સરકારી છાત્રાલયો
Saturday, August 26, 2023
Add Comment
સરકારી છાત્રાલયો
- પ્રારંભ | ૧૯૫૫-૫૬
- જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તેમજ કોલેજમાં અભ્યાસ કરી રહેલ છે. તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો કાર્યરત છે.
- ઉદ્દેશ | વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી.
- ભાગીદાર | સરકાર દ્વારા સંચાલિત (ગુજરાત આદિજાતિ વિકાસ
વિભાગ હસ્તક)
- ભૌગોલિક ભૂમિભાગ | બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, જામનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, મોરબી, કચ્છ-ભુજ.
- અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ 8 થી 12, કોલેજમાં ભણતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
- પ્રવેશ માટેના માપદંડ | અનુસૂચિત જનજાતિના કુમાર માટે કુંટુંબની વાર્ષિક આવક રૂ. ૨.૫૦ લાખની આવક મર્યાદા છે. કન્યાઓ માટે કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી. વળી, જે વિદ્યાર્થીઓ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવતા હશે તેમને મેરીટના ધોરણે છાત્રાલયમા પ્રવેશ આપવામાં આવે છે.
- યોજના હેઠળ લાભ | વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા.
- મુખ્ય સિધ્ધિ | ૧૬૫ સરકારી છાત્રાલયો કાર્યરત છે અને તેમાં ૧૬,૮૪૦ જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
0 Komentar
Post a Comment