Search Now

હળપતિઓને સગવડ

હળપતિઓને સગવડ



 

  • હળપતિ જાતિ એ ગુજરાતની અત્યંત પછાત અનુસૂચિત જનજાતિ છે. તેઓ દક્ષિણ ગુજરાતના મેદાની વિસ્તારોમાં રહે છે અને બિન આદિજાતિ કુટુંબોની વચ્ચે જ છૂટાછવાયા વસે છે. તેઓ અન્ય આદિવાસીઓની જેમ રાજ્યની પૂર્વીય પ્રદેશમાં ઘનિષ્ઠ રીતે વસતા નથી.
  • હળપતિ જાતિની વસતિ રાજ્યની આદિજાતિ વસતિમાં ૬.૭% જેટલી છે. તેઓ મુખ્યત્વે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વસે છે અને જમીન વિહોણા ખેતમજૂરો છે. તેથી તેમની આર્થિક પરિસ્થિતિ નબળી રહે છે. માત્ર ૧૦% જેટલા હળપતિ જ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસાય જેમકે નોકરી અને નાના મોટા કામમાં જોડાયેલા છે.
  • સરકારે તેમના તા. ૨૫-૧૧-૨૦૧૩ ના ઠરાવથી હળપતિઓને છ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ઠરાવ કર્યો. આ યોજના અંતર્ગત આવાસ, વીજળી, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ અને આર્થિક વિકાસ વગેરે પાયાની જરૂરિયાતો હળપતિ જાતિના લોકોને ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે.
  • આવાસ આ યોજનામાં નવા ઘર બનાવવા માટે અગર હાલના નિવાસોમાં સુધારો કરવા માટે સહાય આપવાની જોગવાઈ છે.
  • વીજળી ઘરમાં વીજળીનું જોડાણ.
  • માર્ગ આંતરિક રસ્તાઓ, એપ્રોચ રસ્તાઓ અને મુખ્ય માર્ગો સાથે જોડાણ રસ્તાઓ.
  • પીવાનું પાણી સલામત પીવાનું પાણી અન્ય શક્ય હોય ત્યાં પાઈપલાઈન સાથે જોડાણ.
  • શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ પર ઝોક.
  • આર્થિક વિકાસ આજીવિકા પૂરી પાડતી યોજનાઓના લાભ.
 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel