Search Now

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 



  • ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં છે.
  • જે હેઠળ રૂ.6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આર્થિક સહાય આપવામાં આવે છે. 
  • આ યોજના હેઠળ મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ/ટેક્નોલોજી, ફાર્મસી, આયુર્વેદ, નર્સિંગ, પેરા મેડિકલ, ડિપ્લોમા, બીએસસી, બીકોમ, બીસીએ, બીબીએ, બીએ વગેરે જેવા શૈક્ષણિક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદા, એ પૈકી જે ઓછું હોય તે આર્થિક સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 
  • નાણાકીય વર્ષ 2022-23માં 70,000ના લક્ષ્યાંક સામે 70,085 વિદ્યાર્થીઓને રૂ.373 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
  • આમ, 100.12% સાથે આ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. 
  • નાણાકીય વર્ષ 2023-24 માટે 72,500 વિદ્યાર્થીઓને રૂ.375 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં 22, 813 વિદ્યાર્થીઓને રૂ.144.60 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. 
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ થયાથી અત્યારસુધીમાં કુલ 4,21,341 વિદ્યાર્થીઓને રૂ.1884.88 કરોડની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. 


0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel