Search Now

Nano Urea Liquid (નેનો યુરિયા લિક્વિડ)

Nano Urea Liquid (નેનો યુરિયા લિક્વિડ) 


તાજેતરમાં ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડે (IFFCO) એ વિશ્વના તમામ ખેડુતો માટે વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઅઝર તૈયાર કરી છે.

પરિચય –

આ યુરિયાના પરંપરાગત વિકલ્પના રૂપમાં છોડને નાઈટ્રોજન પ્રદાન કરનાર એક પોષક તત્વ (લિક્વિડ) છે.

પરંપરાગત યુરિયાના સ્થાને નેનો યુરિયા વિકસિત કરવામાં આવ્યો છે જેનાથી પરંપરાગત યુરિયાની આવશ્યકતામાં ન્યુનતમ 50 ટકાનો ઘટાડો થઇ શકે છે.

તેની 500 મિલી, યુરિયાની એક બોટલમાં 40,000 મિલિગ્રામ/લિટર નાઇટ્રોજન હોય છે., જે સામાન્ય યુરિયાની એક થેલીની બરાબર નાઈટ્રોજન પોષક તત્વ પ્રદાન કરશે.

છોડને નાઇટ્રોજન પહોચાડવામાં પરંપરાગત યુરિયા 30-40% અસરકારક છે જ્યારે નેનો યુરિયા લિક્વિડની અસરકારકતા 80% કરતા વધારે છે.

આની અસરકારકતાનો પરિક્ષણ ચોખા અને ઘઉ જેવા 94 પાક માટે 11,000 થી વધુ ખેડુતોના ખેતરોમાં કરવામાં આવ્યુ હતું.

આના ઉપયોગથી ઉપજમાં સરેરાશ 8%નો વધારો જોવા મળ્યો છે.

નિર્માણ –

આને સ્વદેશી રીતે નૈનો બાયોટેક્નોલોજી રિસર્ચ (કલોલ, ગુજરાત) માં આત્મનિર્ભર ભારત અભિયાન અને આતમનિર્ભર કૃષિ ના અનુરૂપ વિકસિત કરવામાં આવી છે.

ભારત તેની યુરિયા જરૂરિયાતોને પહોચી વળવા આયત પર નિર્ભર છે.

મહત્વ-

છોડના પોષણમાં સુધારો-

નેનો યુરિયા લિક્વિડ છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. તે વધૂ સારી પોષક ગુણવત્તાની સાથે ઉત્પાદન વધારવામાં પણ સક્ષમ છે.

તે જમીનમાં યુરિયાના અતિશય ઉપયોગને ઘટાડીને સંતુલિત પોષણ કાર્યક્રમને પ્રોત્સાહન આપશે અને પાકને મજ્બૂત, સ્વસ્થ અને  તૂટવાથી (Lodging) બચાવશે.

પર્યાવરણમાં સુધારો-

ઇફ્કો અનુસાર આ નેનો યુરિયા પ્રવાહી ભૂગર્ભ જળની ગુણવત્તા પર સકારાત્મક અસર કરશે જે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર પ્રભાવની સાથે ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ખેડુતોની આવકમાં વધારો-

તે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરશે અને ખેડુતોની આવક વધારવામાં અસરકારક રહેશે. આનાથી લોજિસ્ટિક અને વેરહાઉસિંગના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

નેનો યુરિયા-

નેનો ટેક્નોલોજીની મદદથી ઉત્પન્ન થયેલા યુરિયાને નેનો યુરિયા તરીકે ઓળખવામાં આવે છે.

નેનો યુરિયાના વ્યવસાયિક ઉપયોગને સરકારે 2020માં મંજૂરી આપી હતી.




દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,  may2021, currenaffairs may, may 2021 current, મે કરંટ અફેર્સ, કરંટ અફેર્સ મે 2021, may 2021 current affairs in gujarati, june 2021, june days , june days in gujarati, june news, june current affairs, june days, days in gujarati, gujarati days, days gujarati, days 2021

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel