હતી કે હવે તેઓને
બ્રિટીશ સરકાર દ્વારા સ્વરાજની મંજૂરી આપવામાં આવશે, પરંતુ ઉલટું,
બ્રિટીશ
સરકારે રોલેટ એક્ટ લાગુ કર્યો,
જે
મુજબ બ્રિટિશ સરકાર કોઈ મુકદ્દ્મો ચલાવ્યા વગર કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકતી હતી. આ વ્યક્તિ પર
રાજદ્રોહી પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આરોપ લગાવીને તેની ધરપકડ કરવામાં આવતી.
.આ કાયદો પસાર થતાં દેશભરમાં વ્યાપક વિરોધ પ્રગટ થયો હતો
અને 9 એપ્રિલ 1919 ના રોજ સરકારે પંજાબના બે લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ
અને ડૉ. સૈફુદ્દિન કિચલૂની ધરપકડ કરી.
તેમની ધરપકડના વિરોધમાં 13 એપ્રિલ 1919 ના રોજ બૈસાખીના દિવસે
અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જનરલ ડાયરે તેને પોતાની
આદેશની અવગણના માની અને સભાસ્થળ પહોંચ્યા પછી નિ:શસ્ત્ર લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો.
સરકારી આંકડા મુજબ, મૃત્યુઆંક 379 હતો પરંતુ હકીકતમાં વધુ લોકો માર્યા ગયા હતા.
રવિન્દ્રનાથ ટાગોરે આ નરસંહારના
વિરોધમાં બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલ 'નાઈટહૂડ' ખિતાબનો ત્યાગ કર્યો
હતો.
હત્યાની તપાસ માટે કોંગ્રેસે મદન મોહન
માલવીયાની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરી હતી.
બ્રિટિશ સરકારે હત્યાકાંડની તપાસ માટે હન્ટર
કમિશનની રચના કરી.
0 Komentar
Post a Comment