કેનેડામાં સરદાર પટેલની પ્રતિમા
વડાપ્રધાને કેનેડામાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ સમારોહમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રતિમા સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવશે તેમજ ભારત-કેનેડા સંબંધોનું પ્રતીક પણ બનશે.
પ્રધાનમંત્રીએ કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવવામાં ઑન્ટેરિયોમાં સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કેવડિયામાં સ્થિત છે.
સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્ર શિક્ષણ, ધાર્મિક પૂજા અને સામાજિક કાર્યો માટે સુવિધાઓ પૂરી પાડે છે.
0 Komentar
Post a Comment