Search Now

હીમોફીલિયા દિવસ

હીમોફીલિયા દિવસ


વિશ્વભરમાં 17 એપ્રિલના રોજ હીમોફીલિયા દિવસ (World Hemophilia Day 2021) ઉજવવામાં આવે છે.

હેતુ

આ દિવસને ઉજવવાનો હેતુ એ છે કે લોકો આ બીમારી વિશે જાણે અને તેને લઈને જાગૃત (Awareness) થાય. આ એક પ્રકારનો ડિસઓર્ડર છે, જેના કારણે આપણા શરીરમાં લોહી (Blood) પર તેની અસર થાય છે. હીમોફીલિયાથી પીડિત વ્યક્તિને જ્યારે અંદરની તરફ અથવા બહારની તરફ વાગે છે, ત્યારે લોહી વહેવાનું ચાલુ જ રહે છે. આ લોહી જામી નથી શકતું. જેને હીમોફીલિયા કહેવાય છે. આ બીમારીના કારણે ઘણા લોકો માટે ખતરો પેદા થઇ જાય છે.

વિશ્વ હીમોફીલીયા દિવસ 2021 થીમ - Adapting to Change, sustaining care in a new world

ઇતિહાસ

આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 1989માં કરાઈ હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે 'વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયા'ના સંસ્થાપક ફ્રેંક કેનેબલના જન્મદિવસ એટલે કે 17 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.

WFH એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે લોકોને આ રોગ પ્રતિ જાગૃત કરવા અને તેના દર્દીઓ માટે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન 1987માં સંક્રમિત બ્લડથી એઇડ્સ થવાથી થયું હતું.

આ રોગનું કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય છે. આ બીમારી લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે. 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel