Gujarat Government VISWAS Project
VISWAS પ્રોજેક્ટને “Smart Cities India Award-2021” એનાયત
- તાજેતરમાં દેશના
વાણિજ્ય મંત્રાલયના India Trade Promotion Organization અને Exhibition India Group દ્વારા
આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત પોલીસના VISWAS Projectને ‘Safe
City’ કેટેગરીમાં Smart Cities India Award -2021 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
- રાજ્યના ગૃહ વિભાગ
કાર્યરત Video Integration & State wide Surveillance System- VISWAS Project અંતર્ગત રાજ્યનાં તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે.
- જેમાં 34 જિલ્લાના
મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો (અંબાજી, પાવાગઢ,
પાલીતાણા, સોમનાથ, દ્વારકા
અને ડાકોર) તેમજ Statue of Unity, કેવડિયા કોલોની એમ કુલ-41
શહેરોને આવરી લેવામાં આવ્યા છે.
- આ શહેરોમાં ટ્રાફિક
જંકશન, પ્રવેશ, એક્ઝિટ પોઈન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ
7000થી વધુ સીસીટીવી કેમેરા લગાવી, સંબંધિત જિલ્લાનાં “નેત્રમ”
(District Level Command & Control Centre) સાથે Broad
Band કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા છે.
- તમામ જિલ્લાઓના “નેત્રમ”ને
ગાંધીનગર ખાતેના “ત્રિનેત્ર” (State Level Command & Control Centre) સાથે
જોડવામાં આવ્યા છે.
- આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ
પ્રકારના Video Analytics સ્થાપિત કરવામાં આવ્યા છે.
- વિશ્વાસ પ્રોજેક્ટ
અંતર્ગત Integrated
Traffic Management Systemના ઉપયોગથી e-Challan System કાર્યરત કરવામાં આવી છે. જેના થકી ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન માલિકને e-Challan
ઇસ્યૂ કરવામાં આવે છે. જેની માંડવાળ રકમની ચુકવણી માટે નાગરિકોને
સરળતા રહે તે માટે Online Payment System ની સુવિધા ચાલુ
કરવામાં આવી છે.
- રાજ્યના લોકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો સાબિત થઇ રહ્યો છે.
- આ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાનું
મજબૂત નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. જેના થકી અત્યાર સુધી કુલ 3000 થી વધુ બનાવોના
ગુના ઉકેલવામાં તેમજ તપાસ અને બંદોબસ્ત કરવામાં આ પ્રોજેક્ટ ઉપયોગી થયો છે.
- આ પ્રોજેક્ટને “Skoch Gold Award-2019” અને વર્ષ 2020માં "Governance Now India Police Award-2020” પણ પ્રાપ્ત થયો છે.
VISWAS (Video Integration & State wide Surveillance System)
- આ રાજ્યના ગૃહ વિભાગનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે.
- શરૂઆત – 7 માર્ચ 2019ના દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પાલનપુર ખાતેથી કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર 7 જિલ્લાઓમા શરૂ કર્યા બાદ તેનો વિસ્તાર હાલમાં 33 જિલ્લાઓમા ફેલાએલો છે.
- જિલ્લાનો કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર – નેત્રમ
- રાજ્યનો કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર- ત્રિનેત્ર
પ્રોજેક્ટના ફાયદાઓ
- ગુનાઓની તપાસમાં મદદરૂપ.
- ગુનાઓ અટકાવવામાં અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ.
- ટ્રાફિકના નિયમનમાં ઉપયોગી.
- ધાર્મિક સ્થળો ખાતે પૂનમ અથવા ચોક્કસ દિવસે અથવા મોટા મેળાવડા થતી ભીડને કાબૂમાં લેવા માટે અને યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગી.
- પ્રતિબંધિત
વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ, વાહન અથવા અજાણ્યા સાધનો/વસ્તુ દ્વારા થતી ઘૂસણખોરીને ડિટેક્ટ
કરી શકાશે.
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
0 Komentar
Post a Comment