Search Now

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ

  • પ્રાચીન ભારતીય કલાને પુનર્જીવિત કરી દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અને બ્રિટીશ સરકાર દ્વારા બંગાળના ભાગલાના વિરોધમાં કલકત્તા ટાઉનહોલ ખાતે ૭ ઓગસ્ટ, ૧૯૦૫ માં સ્વદેશી આંદોલન શરૂ થયું. 
  • આ સ્વદેશી આંદોલનને યાદગાર બનાવવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ, ૨૦૧૫માં ૦૭ ઓગસ્ટને "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી. 
  • જે અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નાઈમાં કોલેજ ઓફ મદ્રાસના શતાબ્દી કોરિડોર ખાતે સૌ પ્રથમ વાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે. 
  • આ વર્ષે ગુજરાતમાં હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે "રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ"તેમજ "One District One Product"(ODOP) અંતર્ગત હાથશાળ-હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ મેળો પણ યોજાશે. 
  • હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓના વેચાણમાં વધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે આગામી સમયમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) ગુજરાત સહિત દેશભરમાં નવા ૧૮ "ગરવી-ગુર્જરી" એમ્પોરિયમ શરૂ કરાશે. 
  •  જેમાં ગુજરાતમાં સુરત, પાલનપુર, પાલિતાણા,જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢ સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.
હેન્ડલૂમ સેક્ટર
  • હેન્ડલૂમ સેક્ટર સમયાંતરે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ કુટીર ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે. હેન્ડલૂમ વણકરો કપાસ, રેશમ અને ઊન જેવા શુદ્ધ રેસાનો ઉપયોગ કરીને પોતાનું ઉત્પાદન બનાવે છે. હેન્ડલૂમ સમુદાયનું સન્માન કરવા સરકાર દ્વારા સમયાંતરે વણકરોને કામના વિકલ્પો વિશે માહિતગાર કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. હેન્ડલૂમ ઉદ્યોગ એ મહિલાઓ માટે આજીવિકાનો આવશ્યક સ્ત્રોત છે. હેન્ડલૂમ ઉદ્યોગમાંથી ઉત્પાદિત ચીજવસ્તુઓની વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે.
  • ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર આપણા સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની પ્રતીતિની સાથે અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પુરી પાડવા તથા સારી ગુણવત્તા ધરાવતા હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે "ઈન્ડિયા હેન્ડલુમ" બ્રાન્ડ પણ બનાવવામાં આવી છે. આ બ્રાન્ડ દ્વારા ઘરેલુ બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 
  • આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હેન્ડલૂમ ક્ષેત્રનો પણ મહત્વનો ફાળો રહેશે. આપણા દેશના ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ એવું ક્ષેત્ર છે જેમાં લાખો મહિલાઓ-વણકરો-શિલ્પીઓ જોડાયેલાં છે. આજે દેશમાં ખાદીનું વેચાણ અનેક ગણું વધી ગયું છે. 
  • કારીગરોના કૌશલ્યમાં સુધારો, વ્યક્તિગત વર્ક શેડનું નિર્માણ, ડિઝાઇન અને ઉત્પાદનનો વિકાસ, કોમન ફેસિલિટી સેન્ટર્સની રચના વગેરે જેવા વિવિધ પ્રકલ્પો મારફત હાથવણાટ ઉદ્યોગનો સંકલિત અને સંપૂર્ણ વિકાસ "બ્લોક લેવલ ક્લસ્ટર" યોજના હેઠળ થઈ રહ્યો છે. 
  • આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવા "વોકલ ફૉર લોકલ" અપનાવી રોજનું કામકાજ કરતા કરતા પણ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે છે. આપણા હેન્ડલૂમ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા અને આપણા હેન્ડલૂમ વણકરોને, ખાસ કરીને મહિલાઓને સશક્ત કરવાના સરકારશ્રીના સંકલ્પને આગળ ધપાવવા કટિબદ્ધ બની સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોનું સમર્થન કરીએ.

Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2023, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2023 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , ઓક્ટોબર બર2022, ઓક્ટોબર કરંટ અફેર્સ , ઓક્ટોબર ,August r currenat affirs in gujarati, August gujarati, August 2023, currenaffairs August, August 2023 current, ઓક્ટોબર કરંટ અફેર્સ, કરંટ અફેર્સ ઓક્ટોબર 2023, October 2023 current affairs in gujarati, october 2023, october days , August days in gujarati, August news, August current affairs, August days, days in gujarati, gujarati days, days gujarati, days 2023, 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel