જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું ગોળી વાગવાથી મોત થયું છે.
જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન શિન્ઝો આબેનું જાપાનના નારામાં સંસદીય ચૂંટણીના પ્રચાર દરમિયાન ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.
ભાષણ આપતી વખતે એક વ્યક્તિએ તેને છાતીના પાછળના ભાગે બે ગોળી મારી હતી.
પોલીસે શિન્ઝો આબેની હત્યા માટે યામાગામી તેત્સુયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
તેમણે 2006 થી 2007 અને ફરીથી 2012 થી 2020 સુધી જાપાનના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના યુગમાં તેઓ જાપાનના સૌથી યુવા વડાપ્રધાન હતા.
તેઓ 2006 થી 2007 અને ફરીથી 2012 થી 2020 સુધી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના અધ્યક્ષ હતા.
67 વર્ષીય આબેએ સ્વાસ્થ્યના કારણોસર 2020માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.
ભારતે શિન્ઝો આબે માટે 9 જુલાઈને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે જાહેર કર્યો.
0 Komentar
Post a Comment