હાથી બચાવો દિવસ
SAVE THE ELEPHANT DAY
હાથી બચાવો દિવસ – 16
એપ્રિલ
હાથી બચાવો દિવસ ( SAVE THE ELEPHANT DAY) દર વર્ષે 16 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
તે હાથીને રહેલા જોખમો અને તેમને પડતી મુશ્કેલીઓ વિશે જાગૃત્તિ લાવવા માટે ઉજવવામાં
આવે છે.
આ દિવસની સ્થાપના થાઇલેન્ડમાં એલિફન્ટ રિઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન દ્વારા
કરવામાં આવી હતી.
હાથી દંતના વેપાર અને હાથીઓના રહેઠાણના નુકશાન અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની
ઉજવણી કરવામાં આવે છે.
IUCN રેડ લિસ્ટમાં આફ્રિકન હાથીઓને અસુરક્ષિત અને એશિયન
હાથીઓને લુપ્તપ્રાય શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.
એક અનુમાન મુજબ વિશ્વમાં આશરે 50,000-60,000 હાથીઓ છે. તેમાંથી
60% હાથીઓ ભારતમાં વસે છે.
વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12 ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે.
ભારતે હાથીઓને સુરક્ષા માટે પ્રોજેક્ટ એલિફેન્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ 1992માં શરૂ કરાયો હતો.
0 Komentar
Post a Comment