4x400m રિલે ટીમે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
Monday, August 28, 2023
Add Comment
ભારતીય પુરૂષોની 4x400m રિલે ટીમે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું
- મુહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મુહમ્મદ અજમલ વરિયાથોડી અને રાજેશ રમેશની ભારતીય ટીમ યુનાઇટેડ સ્ટેટ્સ પછી બીજા સ્થાને રહી હતી.
- ભારતીય પુરુષોની 4x400m રિલે ટીમે બુડાપેસ્ટ, હંગેરીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું.
- ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપના અંતિમ રાઉન્ડ માટે ક્વોલિફાય કરવા માટે 2 મિનિટ 59.05 સેકેન્ડનો સમય લીધો હતો.
- ભારતીય ટીમે અગાઉનો એશિયન રેકોર્ડ તોડ્યો હતો. અગાઉનો એશિયન રેકોર્ડ 2 મિનિટ 59.51 સેકન્ડનો હતો જે જાપાને 2021માં બનાવ્યો હતો.
- ભારતની ટીમ એકંદર યાદીમાં યુનાઇટેડ સ્ટેટ્સથી પાછળ રહી છે. જ્યારે ગ્રેટ બ્રિટન (ત્રીજા) અને જમૈકા (પાંચમા) કરતા આગળ હતું.
- બોત્સ્વાના, ફ્રાન્સ, ઇટલી અને નેધરલેન્ડ એવી અન્ય ટીમો છે જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
0 Komentar
Post a Comment