સરહદી ગામોને સુવિધાઓ
Saturday, August 26, 2023
Add Comment
સરહદી ગામોને સુવિધાઓ
- ગુજરાત રાજ્યની મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરહદોથી જોડાયેલા વિસ્તારોમાં વસે છે.
- આ વિસ્તારો મુખ્યત્વે જંગલો, પર્વતો, અને અસમતલ ઊંચી નીંચી સપાટીવાળા મેદાનોથી બનેલો છે. આને કારણે આ વિસ્તારોમાં વૃદ્ધિદર ધીમો છે. સામાજિક-આર્થિક વિકાસની પેટર્ન અસમાન છે અને તેઓ અર્થતંત્રના મુખ્ય પ્રવાહ સાથે ભળી શકે તેવી પરિસ્થિતિ નથી.
- ગુજરાત રાજ્યમાં આવા 474 સરહદી ગામો આવેલા છે. આ ગામોની વિશિષ્ટ સમસ્યાઓ શોધી કાઢવા માટે એક ખાસ મોજણી હાથ ધરવામાં આવી હતી.
- સરકારે તેમના તા. 30.04.2010ના સરહદી ગામોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની યોજના બનાવી. આ યોજના અંતર્ગત આ સરહદી ગામોમાં આવાસ, વિજળીકરણ, માર્ગો, પીવાનુ શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ઉત્કર્ષ ઉપલબ્ધ કરવાના હતાં:
- આવાસ | નવા મકાનના બાંધકામ માટે સહાયની જોગવાઈ.
- વિજળીકરણ | ઘરમાં વિદ્યુત જોડાણ.
- માર્ગો | આંતરિક રસ્તાઓ, એપ્રોચ માર્ગો બનાવવા અને તેને મુખ્ય રસ્તાઓ સુધી જોડવા.
- પીવાનું પાણી | સલામત શુદ્ધ પીવાનુ પાણી અને શક્ય હોય ત્યા પાઈપ લાઈન મારફતે.
- આર્થિક ઉત્કર્ષ | આજીવીકા માટેની યોજનાઓનો લાભ.
0 Komentar
Post a Comment