પોષણ સુધા યોજના
Sunday, August 6, 2023
Add Comment
પોષણ સુધા યોજના
- માતાના ગર્ભમાં રહેલા શિશુ માટે તેમજ શિશુના જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે.
- આ જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારે રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’ કાર્યાન્વિત છે.
- આ યોજના અંતર્ગત, આદિજાતિ વિસ્તારની તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને (6 મહિનાનું બાળક હોય તેવી ધાત્રી માતા) આંગણવાડી તરફથી દરરોજ એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન પ્રતિમાસ ૨૫ દિવસ આપવામાં આવે છે.
- આ સાથે જ તેઓને આંગણવાડી કાર્યકરની દેખરેખમાં આઇ.એફ.એ. ગોળી આપવામાં આવે છે, તેમજ દિવસમાં કેલ્શિયમની બે ગોળીઓ પણ આપવામાં આવે છે.
- આદિજાતિ તાલુકાઓની 1.38 લાખ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી રહી છે. જેના માટે ચાલુ વર્ષે રૂ.૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
0 Komentar
Post a Comment