નિયમનકારી દેખરેખને સુધારવા માટે AI નો ઉપયોગ
Tuesday, August 15, 2023
Add Comment
RBI દ્વારા નિયમનકારી દેખરેખને સુધારવા માટે AI નો ઉપયોગ
- નિયમનકારી દેખરેખને સુધારવા માટે AI નો ઉપયોગ કરવા માટે, RBI મૈકિન્સે અને એક્સેન્ચરને પસંદ કર્યા છે.
- સુપરવાઇઝરી કાર્યો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને સિસ્ટમ વિકસાવવા માટે, RBI એ વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મ્સ McKinsey & Company India LLP અને Accenture Solutions Pvt Ltd India પસંદ કરી છે.
- RBI વિશાળ ડેટાબેઝનું વિશ્લેષણ કરવા અને બેંકો અને NBFCs પર નિયમનકારી દેખરેખને સુધારવા માટે અદ્યતન એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
- આ માટે, આરબીઆઈ બાહ્ય નિષ્ણાતોની નિમણૂક કરવાની યોજના બનાવી રહી છે.
- સપ્ટેમ્બર 2022 માં, RBI એ સુપરવાઇઝરી ઇનપુટ્સ જનરેટ કરવા માટે એડવાન્સ એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવા માટે સલાહકારોને જોડવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EoI) ને આમંત્રણ આપ્યું હતું.
- કન્સલ્ટન્ટની પસંદગી માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ પ્રોસેસ (RFP)માં ભાગ લેવા માટે RBIએ સાત અરજદારોને શોર્ટલિસ્ટ કર્યા છે.
- સાત અરજદારોમાંથી, મૈકિન્સે અને એક્સેન્ચરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની કિંમત લગભગ 91 કરોડ રૂપિયા છે.
- ભારતીય રિઝર્વ બેંક હાલમાં સુપરવાઇઝરી પ્રક્રિયાઓમાં AI અને ML નો ઉપયોગ કરી રહી છે. હવે RBI તેને અપગ્રેડ કરવાની યોજના બનાવી રહી છે.
- RBI નો સુપરવિઝન વિભાગ સુપરવાઇઝરી પરીક્ષાઓ માટે લિનિયર અને કેટલાક મશીન લર્નિંગ મોડલ્સનો ઉપયોગ કરી રહ્યો છે.
- RBIનું સુપરવાઇઝરી અધિકાર ક્ષેત્ર શહેરી સહકારી બેંકો, એનબીએફસી, પેમેંટ બેંકો, સ્મોલ ફાઇનાંસ બેંકો, સ્થાનિક ક્ષેત્રની બેંકો, ક્રેડિત માહીતી કંંપનીઓ અને પસંદગીની અખિલ ભારતિય નાણાકીય સંંસ્થાઓ સુધી વિસ્તરેલ છે.
- RBI નાણાકીય સુદ્રઢતા, સોલ્વેંસી, એસેટ ગુણવત્તા, ગવર્નન્સ ફ્રેમવર્ક, લિક્વિડિટી અને ઓપરેશનલ સધ્ધરતાનું મુલ્યાંકન કરે છે.
- AI અને ML તકનીકોનો ઉપયોગ વાસ્તવિક સમયના ડેટા રિપોર્ટિંગ, અસરકારક ડેટા મેનેજમેંટ અને પ્રસાર માટે થાય છે.
0 Komentar
Post a Comment