ભારતમાં 5G સેવા શરૂ
Sunday, October 2, 2022
Add Comment
ભારતમાં 5G સેવા શરૂ
- ભારતમાં 5G સેવા 6ઠ્ઠી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2022માં શરૂ કરવામાં આવી હતી.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્રેદ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ 2022ના છઠ્ઠા સંસ્કરણમાં 5G સેવાઓનો શુભારંભ કર્યો હતો.
- 5G ટેક્નોલોજી સમગ્ર ભારત દેશમાં ત્રણ ચરણોમાં શરૂ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં (Phase-I) ભારતના 13 શહેરો જેમ કે અમદાવાદ, બેંગલોર, ચંડીગઢ, ગુરુગ્રામ, ગાંધીનગર, ચેન્નાઈ, દિલ્હી, જામનગર, લખનઉ, મુંબઈ, પૂના, કલકત્તા, હૈદરાબાદ વગેરેમાં શરૂ કરવામાં આવશે.
- તાજેતરજેની હરાજીમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને 51,236 મેગાહર્ટ્ઝની ફાળવણી કરવામાંઆવી હતી, જેની કુલ આવક રૂ.1,50,173 કરોડ હતી.
- 5G નવી આર્થિક તકોનું સર્જન કરશે અને ભારતીય સમાજમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
- ભારત પર 5Gની આર્થિક અસર 2035 સુધીમાં 450 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
- ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ ટેકનોલોજી વિકસાવવા માટે આઇઆઇટી, આઇઆઇએસસી બેંગલુરુ અને એસઇઆરની મદદથી 2018માં 5G ટેસ્ટબેડની સ્થાપના કરી હતી.
- 5G ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે 2020માં 5G હેકેથોન લોન્ચ કરવામાં આવ્યું હતું. 2021 થી, 5G ઉપયોગ-બાબતો પર આંતર-મંત્રાલય સમિતિ કાર્યરત છે.
- સ્વદેશી 5G નોન-સ્ટેન્ડ અલોન (એનએસએ) કોર સી-ડોટ દ્વારા વિકસાવવામાં આવી છે. સી-ડોટ સ્થાનિક ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સના સહયોગથી 5G રેડિરેયો એક્સેસ નેટવર્ક (આરએએન) પણ વિકસાવી રહ્યું છે.
- છઠ્ઠી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2022ની થીમ 'એનકેપ્સ્યુલેટ, એન્ગેજ એન્ડ એક્સપિરિયન્સ અ ન્યૂ ડિજિટલ યુનિવર્સ' છે.
- ભારતીય મોબાઇલ કોંગ્રે સનો મુખ્ય ઉદ્દેશ નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો, આંતરરાષ્ટ્રી ય પ્રાદેશિક સહકાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.
5જી ટેકનોલોજી સામાન્ય લોકોને વિવિધ પ્રકારના લાભો પ્રદાન કરશે. તે સીમલેસ કવરેજ, ઊંચો ડેટા રેટ, ઓછી વિલંબતા અને અત્યંત વિશ્વસનીય સંચાર પ્રદાન કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, તે ઊર્જા દક્ષતા, સ્પેક્ટ્રમ દક્ષતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં વધારો કરશે. 5G ટેકનોલોજી અબજો ઈન્ટરનેટ ઑફ થિંગ્સ ઉપકરણોને જોડવામાં મદદ કરશે, ઉચ્ચ ગતિએ ગતિશીલતા સાથે ઉચ્ચ ગુણવત્તાની વીડિયો સેવાઓની છૂટ આપશે અને ટેલિસર્જરી અને ઓટોનમસ કાર જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડશે. 5G આપત્તિઓ, ચોક્કસાઈપૂર્વકની ખેતી પર રિઅલ ટાઇમ નિરીક્ષણ કરવામાં અને ઊંડી ખાણો, ઑફશૉર પ્રવૃત્તિઓ વગેરે જેવા જોખમી ઔદ્યોગિક કાર્યોમાં માનવીઓની ભૂમિકાને ઘટાડવામાં મદદ કરશે. પ્રવર્તમાન મોબાઇલ કમ્યુનિકેશન નેટવર્કથી વિપરીત, 5G નેટવર્ક્સ એક જ નેટવર્કમાં આ દરેક વિવિધ ઉપયોગના કિસ્સા માટે જરૂરિયાતોને અનુરૂપ બનાવવાની છૂટ આપશે.
0 Komentar
Post a Comment