ગુજરાતી ચલચિત્રોને આર્થિક સહાય-સબસિડી જાહેર
ગુજરાતી ચલચિત્રોને આર્થિક સહાય-સબસિડી જાહેર
ગુજરાતી ચલચિત્રોની ગુણવત્તા ઊંચી આવે તેમજ લોકો ગુજરાતી ચલચિત્રો વધુને વધુ પ્રમાણમાં જોવા પ્રેરાય તેવી કક્ષાના ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ થાય તેવું સાનુકૂળ વાતાવરણ સર્જવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાતી ચલચિત્રો માટેની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રાપ્ત દરખાસ્ત અનુસાર કુલ ૧૮ ગુજરાતી ચલચિત્રોને પરીક્ષણ સમિતિના ગુણાંકનના આધારે આર્થિક સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ચલચિત્ર પરીક્ષણ સમિતિની બેઠકમાં કુલ ૧૮ ચલચિત્રનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ૧૮ ચલચિત્રોને કુલ રૂ. ૩,૫૨,૦૬,૩૮૬/- ની આર્થિક સહાય ચૂકવવાની મંજૂરી માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
જે ગુજરાતી ચલચિત્રોને આર્થિક સહાય-સબસિડી જાહેર કરવામાં આવી છે તેની યાદી નીચે મુજબ છે:
ક્રમ |
ફિલ્મનું નામ |
કુલ ચૂકવવા પાત્ર રકમ
રૂ. |
૧ |
લકી લોકડાઉન |
30,00,000 |
૨ |
શાબાશ |
30,56,700 |
૩ |
ગાંધીની
બકરી |
40,00,000 |
૪ |
જોવા
જેવી થઈ |
5,00,000 |
૫ |
અડકો
દડકો |
20,00,000 |
૬ |
હાથ
તાલી |
5,00,000 |
૭ |
મને
લઈ જા |
28,99,686 |
૮ |
રાહીલ |
5,00,000 |
૯ |
લવ
યુ પપ્પા |
5,00,000 |
૧૦ |
પરીચય |
20,00,000 |
૧૧ |
મારે
શું? |
10,00,000 |
૧૨ |
હુ
તારી હીર |
30,00,000 |
૧૩ |
માધવ |
30,00,000 |
૧૪ |
નાયકાદેવી
ધ વોરિયર કવીન |
50,00,000 |
૧૫ |
ગુજરાત
થી ન્યુજર્સી |
10,00,000 |
૧૬ |
પેન્ટાગોન |
10,00,000 |
૧૭ |
લખમી |
12,50,000 |
૧૮ |
રજી
એપાર્ટમેન્ટસ |
10,00,000 |
કુલ
રકમ |
3,52,06,386/- |
0 Komentar
Post a Comment