Search Now

અનુદાનથી ચાલતાં છાત્રાલયો

અનુદાનથી ચાલતાં છાત્રાલયો


અનુદાનથી ચાલતાં છાત્રાલયો

  • પ્રારંભ ૧૯૬૯
  • સમાજના અન્ય વર્ગોની સરખામણીમાં અનુસૂચિત જનજાતિની વસ્તીમાં સાક્ષરતા દર નીચો છે. આદિવાસી વિસ્તારોમાં માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણની શાળાઓ દરેક ગામમાં નહિ હોવાથી ઘણીવાર વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પુર્ણ કર્યા બાદ અભ્યાસ છોડી દેતા હોય છે. તેથી જયાં માધ્યમિક શાળાઓની સગવડ છે તેવા સ્થળોએ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગ્રાન્ટ ઈન એઈડના ધોરણે છાત્રાલયો ચલાવવામાં આવે છે.
  • ઉદ્દેશ જે વિદ્યાર્થીઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ લેવા ઈચ્છતા હોય તેવા આદિવાસી વિદ્યાર્થીઓની સરકાર માન્ય નોંધણી કરાયેલી સંસ્થાઓ મારફતે રહેવા-જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • ભાગીદાર સંસ્થાઓ બિન-સરકારી સંગઠનો દ્વારા સંચાલિત
  • ભૌગોલિક ભૂમિભાગ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, જુનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ.
  • અપેક્ષિત લાભાર્થીઓ ધોરણ ૫ થી ૧૨ માં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેના માપદંડ કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/- અને શહેરીવિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.
  • યોજના નીચે લાભ વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા.
  • મુખ્ય સિધ્ધિ હાલમાં ૯૧૦ ગ્રાન્‍ટ ઈન એઈડ છાત્રાલયો કાર્યરત છે અને તેમાં ૪૮,૪૧૦ જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel