ચંદ્રની સપાટીના તાપમાનમાં ફેરફારનો ગ્રાફ
Tuesday, August 29, 2023
Add Comment
ઈસરોએ ચંદ્રની સપાટીના તાપમાનમાં ફેરફારનો ગ્રાફ જાહેર કર્યો
- ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડર પર ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE) પેલોડે ધ્રુવની આસપાસના ચંદ્રના ઉપરના આવરણનું તાપમાન માપ્યું.
- ChaSTE એક મોટર અને 10 સેન્સરનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટીના તાપમાનને 10 સેમીની ઊંડાઈ સુધી માપી શકે છે.
- આ ચંદ્રની સપાટીના તાપીય વર્તનને સમજવામાં મદદ કરશે.
- ChaSTE ને ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીની આગેવાની હેઠળની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો.
- આલેખ બતાવે છે કે તાપમાનમાં તફાવત 70 ડિગ્રી સેલ્સિયસથી માઈનસ 10 ડીગ્રી સેલ્સિયસ છે.
- ચંદ્રની સપાટીથી નીચેનું તાપમાન શૂન્યથી માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી શકે છે.
- ડેટા સૂચવે છે કે માંઝીનસ C અને સિમ્પેલિયસ N ક્રેટર્સ વચ્ચેનું તાપમાન આશરે 40-50 °C છે.
- ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં રોબોટિક સાધનને સોફ્ટ લેન્ડ કરાવનાર પ્રથમ મિશન છે.
0 Komentar
Post a Comment