Search Now

પીએમ મોદીનો જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસનો પ્રવાસ

પીએમ મોદી 2 થી 4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસના પ્રવાસે જશે



2 મેના રોજ જર્મનીમાં બર્લિનની મુલાકાત દરમિયાન પીએમ મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે.

PM મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ ભારત-જર્મની ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC) ની 6ઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે.

ચાન્સેલર સ્કોલ્ઝ સાથે પીએમ મોદીની આ પ્રથમ આઈજીસી હશે.  3 મેના રોજ પીએમ મોદી ડેનમાર્કના કોપનહેગન જશે.

પીએમ મોદીની ડેનમાર્કની આ પ્રથમ મુલાકાત હશે.  તેઓ ડેનમાર્કના વડાપ્રધાન મૈટ ફ્રેડ્રિકસેન સાથે વાતચીત કરશે.  પીએમ મોદી ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં પણ હાજરી આપશે.

4 મેના રોજ પીએમ મોદી બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.  તેમાં ડેનમાર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો પણ ભાગ લેશે.

2018માં સ્ટોકહોમમાં પ્રથમ ભારત-નોર્ડિક સમિટ યોજાઈ હતી.  તેમની મુલાકાતના અંતે પીએમ મોદી થોડા સમય માટે પેરિસમાં રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel