નેશનલ ગેમ્સ 2022
નેશનલ ગેમ્સ 2022
36મી નેશનલ ગેમ્સ ગુજરાત દ્વારા 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
36મી નેશનલ ગેમ્સનું આયોજન છ શહેરો- અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરવામાં આવશે.
સાત વર્ષના લાંબા ગાળા બાદ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 34 રમતોમાં 7,000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.
નેશનલ ગેમ્સની છેલ્લી આવૃત્તિ 2015માં કેરળમાં યોજાઈ હતી.
ગુજરાત વિશ્વ કક્ષાના રમતગમતના માળખાથી સજ્જ છે. તે પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન કરશે.
નેશનલ ગેમ્સમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, જુડો, કબડ્ડી, ખો-ખો સહિતની ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવશે.
0 Komentar
Post a Comment