ભારતીય ન્યાય સંહિતા, 2023
Monday, August 14, 2023
Add Comment
ભારતીય ન્યાય સંહિતા, 2023
- વર્ષ 1834માં, લોર્ડ થોમસ બેબિંગ્ટન મેકોલેના અધ્યક્ષપદે પ્રથમ ભારતીય કાયદા પંચની રચના કરવામાં આવી હતી, જે હાલની અદાલતોના અિધકારક્ષેત્ર, સત્તા અને નિનયમો તેમજ પોલીસ સંસ્થાઓ અને ભારતમાં અમલમાં રહેલા કાયદાઓની તપાસ કરવા માટે કરવામાં આવી હતી.
- કિમશને સરકારને વિવિધ કાયદાઓ સૂચવ્યા. કિમશન દ્વારા કરવામાં આવેલી મહત્વની ભલામણોમાંની એક હતી, ભારતીય દંડ સંહિતા, જે1860માં ઘડવામાં આવી હતી અને તે કોડ હજુ પણ દેશમાં સમયાંતરે તેમાં કરવામાં આવેલા કેટલાક સુધારા સાથે ચાલુ છે.
- ભારત સરકારે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રવર્તમાન ફોજદારી કાયદાઓની સમીક્ષા કરવી અને કાનૂની પ્રક્રિયાને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું તે યોગ્ય અને જરૂરી ગણ્યું જેથી સામાન્ય માણસને જીવનની સરળતા સુનિશ્ચિત કરવામાં આવે. સરકારે વર્તમાન કાયદાઓને સમકાલીન પિરસ્થિતિને અનુરૂપ બનાવવા અને સામાન્ય માણસને ઝડપી ન્યાય આપવાનું પણ વિચાર્યું. તદનુસાર, લોકોની સમકાલીન જરૂરિયાતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને અને નાગિરક કેંદ્રિત અને નાગિરકોના જીવન અને સ્વતંત્રતાને સુસુરક્ષિત રાખવા માટે કાયદાકીય માળખું બનાવવાના હેતુથી વિવિધ હિસ્સેદારોની સલાહ લેવામાં આવી હતી.
- હવે, ગુનાઓ અને દંડનેલગતી જોગવાઈઓને સુવ્યવસ્થિત
કરવા માટે ભારતીય દંડ સંહિતાને રદ કરીને ભારતીય ન્યાય સંહિતા બિલ બિલ, 2023
નામનો નવો કાયદો ઘડવાની દરખાસ્ત છે. નાના ગુનાઓની સજામાંની એક તરીકે
પ્રથમ વખત સમુદાય સેવા પ્રદાન કરવાની દરખાસ્ત છે. મિહલાઓ અને બાળકો વિવરુદ્ધના
ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધના ગુનાઓને અગ્રતા આપવામાં
આવી છે. વિવિધ ગુનાઓને લિંગ તટસ્થ
બનાવવામાં આવ્યા છે.
- સંગિઠત
ગુનાઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓની સમસ્યાનો અસરકારક રીતેસા મનો કરવા માટે, આતંકવાદી કૃત્યો અને સંગિઠત અપરાધના નવા
ગુનાઓને અવરોધક સજા સાથે બિલમાં ઉમેરવામાં આવ્યા છે. અલગતાના કૃત્યો, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા ભારતની સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતાને જોખમમાં
મૂકતા એક નવો ગુનો પણ ઉમેરવામાં આવ્યો છે. વિવિધ ગુનાઓ માટે દંડ અને સજામાં પણ
યોગ્ય વધારો કરવામાં આવ્યો છે.
તાજેતરમાં લોકસભા દ્વારા ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ પસાર કરવામો આવ્યો જેના હેઠળ કુલ પ્રકરણ – ૧૯ અને કુલ કલમ- ૩૫૬ આપવામાં આવેલ છે. જે નીચે વર્ગીકૃત કરવામાં આવેલ છે.
- પ્રકરણ ૧ – પ્રારંભ (કલમ ૧થી૩)
- પ્રકરણ ૨ – શિક્ષા (કલમ ૪થી૧૩)
- પ્રકરણ ૩ - સામાન્ય અપવાદો (કલમ ૧૪ થી ૪૪)
- પ્રકરણ ૪- દુષ્પ્રેરણ, ગુનાહિત કાવતરું પ્રયાસ (કલમ ૪૫ થી ૬૨)
- પ્રકરણ ૫ – મહિલા અને બાળકો સામેના ગુનાઓ (કલમ ૬૩ થી ૯૭)
- પ્રકરણ ૬ – માનવ શરીરને અસર કરતા
ગુનાઓ (કલમ ૯૮ થી ૧૪૪)
- પ્રકરણ ૭- રાજ્ય વિરુદ્ધના ગુનાઓ (કલમ ૧૪૫ થી ૧૫૬)
- પ્રકરણ ૮- આર્મી, નેવી અને એરફોર્સને લગતા ગુનાઓ (કલમ ૧૫૭ થી
૧૬૬)
- પ્રકરણ ૯- ચૂંટણી સંબંધી ગુનાઓ (કલમ ૧૬૭ થી ૧૭૫)
- પ્રકરણ ૧૦- સિક્કા , ચલણી નોટો , બેંક નોટો અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના (કલમ ૧૭૬ થી ૧૮૬)
- પ્રકરણ ૧૧- જાહેર સુલેહ -શાંતિ વિરુદ્ધના ગુનાઓ (કલમ ૧૮૭ થી ૧૯૫)
- પ્રકરણ ૧૨- જાહેર સેવકો દ્વારા અથવા તેનાથી સંબંધિત ગુનાઓ ( કલમ ૧૯૬ થી ૨૦૩)
- પ્રકરણ ૧૩- જાહેર સેવકોની કાયદેસરની સત્તાની અવહેલના સંબંધી ગુના (કલમ ૨૦૪ થી ૨૨૪)
- પ્રકરણ ૧૪- ખોટા પુરાવાઓ અને જાહેર ન્યાય સામેના ગુનાઓ (કલમ ૨૨૫ થી ૨૬૭)
- પ્રકરણ ૧૫- જાહેર આરોગ્ય, સલામતી, સુવિધા,શિષ્ટાચાર અને નૈતિકતાને અસર કરતા ગુનાઓ (કલમ
૨૬૮ થી ૨૯૫)
- પ્રકરણ ૧૬- ધર્મ સંબંધી ગુનાઓ (કલમ ૨૯૬ થી ૩૦૦)
- પ્રકરણ ૧૭- મિલકત વિરુદ્ધના ગુનાઓ (કલમ ૩૦૧ થી ૩૩૨)
- પ્રકરણ ૧૮ - દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુનાઓ (કલમ ૩૩૩ થી ૩૪૮)
- પ્રકરણ ૧૯- ગુનાહિત ધમકી, અપમાન, ચીડ, બદનક્ષી, વગેરે (કલમ ૩૪૯
થી ૩૫૬)
0 Komentar
Post a Comment