ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. બાબાસાહેબ આંબેડકર
- આ વર્ષે બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજ્યંતિ ઉજવાવામાં આવી રહી છે.
- ભારત રત્ન, સંવિધાનના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14
એપ્રિલ, 1891ના દિવસે
મિલિટરી હેડક્વાટર્સ ઓફ વોર (મહૂ. જિ.ઈન્દોર,
મધ્યપ્રદેશ)માં થયો. તેઓ સૂબેદાર રામજી સકપાલ અને
માતા ભીમાબાઇનું ચૌદમું સંતાન હતા.
- અન્યાય સામે અવાજ ઉઠાવવાનો વારસો પિતા પાસેથી જ મળ્યો. પિતા રામજી સુબેદારે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ મહારોને સેનામાં ભરતી કરવા પર મનાઈ ફરમાવી તેના વિરુદ્ધ તથા હુકમને રદ્દ કરવા ગવર્નર સમક્ષ રજૂઆત કરી.
- ઈ.સ. 1894માં પિતાની નિવૃત્તિ બાદ મળતા માસિક રૂ. 50 પેન્શનને લીધે આર્થિક
સંકડામણનો સામનો કરવો પડ્યો તેથી મુંબઈ સ્થિર થવા વિચારેલું અંતે દાપોલી અને સતારા
તરફ પ્રયાણ કર્યું.
- ડૉ. બાબાસાહેબે કુમળી વયે જ માતાની શીતળ છાયા ગુમાવી. 1897માં 6 વર્ષની ઉમરે
મોટાભાઈ આનંદરાવ સાથે કેમ્પ સ્કૂલ સતારામાં ભીમરાવને દાખલ કર્યા.
પ્રતિભાશાળી ભીમરાવને તેમના પ્રિય શિક્ષક કૃષ્ણરાવ કેશવરાવે પોતાની અટક
આંબેડકર આપી. ઈ.સ. 1902માં સતારાની નોકરી છૂટી જતાં પિતા સાથે મુંબઈની લોઅર પરેલની
ડબલ ચાલમાં રહેવા આવ્યાં. ભીમરાવે પહેલા મરાઠા હાઈસ્કૂલમાં અને પછી એલિફન્સ્ટન
હાઇસ્કૂલમાં દાખલ કર્યા.
- 9 નવેમ્બર 1906ના રોજ શ્રી ભિખુ ધોત્રેની પુત્રી રમાબાઈ સાથે
વિવાહ થયા. ઈ.સ. 1907માં એલિફન્સટન હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા
પાસ કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો જે બદલ રા.બ. સીતારામ કેશવ બોલેની અધ્યક્ષતામાં
સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં કૃષ્ણાજી કેબુસ્કરે ભગવાન બુદ્ધનું
ચરિત્ર પુસ્તક ભેટ આપ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી પર્શિયન – અંગ્રેજી સાથે બી.એ.
પાસ કર્યું.
- ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ગુજરાત સાથે ઘનિષ્ઠ નાતો રહ્યો. ઈન્ટર પછી અભ્યાસ
માટે વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજ સયાજી રાવ ગાયકવાડે (ત્રીજા)
શિષ્યવૃત્તિ આપી. પરિણામે કોલેજ અભ્યાસ –ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
- મુંબઈની એલિફન્સ્ટન કોલેજની કેન્ટીનમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અપાવવાની ઝૂંબેશ કરનાર ભટ્ટ મહોદયે આંબેડકરને કેન્ટીનમાં પ્રવેશ કરાવ્યો.
- ગ્રેજ્યુએટ ભીમરાવ આંબેડકરને વડોદરામાં જ પ્રથમ નોકરી મળી, વળી
મહારાજા સયાજીરાવ ગાયકવાડે પેટલાદના શિવરામ જેરામના અવસાનથી ખાલી પડેલી
જગ્યા ઉપર તેમની રાજ્યના કાયદા કાઉન્સિલ legislatureમાં પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી. આ સમયે તેઓ
કરોલીબાગના અંત્યજ છાત્રાલયમાં રહેતા હતા. જેના ગૃહપતિ આર્યસમાજી
અત્મારામ અમૃતસરી હતા.
- ડો. બાબાસાહેબને અભ્યાસ માટે પણ સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ પ્રાપત થઇ. પરિણામે તેઓ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શ્કયા હતા.
- ડૉ. બાબાસાહેબ આંબેડકર નીડર પત્રકાર પણ હતા. જાન્યુઆરી 1920માં તેઓએ ‘મૂકનાયક’ મરાઠી
પાક્ષિકનો પ્રારંભ કર્યો. એપ્રિલ,1927માં ‘બહિષ્કૃત ભારત’ નામના મરાઠી પાક્ષિકનો પણ
પ્રારંભ કર્યો. તો વળી ‘સમતા’ પાક્ષિક
સપ્ટેમ્બર 1927માં શરૂ કર્યુ. ડિસેમ્બર 1930માં ‘જનતા’
સામયિક શરૂ કર્યું.
બાબાસાહેબની જીવનગાથાની તવારીખ
- 9 મે,1916- કોલંબિયામાં સમાજશાસ્ત્ર વિષયના એન્થ્રોપોલોજી સેમિનાર્માં “કાસ્ટ ઇને ઈન્ડિયા” સંશોધન પેપ્ર પ્રસ્તુત કર્યું.
- 19 ઓક્ટોબર, 1916 – લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલોટિકલ સાયન્સ, લંડનમાં એમ. એસ.સી. અને ડી.એસ.સી.ની પદવી માટે પ્રવેશ મેળવ્યો.
- જૂન, 2016- પીએચડી ની પદવી પ્રાપ્ત કરવાં નેશનલ ડીવિડન્ડ ઓફ ઇન્ડિયા શીર્ષક હેઠળ મહાનિબંધ (કોલંબિયા યુનિવર્સિટી) રજૂ કર્યો.
- જૂન, 1917-
છાત્રવૃત્તિ મુદ્દત પૂરી થતાં ભારત પાછા આવ્યા અને ડી.એસ.સી. (અર્થાશાસ્ત્ર)
નો મહાનિબંધ અધૂરો મુક્વો પડ્યો.
- 28 જૂલાઇ, 1920 – M.Sc. અને D.Sc. ડિગ્રી માટે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એંડ પોલિટિકલ સાયન્સમાં ‘ગ્રેજ ઇન’ માં બેરિસ્ટરના અભ્યાસ માટે દાખલ થયા.
- 29 જૂન 1921- લંડન યુનિવર્સિટી દ્વારા M.Sc. (અર્થશાસ્ત્ર) ની પદવી પ્રાપ્ત કરી.
- 30 મે, 1921- જર્મનીમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા બોન (BONN) યુનિવર્સિટીમાં પ્રવેશ.
- નવેમ્બર 1923- પ્રોબ્લેમ ઓફ રૂપી, ‘The Problem OF Rupee’ થિસિસ-મહાનિબંધ D.Sc. અર્થશાસ્ત્રની પદવી માટે સ્વીકૃત થયો.
- 15 ડિસેમ્બર 1946 – અખંડ ભારતની હિમાયત કરતું બંધારણ સભામાં પ્રથમ ઐતિહાસિક પ્રવચન.
- ઑગસ્ટ, 1947 – સ્વતંત્ર ભારતના સંવિધાન માટેની ડ્રાફટીંગ કમિટીમાં નિયુક્ત.
- ઓગસ્ટ, 1947- નહેરૂ કેબિનેટમાં સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા.
- નવેમ્બર, 1948- ડ્રાફ્ટિંગ કમિટેના અધ્યક્ષ તરીકે સંસદમાં ભારતીય સંવિધાનનો મુસદ્દો રજૂ કર્યો.
- 24 ફેબ્રુઆરી, 1949- સીલેક્ટ કમિટીના અધ્યક્ષ તરીકે ‘હિન્દુ કોડ બીલ’ની કાર્યવાહી પૂર્ણ કરી.
- ડિસેમ્બર,1955- Thoughts on Linguistic States (થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ) ભાષાવાર પુન:રચના વિશે વિચાર પુસ્તકનું પ્રકાશન
- ફેબ્રુઆરી, 1956- ‘જનતા’ સાપ્તાહિકનું ‘પ્રબુદ્ધ ભારત’ નવું નામાભિધાન કરવામાં આવ્યું.
- 14 ઓક્ટોબર, 1956-નાગપુર ખાતે બૌદ્ધ ધર્મનું દીક્ષાગ્રહણ
- નવેમ્બર, 1956 – 1) The Buddha and His Dharma (બુદ્ધ અને તેમના ધર્મ) 2) Revolution and Counter Revolution (ક્રાંતિ-પ્રતિક્રાંતિ) બંને ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ કર્યું.
- 6 ડિસેમ્બર 1956- 26, અલીપુર રોડ, દિલ્હીમાં પરિનિર્વાણ
- 7 ડિસેમ્બર 1956- દાદર, ચોપાટી ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો જે
ચૈત્યભૂમિનાં નામે સુપ્રસિદ્ધ છે.
મહત્વની બાબતો
તેઓએ બંધારણીય સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા.
તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો.
ગાંધીજી અને આંબેડકર વચ્ચે 1932માં પુના કરાર થયા.
ઓગસ્ટ 1936માં તેમણે ઇન્ડીપેનડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજૂર પક્ષ) ની સ્થાપના કરી.
1940માં તેમનું પુસ્તક ‘પાકિસ્તાન ઉપર વિચારો’ પ્રકાશિત થયું.
સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે ‘પીપલ્સ એજ્યુકેશન સોસાયટી’ ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી.
તેમનો વધુ એક પુસ્તક ‘શુદ્રો કોણ હતા?” પ્રકાશિત થયું.
ડૉ. આંબેડકરે 15 એપ્રિલ 1948માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા.
માર્ચ 1952માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા.
0 Komentar
Post a Comment