આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023
Saturday, September 23, 2023
Add Comment
આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું.
- બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 'ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ' વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે.
- આ પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા કરવા, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો તથા આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજણને મજબૂત કરવાનો છે.
- દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ઉભરતા કાનૂની પ્રવાહો, સરહદ પારના મુકદ્દમામાં પડકારો, કાનૂની ટેકનોલોજી, પર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
- આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધીશો, કાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાનૂની બિરાદરોના અગ્રણીઓએ ભાગ લીધો હતો.
- ભારતના મુખ્ય ન્યાયાધીશ -: ડો. ડી. વાય. ચંદ્રચુડ
- કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી-:શ્રી અર્જુન રામ મેઘવાલ
- ભારતના એટર્ની જનરલ-:શ્રી આર. વેંકટરામની
- ભારતના સોલિસિટર જનરલ-:શ્રી તુષાર મહેતા
- બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન-: શ્રી મનન કુમાર મિશ્રા
0 Komentar
Post a Comment