IndiGo સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 'ગગન'નો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઇન બની
IndiGo સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 'ગગન'નો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઇન બની
ઇન્ડિગોનું ATR-72 એરક્રાફ્ટ જીપીએસ એઇડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન (GAGAN) નો ઉપયોગ કરીને રાજસ્થાનના કિશનગઢ એરપોર્ટ પર ઉતર્યું.
ગગનનો ઉપયોગ લેન્ડિંગ સમયે એરક્રાફ્ટને લેટરલ અને વર્ટિકલ માર્ગદર્શન આપવા માટે થાય છે.
GAGAN ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને આધુનિક બનાવવા અને ફ્લાઇટમાં વિલંબ ઘટાડવા અને ફ્લાઇટ સલામતી સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 1 જુલાઈ, 2021 પછી ભારતમાં નોંધાયેલા તમામ એરક્રાફ્ટમાં 'ગગન' ફીટ કરવાનો આદેશ આપ્યો હતો.
GPS એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન (GAGAN):
તેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
તે ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની સિસ્ટમ છે જે સારી સ્થિતિની ચોકસાઈ સાથે GPS સિગ્નલ પ્રદાન કરે છે.
0 Komentar
Post a Comment