દિવાળીબહેન ભીલ
દિવાળીબહેન ભીલ
•ગુજરાતની કોયલ તરીકે સુપ્રસિદ્ધિ પામેલ લોકગીત અને ભજનગાયિકા દિવાળીબહેન પુંજાભાઈ લાઠિયા કે જેવો દિવાળીબહેન ભીલ તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતાં છે.
• તેમનો જન્મ 2 જૂન,1943 ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો.
• તેમના પિતાનું નામ પુંજાભાઈ અને માતાનું નામ મોંઘીબહેન હતું.
• તેઓ માત્ર નવ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાશ્રીને જૂનાગઢ રેલવેમાં નોકરી મળવાથી તેઓ જૂનાગઢ આવ્યા અને ત્યાં તેમણે એક નર્સના ઘરે રસોઈ બનાવી આપવાની નોકરી પણ કરી હતી.
•જાણીતા લોકગીત ગાયક હેમુ ગઢવીએ રાજકોટ આકાશવાણી માટે એમનું સૌ પ્રથમ રેકોર્ડિંગ કર્યું હતું ત્યાર બાદ તેમણે ગુજરાતી સુપ્રસિદ્ધ ચલચિત્રો જેવાં કે હોથલ પદમણી , જેસલતોરલ અને જસમા ઓડણમાં પાર્શ્વગાયિકા તરીકે કંઠ આપ્યો હતો.
•તેમના કંઠે ગવાયેલા ‘ મારે ટોડલે બેઠો મોર ’ , ‘ પાપ તારું પરકાશ જેવાં ગીતો આજે પણ ચિરસ્મરણીય છે.
• ગુજરાતી લોકગીત અને ભજનના પ્રચાર માટે એમણે અમેરિકા , ન્યૂઝીલેન્ડ , આફ્રિકા , લંડન સહિત 15 દેશોમાં કાર્યક્રમો આપ્યા હતાં.
•સુપ્રસિદ્ધ હેમુભાઈ ગઢવી , મેરૂભા બાપુ તેમજ કવિ દુલા કાગ બાપુએ પણ એમની પાસે ગીતો ગવડાવ્યાં હતાં.
• ભારત સરકાર તરફથી 1990 માં પદ્મશ્રી તેમજ ગુજરાત સરકારનો વાઇબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ , હેમુ ગઢવી ઍવોર્ડ જેવા અનેક એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યાં હતાં.
• કોકિલકંઠી આ મહાન ગાયિકાનું અવસાન 19 મે , 2016 ના રોજ જૂનાગઢમાં થયું હતું .
0 Komentar
Post a Comment