મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
Sunday, August 6, 2023
Add Comment
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
- મેડિકલ ક્ષેત્રે (MBBS) અભ્યાસ કરતી કન્યાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
- આ યોજના હેઠળ, રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ NEET ના આધારે MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ યોજના અંતર્ગત, MBBSમાં અભ્યાસ કરતી કન્યાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ 50% ટ્યુશન ફી સહાય ઉપરાંત, બાકી રહેલ 50% ટ્યુશન ફી માટે સહાય રૂ.6 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.
- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત, નાણાકીય વર્ષ 2022-23ના 3750 વિદ્યાર્થિનીઓને રૂ.130 કરોડની સહાયના લક્ષ્યાંકની સામે, 3850 વિદ્યાર્થિનીઓને રૂ.135 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આમ, 102.66% સાથે આ યોજનાનો વર્ષ 2022-23નો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે.
- નાણાકીય વર્ષ 2023-24 માટે 4000 વિદ્યાર્થિનીઓને રૂ.140 કરોડની સહાયનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ 2393 વિદ્યાર્થિનીઓને રૂ.81.49 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે, આ યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં કુલ 15,666 કન્યાઓને રૂ.453.87 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
0 Komentar
Post a Comment